માર્ચ 28, 2025 3:37 પી એમ(PM) માર્ચ 28, 2025 3:37 પી એમ(PM)
4
જામનગર મનપા દ્વારા લાખોટા તળાવ અને મનોરંજન ઉદ્યાનમાં દોઢ કરોડ રૂપિયાના ખર્ચે સોલાર વૃક્ષ લગાવવામાં આવશે
જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવ અને મનોરંજન ઉદ્યાનમાં દોઢ કરોડ રૂપિયાના ખર્ચે સોલાર વૃક્ષ લગાવવામાં આવશે. હાલમાં રણમલ તળાવમાં 50 કિલોવૉટના ચાર અને મનોરંજન ઉદ્યાનમાં 30 કિલો વૉટના બે સોલાર વૃક્ષ લગાવાયા છે. અહીં એક ગઝીબો લગાવવા માટેની કામગીરી ચાલી રહી છે, જે એપ્રિલ મહિનામાં કાર્યરત્ કરાશે.