પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 4, 2026 5:14 પી એમ(PM)

views 8

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઈલા ગામે મિસરી સખી મંડળની મહિલાઓ પ્રાકૃતિક સાબુ બનાવી રહી છે.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઈલા ગામે મિસરી સખી મંડળની મહિલાઓ પ્રાકૃતિક સાબુ બનાવી રહી છે. અંજનાબેન પરમારના નેતૃત્વમાં આ સખીમંડળ દ્વારા પ્રાકૃતિક સાબુ બનાવાઇ રહ્યા છે. તેઓ જણાવે છે કે આજના સમયમાં બજારમાં મળતા રાસાયણિક સાબુઓ ત્વચા માટે હાનિકારક છે અને તેમાં વપરાતા કેમિકલ્સથી પર્યાવરણને પણ નુકસાન ...

જાન્યુઆરી 4, 2026 5:17 પી એમ(PM)

views 11

આજે 4 જાન્યુઆરી એટલે કે વિશ્વ બ્રેઇલ દિવસ..

આજે 4 જાન્યુઆરી એટલે કે વિશ્વ બ્રેઇલ દિવસ છે. પ્રજ્ઞાચક્ષુ લોકો માટે માનવ અધિકારોની સંપૂર્ણ અનુભૂતિમાં સંદેશાવ્યવહારના સાધન તરીકે બ્રેઇલના મહત્વ વિશે જાગૃતિ લાવવા આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ નિમિત્તે રાજ્યમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ-બહેનો માટે અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. તે અંત...

જાન્યુઆરી 4, 2026 10:09 એ એમ (AM)

views 22

જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર 40મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો આરંભ

જૂનાગઢમાં આજે ગિરનાર પર્વત ઉપર 40મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ રહી છે. અત્યારે સવારે સાત કલાકે સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી અને જિલ્લા પ્રભારી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો. ત્યારે સિનિયર અને જુનિયર ભાઈઓ મળી 791 અને 324 બહેનોએ ગિરનાર સર કરવા માટે દોટ મૂ...

જાન્યુઆરી 4, 2026 10:08 એ એમ (AM)

views 9

અમદાવાદ ખાતેથી ‘ડિજિટલ ફૂડ કરન્સી’ના પાયલોટ પ્રોજેક્ટના પ્રૂફ ઑફ કોન્સેપ્ટનું લોન્ચિંગ

ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા રાજ્યની જાહેર વિતરણ પ્રણાલીને વધુ આધુનિક અને ટેકનોલોજી સભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે અમદાવાદમાં સાબરમતી ઝોનના ...

જાન્યુઆરી 4, 2026 10:06 એ એમ (AM)

views 11

ભાવનગરમાં દ્વિ-દિવસીય હેલ્થ એક્સ્પોનો પ્રારંભ

ભાવનગર જવાહર મેદાન ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ દ્વિ-દિવસીય હેલ્થ એક્સ્પોનો પ્રારંભ કરાવ્યો હતો. ભાવનગર-બોટાદ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિયેશન દ્વારા એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, એક્સ્પો થકી નોલેજ શેરીગ થવ...

જાન્યુઆરી 4, 2026 10:04 એ એમ (AM)

views 12

કેન્દ્ર પુરસ્કૃત આરોગ્યલક્ષી 10 મુખ્ય યોજનાની મુખ્યમંત્રીએ સર્વગ્રાહી સમીક્ષા કરી

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારો તથા તાલુકાઓ સુધીની આરોગ્ય સુખાકારીની યોજનાઓની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી.રાજ્યમાં રાજપીપળા, મોરબી, નવસારી, ગોધરા અને પોરબંદર એમ પાંચ મેડિકલ કોલેજ, હોસ્પિટલ્સ અને હોસ્ટેલ...

જાન્યુઆરી 4, 2026 9:55 એ એમ (AM)

views 15

પાટીદાર સમાજનું સમાજોપયોગી અને ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતે જણાવ્યું કે, પાટીદાર સમાજનું સમાજોપયોગી અને ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.સુરતની વિવિધ સંસ્થા અને સંગઠનોના સહયોગથી લેઉવા પાટીદાર સમિતિ-સુરત દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજસ્વી સન્માન સમારોહ' યોજાયો હતો.આ પ્રસંગે બોલતા મુખ્યમ...

જાન્યુઆરી 3, 2026 7:19 પી એમ(PM)

views 11

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં અચાનક ઉછાળો આવતા સરકાર હરકતમાં- ૨૨ ડોક્ટરોની ટીમ તૈનાત.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી. તેમણે ટાઈફોઈડના દર્દીઓના ખબર-અંતર પૂછ્યાં. સાથે જ દર્દીઓને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવા શ્રી સંઘવીએ અધિકારીઓને સૂચના આપી. તેમણે કહ્યું દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે 22 નિષ્ણાંત તબીબની ટુકડી તહેનાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃ...

જાન્યુઆરી 3, 2026 7:18 પી એમ(PM)

views 7

પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે જિલ્લાના આયોજનના અનુદાનમાંથી સવા ગણું આયોજન કરવા જિલ્લા વિકાસ અધિકારીઓ – DDOને સૂચના આપી.

પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ મંત્રી ઋષિકેશ પટેલે જિલ્લાના આયોજનના અનુદાનમાંથી સવા ગણું એટલે કે, 125 ટકા આયોજન કરવા જિલ્લા વિકાસ અધિકારીઓ – DDOને સૂચના આપી છે. ગાંધીનગરમાં DDO પરિષદમાં તેમણે ગ્રામ્યસ્તરે ચાલી રહેલી વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું. બેઠકમાં મંત્...

જાન્યુઆરી 3, 2026 7:16 પી એમ(PM)

views 9

અમદાવાદના વરિષ્ઠ નાગરિકને ડિજિટલ અરેસ્ટ કરી છેતરપિંડી કરનારા 12 આરોપીની ધરપકડ.

અમદાવાદના એક વરિષ્ઠ નાગરિકને 20 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી છેતરપિંડી કરનારા 12 આરોપી પકડાયા છે. આરોપીઓએ પોલીસ, ED સહિતની સંસ્થાઓના અધિકારીઓની હોવાની ખોટી ઓળખ આપી સાત કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હોવાનું સાઇબર ક્રાઈમના ACP એચ.એસ.માંકડિયાએ જણાવ્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.