પ્રાદેશિક સમાચાર

માર્ચ 30, 2025 3:34 પી એમ(PM) માર્ચ 30, 2025 3:34 પી એમ(PM)

views 5

રાજ્યના જીએસટી વિભાગે પાન મસાલાના ડિલરો પર કરેલી કાર્યવાહીમાં 5.68 કરોડ રૂપિયાની કરચોરી મળી આવી

રાજ્યના જીએસટી વિભાગે પાન મસાલાના ડિલરો પર કરેલી કાર્યવાહીમાં 5.68 કરોડ રૂપિયાની કરચોરી મળી આવી છે. GST વિભાગે 25 માર્ચના રોજ અમદાવાદના પાન મસાલા અને તમાકુ વેપારીઓ પર વિશેષ તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન મણિનગર , કુબેરનગર અને ચાંગોદર સહિતના 22 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન...

માર્ચ 30, 2025 3:32 પી એમ(PM) માર્ચ 30, 2025 3:32 પી એમ(PM)

views 20

પંચમહાલ જિલ્લાના લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ – દિશાની બેઠક યોજાઈ ગઈ.

પંચમહાલ જિલ્લાના લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ – દિશાની બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓએ જિલ્લામાં વિવિધ યોજના અંતર્ગત થયેલ કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. શ્રી જાદવે પંચમહાલ જિલ્લામાં કેન્દ્ર સરકારની યોજનાઓના લાભો છેવાડાના માનવી સ...

માર્ચ 30, 2025 3:30 પી એમ(PM) માર્ચ 30, 2025 3:30 પી એમ(PM)

views 4

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દગાવાડિયા ગામે પ્રાકૃતિક ખેતી અંગે સેમિનાર યોજાઈ ગયો.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દગાવાડિયા ગામે પ્રાકૃતિક ખેતી અંગે સેમિનાર યોજાઈ ગયો. મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે દગાવાડિયા ગામની અનુપમ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ સેમિનારમાં પ્રાકૃતિક કૃષિની જરૂરીયાત, મહત્વ, ઉપયોગ અને અસરો અંગે ગ્રામજનો સહિત બાળકોને માહિતગાર કરવામાં...

માર્ચ 30, 2025 3:29 પી એમ(PM) માર્ચ 30, 2025 3:29 પી એમ(PM)

views 3

ડાંગમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.

ડાંગમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમ નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમની સાથે સંગઠન મંત્રી રત્નાકરજી પર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી પાટિલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે દરેક ...

માર્ચ 30, 2025 3:23 પી એમ(PM) માર્ચ 30, 2025 3:23 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાપડના કચરાને સમગ્ર વિશ્વ માટે ચિંતાનું મોટું કારણ ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાપડના કચરાને સમગ્ર વિશ્વ માટે ચિંતાનું મોટું કારણ ગણાવ્યું છે. આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું કે, વિશ્વમાં કાપડના કચરામાંથી માત્ર એક ટકા કપડાનું જ નવા કપડામાં રિસાઇકલિંગ થાય છે. તેમણે જણાવ્યું કે, ભારત વિશ્વમાં ત્રીજો દેશ છે જ્યા...

માર્ચ 30, 2025 2:26 પી એમ(PM) માર્ચ 30, 2025 2:26 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના વડપણ હેઠળ આજે સવારે જૂનાગઢમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવીયાના વડપણ હેઠળ આજે સવારે જૂનાગઢમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી, દામોદર કુંડ સુધીની સાયકલ રેલીમાં કેન્દ્રીય મંત્રીની સાથે અનેક લોકો જોડાયા હતા. આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું કે, 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવ...

માર્ચ 30, 2025 2:19 પી એમ(PM) માર્ચ 30, 2025 2:19 પી એમ(PM)

views 2

ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર વિશ્વ ટેબલ ટેનિસ સ્પર્ધાની સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યા

ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર વિશ્વ ટેબલ ટેનિસ સ્પર્ધાની સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યા છે. માનવ ઠક્કરે ગઈકાલે ચેન્નાઈમાં દક્ષિણ કોરિયાના ઓલિમ્પિક અને વિશ્વ ચંદ્રક વિજેતા લિમ જોંગહુનને 3-2થી હાર આપી હતી. અગાઉ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં, ઠક્કરે જર્મનીના આન્દ્રે બર્ટેલ્સમીયરને 3-2થી હાર આપી હતી.

માર્ચ 30, 2025 3:21 પી એમ(PM) માર્ચ 30, 2025 3:21 પી એમ(PM)

views 3

ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા

ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં આજે વહેલી સવારથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા છે. શ્રધ્ધાળુઓ રાતથી જ માતાજીની મંદિરના પટ ખુલવાની રાહમાં લાઇન લગાવીને ઉભા હતા. સવારે સાત કલાકે મંગળા આરતીનાં દર્શન કરીને ભક્તોએ નવરાત્રિના અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો છે. આજે અંબાજી મંદિરમાં ઘ...

માર્ચ 30, 2025 9:58 એ એમ (AM) માર્ચ 30, 2025 9:58 એ એમ (AM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે વટવામાં બિહારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બિહાર સ્થાપના દિવસ સમારોહ અને હોળી મિલન સમારોહમાં ભાગ લેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે વટવામાં બિહારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બિહાર સ્થાપના દિવસ સમારોહ અને હોળી મિલન સમારોહમાં ભાગ લશે. આ પ્રંસગે દિલ્હીના સાંસદ મનોજ તિવારી સહિત અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.

માર્ચ 30, 2025 9:54 એ એમ (AM) માર્ચ 30, 2025 9:54 એ એમ (AM)

views 2

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવીયા આજે સવારે જૂનાગઢ ખાતે સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમમાં ભાગ લેશે

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવીયા આજે સવારે જૂનાગઢ ખાતે સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમમાં ભાગ લેશે. શ્રી માંડવીયા સવારે 10 કલાકે ઉપલેટામાં ‘ગોરસ’ સાંસદ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેશે.