પ્રાદેશિક સમાચાર

માર્ચ 28, 2025 9:57 એ એમ (AM) માર્ચ 28, 2025 9:57 એ એમ (AM)

views 3

‘ખેડૂતોના લાંબા સમયથી બાકી પ્રશ્નોનું નિશ્ચિત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્દેશ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂ થતાં ખેડૂતોના પ્રશ્નો તથા લાંબા સમયથી બાકી પ્રશ્નોનું નિશ્ચિત સમયમર્યાદામાં નિરાકરણ માટે નિર્દેશ આપ્યાં છે. શ્રી પટેલે ગઇકાલે ગાંધીનગરમાં રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિવિધ રજૂઆતો સાંભળી હતી.તેમણે જણાવ્યું, લોકોમાં જાગૃતિ વધતાં વ્યક્તિ...

માર્ચ 27, 2025 7:51 પી એમ(PM) માર્ચ 27, 2025 7:51 પી એમ(PM)

views 3

વિધાનસભામાં ગુજરાત સ્ટેમ્પ સુધારા ખરડો 2025 પસાર.

વિધાનસભામાં આજે ગુજરાત સ્ટેમ્પ સુધારા ખરડો 2025 પસાર કરાયો છે. ગૃહમાં ખરડો રજૂ કરતાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું, કાયદાનું સરળીકરણ કરવા અને વહીવટમાં પારદર્શકતા વધારવા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958માં સુધારા કરાયા છે. ખરડા મુજબ, વડિલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા ક...

માર્ચ 27, 2025 7:48 પી એમ(PM) માર્ચ 27, 2025 7:48 પી એમ(PM)

views 3

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓને હડતાળ સમેટી પોતાની ફરજ પર પરત ફરવા અપીલ કરી છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓને હડતાળ સમેટી પોતાની ફરજ પર પરત ફરવા અપીલ કરી છે. ગાંધીનગરમાં આ અંગે નિવેદન આપતાં શ્રી પટેલે કહ્યું, આરોગ્યકર્મીઓની માગણીઓ પર ચર્ચા-વિચારણા કર્યા બાદ એક માગણી સ્વીકારવા પાત્ર છે. જોકે, ટેક્નિકલ ગ્રેડ પૅ અંગે ચિંતન કર્યા વગર નિર્ણય ન લઈ શકાય. કર્મચારીઓને હડ...

માર્ચ 27, 2025 7:46 પી એમ(PM) માર્ચ 27, 2025 7:46 પી એમ(PM)

views 4

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું, યુવા પેઢી યોગ્ય, કુશળ અને રાષ્ટ્રપ્રેમી બનશે ત્યારે જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું, યુવા પેઢી યોગ્ય, કુશળ અને રાષ્ટ્રપ્રેમી બનશે ત્યારે જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠ ખાતે વિકસિત ભારત એટ 2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ વિષય પર યોજાયેલા રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરતા શ્રી દેવવ્રતે આ મુજબ જણાવ્યું હતું. રાષ્ટ્...

માર્ચ 27, 2025 7:39 પી એમ(PM) માર્ચ 27, 2025 7:39 પી એમ(PM)

views 4

રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે આકરો તાપ પડી રહ્યો છે ત્યારે વન્યજીવોની સુરક્ષા માટે કચ્છ માં વન વિભાગે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે.

રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે આકરો તાપ પડી રહ્યો છે ત્યારે વન્યજીવોની સુરક્ષા માટે કચ્છ માં વન વિભાગે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. અમારાં પ્રતિનિધિ હેમાંગ પટણી પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાના અહેવાલને ટાંકીને જણાવે છે કે વધતી ગરમીને ધ્યાનમાં રાખીને વન વિભાગે અભયારણ્ય અને જંગલ વિસ્...

માર્ચ 27, 2025 7:38 પી એમ(PM) માર્ચ 27, 2025 7:38 પી એમ(PM)

views 1

ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવવા ઈચ્છુક ઉમેદવારો દશમી એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવવા ઈચ્છુક ઉમેદવારો દશમી એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા આ ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેક્નિકલ, ક્લર્ક, સ્ટોરકીપર, ટ્રેડસમેન કેટેગરીમાં અરજી કરી શકાશે. એક ઓક્ટોબર 2004 થી એક એપ્રિલ 20...

માર્ચ 27, 2025 7:37 પી એમ(PM) માર્ચ 27, 2025 7:37 પી એમ(PM)

views 3

પંચમહાલમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, વેજલપુર પોલીસ સ્ટાફ તથા 181 અભયમની ટીમે બાળ લગ્ન અટકાવ્યા હતા.

પંચમહાલમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, વેજલપુર પોલીસ સ્ટાફ તથા 181 અભયમની ટીમે બાળ લગ્ન અટકાવ્યા હતા. 1098 ચાઇલ્ડ હેલ્પ લાઇન પરથી જાણ થતાં ટીમ કાલોલ તાલુકાના કરોલી ગામ પહોંચી હતી. દરમિયાન બાળ લગ્ન અટકાવવામાં ટીમે સફળતા મેળવી હતી.

માર્ચ 27, 2025 7:36 પી એમ(PM) માર્ચ 27, 2025 7:36 પી એમ(PM)

views 3

ગીરસોમનાથના વેરાવળ ખાતે મત્સ્ય બંદરના વિકાસની કામગીરી પ્રગતિ હેઠળ છે.

ગીરસોમનાથના વેરાવળ ખાતે મત્સ્ય બંદરના વિકાસની કામગીરી પ્રગતિ હેઠળ છે. તેમ વિધાનસભા ગૃહમાં મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું, બંદરને વિકસાવવાને સૈદ્ધાંતિક મંજૂર અપાતા ગીરસોમનાથમાં કુલ ચાર જેટલા મોટા મત્સ્ય બંદરનો વિકાસ થશે. આ બંદરનો વિકાસ થવાથી માછીમારોની બૉટને અવરજવરની સુગ...

માર્ચ 27, 2025 7:34 પી એમ(PM) માર્ચ 27, 2025 7:34 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા છે. લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચનો ટૉલ-ફ્રી નંબર 1800-11-7800ના માધ્યમથી, નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય-G.O.V. ઑપન ફૉરમના માધ્યમથી ઑનલાઈન પણ મોકલી શકાશે. આ સૂચન...

માર્ચ 27, 2025 7:33 પી એમ(PM) માર્ચ 27, 2025 7:33 પી એમ(PM)

views 4

ચૈત્રી નવરાત્રિને ધ્યાનમાં રાખી યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

ચૈત્રી નવરાત્રિને ધ્યાનમાં રાખી યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. આગામી 30 માર્ચે ચૈત્ર સુદ એકમના દિવસે સવારે સવા નવ વાગ્યે ઘટસ્થાપન કરાશે, જેમાં સવારે સાતથી સાડા સાત વાગ્યા સુધી આરતી કરાશે. ભક્તો સાડા સાત વાગ્યાથી સાડા 11 સુધી દર્શન કરી શકશે. ત્યારબાદ બ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.