પ્રાદેશિક સમાચાર

માર્ચ 30, 2025 7:33 પી એમ(PM) માર્ચ 30, 2025 7:33 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવીયાના વડપણ હેઠળ આજે સવારે જૂનાગઢમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવીયાના વડપણ હેઠળ આજે સવારે જૂનાગઢમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી, દામોદર કુંડ સુધીની સાયકલ રેલીમાં કેન્દ્રીય મંત્રીની સાથે અનેક લોકો જોડાયા હતા. આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું કે, 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવ...

માર્ચ 30, 2025 7:28 પી એમ(PM) માર્ચ 30, 2025 7:28 પી એમ(PM)

views 5

રાજ્યમાં વસતા મહારાષ્ટ્રીયન લોકો દ્વારા આજે ગુડી પાડવાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ રહી છે.

રાજ્યમાં વસતા મહારાષ્ટ્રીયન લોકો દ્વારા આજે ગુડી પાડવાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ રહી છે. આજે ઘરે ઘરે આંબાના પાંદડાના તોરણ બંધાય છે. વિજયના પ્રતિકરૂપે આંગણમાં વાસ ઉપર લોટો તથા વિજય પતાકા લગાવાય છે. ડાંગ જિલ્લામાં ગુડી પાડવાની ઉજવણી કરાઈ હતી. આ દિવસે કડવા લીમડાનાં પાન આરોગવામાં આવે છે.

માર્ચ 30, 2025 7:25 પી એમ(PM) માર્ચ 30, 2025 7:25 પી એમ(PM)

views 4

અગ્નિવીર માટે માટે લાયક પુરુષ ઉમેદવારો 10 એપ્રિલ સુધી સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે.

અગ્નિવીર માટે માટે લાયક પુરુષ ઉમેદવારો 10 એપ્રિલ સુધી સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે. અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ક્લાર્ક, સ્ટોર કીપર ટેકનિકલ, અગ્નિવીર ટ્રેડ્સમેન શ્રેણીઓ માટે ભરતી હાથ ધરવામાં આવી રહી છે, રાજ્યના ૨૦ જિલ્લાઓ સહિત બે કે...

માર્ચ 30, 2025 7:21 પી એમ(PM) માર્ચ 30, 2025 7:21 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને આ ઉનાળાની રજાઓમાં નવા શોખ કેળવવા અને રચનાત્મક કાર્યો કરવા સલાહ આપી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની 120મી કડીમાં રાજ્યના એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આરોગ્ય વન, એકતા નર્સરી, વિશ્વ વન અને મિયાવાકી ફોરેસ્ટમાં મોટા પ્રમાણમાં જોવા મળતા કૃષ્ણકમલ ફુલનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ઘણા રાજ્યોમાં જળ સંરક્ષણ કાર્યને નવી ગતિ મળી છે તે અંગે સંતોષ વ્ય...

માર્ચ 30, 2025 7:19 પી એમ(PM) માર્ચ 30, 2025 7:19 પી એમ(PM)

views 2

શાળાઓમાં નબળા બાંધકામને સહેજ પણ નહીં ચાલવાય તેવી તાકીદ કરીને કોઈ જિલ્લામાં ગેરવહીવટ કે ગેરરીતિની માહિતી મળશે.

શાળાઓમાં નબળા બાંધકામને સહેજ પણ નહીં ચાલવાય તેવી તાકીદ કરીને કોઈ જિલ્લામાં ગેરવહીવટ કે ગેરરીતિની માહિતી મળશે તો રાજ્ય સરકાર કડકમાં કડક પગલા લેશે તેમ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને સુરક્ષા સાથે શિક્ષણ આપવાનું કાર્ય રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે તેવો ઉલ્લેખ ...

માર્ચ 30, 2025 7:16 પી એમ(PM) માર્ચ 30, 2025 7:16 પી એમ(PM)

views 2

આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે.

આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. પ્રથમ નોરતે આજે પાવાગઢ અને બહુચરાજી શક્તિપીઠ સહિત રાજયભરના માઈ મંદિરોમાં ઘટસ્થાપન કરાયું હતું.આજે અંબાજી મંદિરમાં પણ ઘટસ્થાપનની વિધિ કરાઇ હતી.મંદિરમાં પરંપરા મુજબ 24 કલાક નવ દિવસ અખંડ ધુનનો પ્રારંભ થયો છે.ચૈત્ર નવરાત્રિને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણ...

માર્ચ 30, 2025 7:14 પી એમ(PM) માર્ચ 30, 2025 7:14 પી એમ(PM)

views 5

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત અંડર 17 બોયસ યૂથ લીગની આજે રમાયેલી ફાઇનલ મેચમાં એસજીવીપી ફૂટબોલ ક્લબ ચેમ્પિયન બની હતી જ્યારે એઆરએ એફસી રનર અપ રહી હતી.

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત અંડર 17 બોયસ યૂથ લીગની આજે રમાયેલી ફાઇનલ મેચમાં એસજીવીપી ફૂટબોલ ક્લબ ચેમ્પિયન બની હતી જ્યારે એઆરએ એફસી રનર અપ રહી હતી. ગત 20મી ઓક્ટોબરથી શરૂ થયેલી અને દર વીક એન્ડમાં રમાડવામાં આવેલ, ટુર્નામેન્ટમાં ગુજરાતની 13 ટીમને ભાગ લીધો હતો અને દરેક ટીમને 12-12 મેચ રમાડ...

માર્ચ 30, 2025 7:10 પી એમ(PM) માર્ચ 30, 2025 7:10 પી એમ(PM)

views 3

ભરૂચમાં દુધધારા ડેરીથી ભોલાવ GIDC તરફ જતી ગટરમાંથી માનવ શરીરના બે ભાગ મળી આવ્યા છે.

ભરૂચમાં દુધધારા ડેરીથી ભોલાવ GIDC તરફ જતી ગટરમાંથી માનવ શરીરના બે ભાગ મળી આવ્યા છે. ગઈકાલે સાંજે પ્રથમ વખત માનવ અંગ મળ્યા બાદ આજે પણ વધુ અંગો મળતા સી ડિવિઝન પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી માનવ અંગોને બહાર કઢાવીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આસપાસના સીસી...

માર્ચ 30, 2025 7:12 પી એમ(PM) માર્ચ 30, 2025 7:12 પી એમ(PM)

views 13

આદિવાસી જીલ્લા ડાંગ અને બોટાદમાં ગઢડામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આદિવાસી જીલ્લા ડાંગ અને બોટાદમાં ગઢડામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમની સાથે સંગઠન મંત્રી રત્નાકર પર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બંને કાર્યાલયમાં ઉદઘાટન પ્રસંગે સી આર પાટીલે જળસંગ્રહની વાતન...

માર્ચ 30, 2025 7:08 પી એમ(PM) માર્ચ 30, 2025 7:08 પી એમ(PM)

views 6

ઇદ તેમજ અન્ય તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સર્જાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ છે.

ઇદ તેમજ અન્ય તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સર્જાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ છે. રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે ગઇકાલે એક વિડિઓ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. રાજ્...