પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 2, 2025 4:19 પી એમ(PM) એપ્રિલ 2, 2025 4:19 પી એમ(PM)

views 19

રાજ્ય સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો સમય લંબાવીને ૩૦ એપ્રિલ સુધી કર્યો

રાજ્ય સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો સમય લંબાવીને ૩૦ એપ્રિલ સુધી કર્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ચાલુ વર્ષે તુવેર પાકનું મબલખ વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે. કેન્દ્ર સરકારે તુવેર માટે પ્રતિ ક્વિન્ટલ સાત હજાર 550 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે. ટેકાનો ભાવ સારો મળતા રાજ્...

એપ્રિલ 2, 2025 9:55 એ એમ (AM) એપ્રિલ 2, 2025 9:55 એ એમ (AM)

views 2

બનાસકાંઠામાં ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટના મામલે ગોડાઉનના માલિક પિતા – પુત્રની ધરપકડ

બનાસકાંઠામાં ડીસા તાલુકાના ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટનામાં મધ્યપ્રદેશના 21 શ્રમિકના મોત નીપજ્યા છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, સ્થાનિક ગુનાશાખા- LCBએ આ મામલે ફેક્ટરીના માલિક પિતા અને પુત્રની ધરપકડ કરી છે. આ ઉપરાંત એક વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે. હાલમાં મધ્યપ્ર...

એપ્રિલ 2, 2025 9:49 એ એમ (AM) એપ્રિલ 2, 2025 9:49 એ એમ (AM)

views 2

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હડતાળ કરતા આરોગ્ય કર્મચારીઓને ચાર એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા અપીલ કરી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગત 15 દિવસથી હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને ચાર એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા જણાવ્યું છે. શ્રી પટેલે કહ્યું, આરોગ્ય કર્મીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. પગાર વધારાની બાબત સરકારની વિચારણા હેઠળ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

એપ્રિલ 2, 2025 9:47 એ એમ (AM) એપ્રિલ 2, 2025 9:47 એ એમ (AM)

views 3

રાજ્યમાં દેશની પહેલી રાષ્ટ્રીય સહકારી વિશ્વ-વિદ્યાલયની સ્થાપના કરાશે

રાજ્યમાં દેશની પહેલી રાષ્ટ્રીય સહકારી વિશ્વ-વિદ્યાલયની સ્થાપના કરાશે. રાજ્યસભામાં ગઈકાલે ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલય વિધેયક 2025 સર્વાનુમતે પસાર કરાયું હતું. લોકસભામાં પહેલા જ આ વિધેયક પસાર થઈ ગયું છે.આ વિધેયકમાં આણંદની ગ્રામ્ય વ્યવસ્થાપન સંસ્થાને એક વિશ્વ-વિદ્યાલય તરીકે સ્થાપિત કરવાની જોગવાઈ છે....

એપ્રિલ 1, 2025 7:17 પી એમ(PM) એપ્રિલ 1, 2025 7:17 પી એમ(PM)

views 3

યુવાઓમાં ધગશ અને ઈચ્છા શક્તિ હોય તો ભાષાકીય અવરોધ આવતો નથી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, યુવાઓમાં ધગશ અને ઈચ્છા શક્તિ હોય તો ભાષાકીય અવરોધ આવતો નથી. ગાંધીનગરમાં રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય- NFSU ખાતે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધાનાં ઈનામ વિતરણ સમારોહમાં શ્રી પટેલે કહ્યું, સંસ્કાર સિંચનના કાર્યમાં યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી છે. શ્રી ...

એપ્રિલ 1, 2025 7:03 પી એમ(PM) એપ્રિલ 1, 2025 7:03 પી એમ(PM)

views 3

બનાસકાંઠાના ડીસાના ફટાકડાના ગોડાઉનમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 એ પહોંચ્યો; બેની ધરપકડ

બનાસકાંઠાના ડીસાના ફટાકડાના ગોડાઉનમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 એ પહોંચ્યો છે. ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યકત કરતાં મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરી હતી. ઘટના અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ ફેક્ટરીમાં લાયસ...

એપ્રિલ 1, 2025 7:01 પી એમ(PM) એપ્રિલ 1, 2025 7:01 પી એમ(PM)

views 2

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને 4 એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા ચેતવણી આપી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને 4 એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા ચેતવણી આપી છે. શ્રી પટેલે જણાવ્યું કે આરોગ્ય કર્મચારીઓની હડતાળ બાબતે 15 દિવસથી ચર્ચા ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે ગ્રેડ પેમાં 7 હજાર કેડર છે અને પગાર વધારો સરકારની વિચારણા હેઠળ છે. શ્રી પટેલે ઉમેર્યું કે સં...

એપ્રિલ 1, 2025 7:00 પી એમ(PM) એપ્રિલ 1, 2025 7:00 પી એમ(PM)

views 3

અમદાવાદના સાબરમતી આશ્રમના પુનઃવિકાસ અંગે તુષાર ગાંધીની અરજી પર સુનાવણી કરવાનો સર્વોચ્ચ અદાલતનો ઇનકાર

સર્વોચ્ચ અદાલતે, ગુજરાત સરકાર દ્વારા અમદાવાદના સાબરમતી આશ્રમને પુનઃવિકાસ માટે હસ્તગત કરવા સામે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. આશ્રમનાં પુનઃવિકાસને મંજૂરી આપતા વર્ષ 2021નાં ઠરાવને રદ કરવાનો ઇનકાર કરતા ગુજરાત વડી અદાલતનાં ચૂકાદા સામેની સ્પેશ્યલ ...

એપ્રિલ 1, 2025 6:58 પી એમ(PM) એપ્રિલ 1, 2025 6:58 પી એમ(PM)

views 7

દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદ

હવામાન વિભાગની અગાહીને પગલે દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ડાંગ જિલ્લામાં વહેલી સવારે વરસાદના અહેવાલ છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. હવામાન વિભાગે આવતીકાલે કચ્છ, પોરબંદર, ભાવનગર અને દીવમાં હિટવેવની આગાહી કરી છે. પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું...

એપ્રિલ 1, 2025 6:55 પી એમ(PM) એપ્રિલ 1, 2025 6:55 પી એમ(PM)

views 4

ઇટલીમાં યોજાયેલી સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડીઓએ કાંસ્ય ચંદ્રક જીત્યો

ઇટલીમાં યોજાયેલી સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડીઓએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મહેસાણાના આશા ઠાકોર અને દાહોદના પિન્કલ ચૌહાણે ફ્લોરબૉલ રમતમાં કાંસ્ય ચંદ્રક જીતીને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. ઉલ્લેખનીય છે કે આશા ઠાકોર અને પિન્કલ ચૌહાણ છેલ્લાં 15 વર્ષથી ...