પ્રાદેશિક સમાચાર

મે 23, 2025 9:25 એ એમ (AM)

views 5

રાજ્યનાં અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગઈ કાલે સાંજે અને મોડી રાત્રે કેટલાંક જિલ્લાઓમાં વરસાદનાં અહેવાલ છે. સુરેન્દ્રનગરના અમારા પ્રતિનિધી જણાવે છે કે, સુરેન્દ્રનગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરમાં કેટલીક જગ્યાએ દુકાનોનાં છાપરા અને હોર્ડિંગ્સ ઉડયા હતા. પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છ...

મે 23, 2025 9:23 એ એમ (AM)

views 12

સુરત, કેશોદ અને ગાંધીનગર ખાતે એક કરોડનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન કચેરીએ સુરત, કેશોદ અને ગાંધીનગર ખાતે બનાવટી કોસ્મેટિક ઉત્પાદકો પર દરોડા પાડીને એક કરોડની કિંમતનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કચેરીને બાતમી મળતાં ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્યની ડ્રગની ટીમ દ્વારા વિવિધ સ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર કોસ્મે...

મે 23, 2025 9:21 એ એમ (AM)

views 21

બનાસ ડેરીએ ખેડૂતો પાસેથી દૂધનાં ખરીદ ભાવમાં વધારો

બનાસ ડેરીએ ખેડૂતો પાસેથી દૂધનાં ખરીદ ભાવમાં વધારો કર્યો છે. સણાદર ખાતે એક કાર્યક્રમમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરતા જણાવ્યું કે, ખેડૂતોને હવે પ્રતિ કિલો ફેટ 25 રૂપિયા વધુ મળશે. આ જાહેરાતથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવો ભાવ 1 જૂનથી લાગુ થશે.

મે 23, 2025 9:20 એ એમ (AM)

views 9

દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું આજે ઉદ્ઘાટન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણાના ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું ઉદ્ઘાટન કરશે. ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા-ATOAI દ્વારા ધરોઈ ખાતે સૌ પ્રથમવાર આયોજિત આ ‘એડ્વેન્ચર ફેસ્ટ’માં પ્રવાસીઓ માટે અતિઆધુનિક 21 AC ટેન્...

મે 22, 2025 7:36 પી એમ(PM)

views 8

દેશની એક લાખ 44 હજાર ગ્રામ પંયાયતમાંથી સુરતની પલસાણા ગ્રામ પંચાયતની રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ પુરસ્કાર માટે પસંદગી.

સુરતની પલસાણા ગ્રામ પંચાયતની રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ પુરસ્કાર માટે પસંદગી થઈ છે. ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ દેશની એક લાખ 44 હજાર ગ્રામ પંચાયતમાંથી પલસાણા ગ્રામ પંચાયતને ‘ગ્રાસરૂટ લેવલ ઇનિશિએટિવ્સ ફૉર ડિપનિંગ-વાયડનિંગ ઑફ સર્વિસ ડિલિવરી’ માટે આ પુરસ્કાર અપાશે. વિશાખાપટ્ટનમ ખાતે યોજાનારી ‘28મી ...

મે 22, 2025 7:33 પી એમ(PM)

views 10

આગામી 7 દિવસ વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં આગામી સાત દિવસ વિવિધ વિસ્તારમાં હળવા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરમિયાન માછીમારોને દરિયાની આસપાસ ન જવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આવતીકાલથી રાજ્યમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની શક્યતા પણ વ્યક્ત કરી છે. દરમિયાન દેવભૂમિદ્વારકાના દરિયામાં તોફાનના પગલે સ...

મે 22, 2025 3:33 પી એમ(PM)

views 9

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગૅમ્સમાં મહારાષ્ટ્રનાં દીક્ષા યાદવે ઑપન સી સ્વિમિંગમાં બે સુવર્ણ ચંદ્રક જીત્યાં

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગૅમ્સમાં મહારાષ્ટ્રનાં દીક્ષા યાદવે ઑપન સી સ્વિમિંગમાં બે સુવર્ણ ચંદ્રક જીત્યાં છે. દીવનાં અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે, 19 વર્ષનાં આ ખેલાડીએ આ સ્પર્ધામાં 10 અને પાંચ કિલોમીટરની સ્વિમિંગ સ્પર્ધામાં પહેલું સ્થાન મેળવી આ સિદ્ધિ હાંસલ કરી છે. જ્...

મે 22, 2025 3:31 પી એમ(PM)

views 11

મહીસાગર જિલ્લામાં આજે બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોના મોત

મહીસાગર જિલ્લામાં આજે બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. પ્રથમ ઘટનામાં લુણાવાડા વરધરી માર્ગ પર ડમ્પરે અડફેટે લેતા એક રાહદારીનું ઘટના સ્થળે મોત થયું. જ્યારે અન્ય એક અકસ્માત ખાનપુર તાલુકાના ભાદરોડ ગામ નજીક સર્જાયો હતો જેમાં ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર ઝાડ સાથે અથડાયું હતું.જે...

મે 22, 2025 3:29 પી એમ(PM)

views 10

અમદાવાદ શહેરના ગુરુકુળ રોડ પર આવેલા પૂર્વી ફ્લેટમાં એક મકાનમાં આગ લાગતાં અગ્નિશમન દળની 15 ગાડી ઘટનાસ્થળે પહોંચી

અમદાવાદ શહેરના ગુરુકુળ રોડ પર આવેલા પૂર્વી ફ્લેટમાં એક મકાનમાં આગ લાગતાં અગ્નિશમન દળની 15 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. અગ્નિશમન દળે ફ્લેટના નવ અને દસમા માળે રહેતા લોકોને બચાવ્યા હતા. ફ્લેટના ‘એ’ બ્લૉકમાં આઠમા માળે આવેલા ઘરના AC-માં બ્લાસ્ટ થતાં આગ લાગ્યાનું જાણવા મળ્યું છે.

મે 22, 2025 11:23 એ એમ (AM)

views 31

સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી

સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી થઇ છે. પલસાણા ગ્રામ પંચાયતને વિશેષ શ્રેણી “Grassroot Level Initiatives for Deepening/Widening of Service Delivery” માટે આ પુરસ્કાર આપવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા ૧૦૦ ટકા વેરા વસુલાતની ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.