પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 3, 2025 4:00 પી એમ(PM) એપ્રિલ 3, 2025 4:00 પી એમ(PM)

views 2

મહીસાગરમાં નીચલી ગુણવત્તાની ખાદ્ય-ચીજોનું વેચાણ કરતી પેઢીઓને એક લાખ 77 હજાર રૂપિયાનો દંડ કરાયો

મહીસાગર જિલ્લામાં નીચલી ગુણવત્તાની ખાદ્ય-ચીજોનું વેચાણ કરતી પેઢીઓને એક લાખ 77 હજાર રૂપિયાનો દંડ કરાયો છે. જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય-ચીજોનું વેચાણ કરતા વેપારીઓ, પેઢીઓ પર દરોડા પાડી આકસ્મિક તપાસ કરાઇ હતી. તપાસ દરમિયાન ખાદ્ય-ચીજોના શંકાસ્પદ નમુનાઓ લઈ લેબોરેટરીમાં મોકલાયા હતા. જેમાં ...

એપ્રિલ 3, 2025 3:58 પી એમ(PM) એપ્રિલ 3, 2025 3:58 પી એમ(PM)

views 4

તલવારબાજીની ભારતીય ટીમમાં મહેસાણા જિલ્લાના સતલાસણાની યુવતી રીતુ પ્રજાપતિની પસંદગી થઈ

તલવારબાજીની ભારતીય ટીમમાં મહેસાણા જિલ્લાના સતલાસણાની યુવતી રીતુ પ્રજાપતિની પસંદગી થઈ છે. મહેસાણાના અમારા પ્રતિનધિ જયંતિ ચૌધરી જણાવે છે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી રીતુ પ્રજાપતિ ચીનમાં યોજાનારી જુનિયર વર્લ્ડ ફેન્સીગ ચેમ્પિયનશીપમાં ભારત તરફથી રમશે. તાજેતરમાં છત્તીસગઢના રાયપુરમાં યોજાયેલી રાષ્ટ્રી...

એપ્રિલ 3, 2025 3:19 પી એમ(PM) એપ્રિલ 3, 2025 3:19 પી એમ(PM)

views 7

PMJAYની 12મી ગવર્નિંગ બોડીની બેઠક આજે ગાંધીનગરમાં મળી

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના PMJAYની 12મી ગવર્નિંગ બોડીની બેઠક આજે ગાંધીનગરમાં મળી હતી. નવી શરુ કરેલી હેલ્પ લાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિકાલ કરવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સૂચના આપી હતી. PMJAY અંગે માહિતી અને જાણકારી મેળવવા આ હેલ્પલાઇનનો ઉપયોગ વધ્યો છે. ત્રણ મહિનામાં 10 હજાર જેટલાં કોલ આવ્યા છે. બે...

એપ્રિલ 3, 2025 10:15 એ એમ (AM) એપ્રિલ 3, 2025 10:15 એ એમ (AM)

views 5

નાગરિકોને સરકારની સાથે સહભાગી થઈ પર્યાવરણને બચાવવા કામ કરવાની આબોહવા પરિવર્તન વિભાગના મંત્રીની અપીલ

રાજ્યના આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળૂભાઈ બેરાએ નાગરિકોને સરકારની સાથે સહભાગી થઈ પર્યાવરણને બચાવવા કામ કરવાની અપીલ કરી છે. ગાંધીનગરમાં ગઈકાલે પ્રકૃતિપ્રેમીઓને ક્લાઈમૅટ ચૅન્જ પુરસ્કારથી સન્માનિત કરતા સમયે શ્રી બેરાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે પુરસ્કાર વિજેતાઓને પર્યાવરણની જાળવણી અંગે બીજાને પ્ર...

એપ્રિલ 3, 2025 10:11 એ એમ (AM) એપ્રિલ 3, 2025 10:11 એ એમ (AM)

views 2

રાજ્યના આઠ જિલ્લાની અદાલતના પરિસરમાં વકીલોને બેસવા અલાયદી બેઠક વ્યવસ્થા કરાશે

રાજ્યના આઠ જિલ્લાની અદાલતના પરિસરમાં વકીલોને બેસવા અલાયદી બેઠક વ્યવસ્થા કરાશે. મંત્રીમંડળની બેઠકમાં આ અંગે લેવાયેલા નિર્ણયો અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે જણાવ્યું કે, આ માટે 82 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

એપ્રિલ 3, 2025 10:10 એ એમ (AM) એપ્રિલ 3, 2025 10:10 એ એમ (AM)

views 8

સરકારી કચેરીઓમાં લોકોને હાલાકી ન પડે તેવું કામ કરવા મુખ્યમંત્રીની સૂચના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કચેરીઓમાં લોકોને હાલાકી ન ભોગવવી પડે તેવું કામ કરવા સૂચના આપી છે. ગઈકાલે મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, મુખ્યમંત્રીએ લાંબા સમયથી પડતર અરજદારોની અરજીનો ઝડપી નિકાલ આવે તેવા પ્રયાસ હાથ ધરવાની સૂચના આપી છે.રાજ્યના જન...

એપ્રિલ 2, 2025 7:45 પી એમ(PM) એપ્રિલ 2, 2025 7:45 પી એમ(PM)

views 2

માધવપુર મેળામાં આયોજિત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં 600થી વધુ ખેલાડીઓ ભાગ લેશે

આગામી 6 એપ્રિલે શરૂ થતાં માધવપુર મેળામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા આયોજિત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં 600થી વધુ ખેલાડીઓ વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. જેમાં રાજ્યના 352 પુરુષો અને 272 મહિલાઓ મળીને કુલ 624 ખેલાડીઓ ભાગ લેશે. ગુજરાત સરકાર આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા ખેલ પ્રતિભાઓને પ્ર...

એપ્રિલ 2, 2025 7:41 પી એમ(PM) એપ્રિલ 2, 2025 7:41 પી એમ(PM)

views 2

ડિસાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાની સઘન તપાસ કરવા રાજ્ય સરકારે ચાર સભ્યોની વિશેષ સમિતી રચી

બનાસકાંઠાના ડિસામાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાની સઘનતપાસ કરવા રાજ્ય સરકારે મહેસુલ વિભાગના સચિવ ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની ચાર સભ્યોની ખાસ તપાસ સમિતિ - SITની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ સમિતિ સમગ્ર બનાવની તપાસ કરીને 15 દિવસમાં સરકારને અહેવાલ રજૂ કરશે. દરમિયાન, આજે ગાંધીનગ...

એપ્રિલ 2, 2025 7:33 પી એમ(PM) એપ્રિલ 2, 2025 7:33 પી એમ(PM)

views 5

આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટવેવની આગાહી

હવામાન વિભાગે આજથી આગામી 7 દિવસ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટવેવની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાં ધીમેધીમે સરેરાશ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે, તેમ હવામાન વિભાગના નિયામક એ.કે.દાસે જણા...

એપ્રિલ 2, 2025 4:09 પી એમ(PM) એપ્રિલ 2, 2025 4:09 પી એમ(PM)

views 4

પોરબંદરના માધવપુર ખાતે છ-થી નવ એપ્રિલ માધવપુર ઘેડ મેળો યોજાશે.

પોરબંદરના માધવપુર ખાતે છ-થી નવ એપ્રિલ માધવપુર ઘેડ મેળો યોજાશે. આ વખતે સમગ્ર રાજ્યમાં આ મેળાની ઉજવણી કરાશે. તેના ભાગરૂપે અમદાવાદ, વડોદરા, સુરત, અને સોમનાથ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થયો છે. સત્તાવાર યાદી મુજબ, આજે વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં 400 કલા...