પ્રાદેશિક સમાચાર

માર્ચ 28, 2025 6:31 પી એમ(PM) માર્ચ 28, 2025 6:31 પી એમ(PM)

views 7

છોટાઉદેપુર જિલ્લામાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ- CGMS ની પરીક્ષા હવે ૧૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ યોજાશે

જિલ્લા શિક્ષણાધિકારી, છોટાઉદેપુરની યાદીમાં જણાવાયું છે કે છોટાઉદેપુર જિલ્લામાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ- CGMS ની પરીક્ષા આવતીકાલે યોજાવાની હતી. જે ૧૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ શનિવારે યોજાશે. આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ ફોર્મ ભરવામાં આવ્યા છે તે વિદ્યાર્થીઓએ ફરી ફોર્મ ભરવાના રહેશે...

માર્ચ 28, 2025 6:27 પી એમ(PM) માર્ચ 28, 2025 6:27 પી એમ(PM)

views 5

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મકાઈ, બાજરી, જુવાર અને રાગીની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરાશે

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મકાઈ, બાજરી, જુવાર અને રાગીની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરાશે. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો એકથી 30 ઍપ્રિલ સુધી ઑનલાઈન નોંધણી કરાવી શકશે. ખેડૂતોને બાજરી, જુવાર અને રાગી માટે ટેકાના ભાવ સિવાય પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનું બૉનસ અપાશે એમ સત્તાવાર ય...

માર્ચ 28, 2025 6:04 પી એમ(PM) માર્ચ 28, 2025 6:04 પી એમ(PM)

views 5

દ્વારકા જીલ્લામાં ઓખાના પાણીના ટાંકા પાછળના વિસ્તારમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલેશન હાથ ધરાયું

દ્વારકા જીલ્લામાં ઓખાના પાણીના ટાંકા પાછળના વિસ્તારમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલેશન હાથ ધરાયું હતું. ગેરકાયદેસર રહેણાક મકાન તોડી પાડવામાં આવ્યું છે. ત્યારે મોટા પોલીસ કાફલા સાથે ફરી ડિમોલિશન શરૂ કરાયું હતું. 

માર્ચ 28, 2025 6:03 પી એમ(PM) માર્ચ 28, 2025 6:03 પી એમ(PM)

views 3

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ થશે

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ થશે. એક મહિના સુધી ચાલનારી પરિક્રમામાં આ વર્ષે 15 લાખ શ્રદ્ધાળુઓ નર્મદા મૈયાની પરિક્રમા કરે તેવો અંદાજ છે, જેને લઈ તિલકવાડા અને શહેરાવ વચ્ચે 300 મીટર લાંબો તેમ જ ત્રણ મીટર પહોળાઈ ધરાવતો હંગામી બ્રિજ તૈયાર કરાયો છે. આ અંગે રોડ ઍન્ડ બિલ્ડિંગ વિભાગના એક્ઝ...

માર્ચ 28, 2025 6:01 પી એમ(PM) માર્ચ 28, 2025 6:01 પી એમ(PM)

views 2

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દરિયાકિનારાથી નજીકનો રસ્તો આવતીકાલે સવારે છ વાગ્યાથી બંધ રહેશે

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દરિયાકિનારાથી નજીકનો રસ્તો આવતીકાલે સવારે છ વાગ્યાથી બંધ રહેશે. દમણનાં નાયબ કલેક્ટર આરતી અગ્રવાલે જણાવ્યું, બિચ પર સફાઈ અને જાળવણીનું કામ થવાનું હોવાથી આ રસ્તો બંધ રહેશે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 163 હેઠળ દમણ જિલ્લાના તમામ દરિયાકિનારાને તમામ પ્રવાસીઓ અને સ્...

માર્ચ 28, 2025 5:57 પી એમ(PM) માર્ચ 28, 2025 5:57 પી એમ(PM)

views 2

સ્ટેટ સાયબર ક્રાઈમ દ્વારા સાત કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી

ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઈમ દ્વારા સાત કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મૂળ નોઈડાનો વતની આ આરોપી વીમા કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતો હતો અને અરજદારોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતો હોવાનું તપાસમાં જણાયું છે. સ્ટેટ સાયબર ક્રાઈમ સેલે આરોપી પાસેથી છ કરોડ રૂપિયા રકમની વસૂલાત...

માર્ચ 28, 2025 5:56 પી એમ(PM) માર્ચ 28, 2025 5:56 પી એમ(PM)

views 4

ખેડા જિલ્લા પોલીસને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્યકક્ષાના બે પુરસ્કાર એનાયત થયા

ખેડા જિલ્લા પોલીસને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્યકક્ષાના બે પુરસ્કાર એનાયત થયા છે. ગાંધીનગરમાં DGP કચેરી ખાતે અપાયેલા આ પુરસ્કાર બદલ જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ સ્થાનિક ગુના શાખા- LCB અને નેત્રમ્ વિશ્વાસ પ્રૉજેક્ટની ટીમને અભિનંદન પાઠવ્યા છે.

માર્ચ 28, 2025 3:42 પી એમ(PM) માર્ચ 28, 2025 3:42 પી એમ(PM)

views 2

સોમનાથ મંદિરમાં આજે ફાગણ માસની માસિક શિવરાત્રિ નિમિત્તે મહાપૂજા કરવામાં આવી

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં આજે ફાગણ માસની માસિક શિવરાત્રિ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરમાં પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરૂદ્ર અને સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. મંદિરમાં પ્રતિમાસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રિ એક અનેરું આકર્ષણ છે. ...

માર્ચ 28, 2025 3:40 પી એમ(PM) માર્ચ 28, 2025 3:40 પી એમ(PM)

views 5

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે દિલ્હીમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને જિલ્લાને રેલવે વિભાગને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે દિલ્હીમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને જિલ્લાને રેલવે વિભાગને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી. શ્રી પટેલે વલસાડ, વાપી, ઉદવાડા, પારડી, અતુલ, ડુંગરી જેવા મથકોના વિકાસકાર્યો અંગે તેમ જ અંતરિયાળ વિસ્તારથી આર્થિક ઉપાર્જન માટે દરરોજ અવરજવર કરતા લોકોને વધુ ...

માર્ચ 28, 2025 3:38 પી એમ(PM) માર્ચ 28, 2025 3:38 પી એમ(PM)

views 3

અમદાવાદના ચાંદખેડામાં AMTS બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું

અમદાવાદના ચાંદખેડામાં AMTS બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે, આજે સવારે ચાંદખેડા ગામના AMTS બસ મથક પાસે મુસાફરો બસમાં બેસતા હતા. ત્યારે પૂરઝડપે આવેલી કાર બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારમાં બેઠેલા એક વ્યક્તિનું મોત નીપજ્ય...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.