પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 5, 2025 3:26 પી એમ(PM) એપ્રિલ 5, 2025 3:26 પી એમ(PM)

views 3

અરવલ્લી જિલ્લા પોલિસે ડ્રોનની મદદથી ગાંજો પકડ્યો

અરવલ્લી જિલ્લા પોલિસે ડ્રોનની મદદથી ગાંજો પકડ્યો છે. મોડાસા તાલુકાના ભચડીયા ગામની સીમમાં ઘાસની આડમાં ગાજાનું વાવેતર કર્યું હોવાની જાણકારીને પગલે અરવલ્લી જિલ્લા એસઓજી અને ગ્રામ્ય પોલીસની ટીમે તપાસ કરી હતી.

એપ્રિલ 5, 2025 3:25 પી એમ(PM) એપ્રિલ 5, 2025 3:25 પી એમ(PM)

views 3

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાતથી 10 એપ્રિલ દરમિયાન પોર્ટુગલ અને સ્લોવકીયાની મુલાકાતે જશે

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાતથી 10 એપ્રિલ દરમિયાન પોર્ટુગલ અને સ્લોવકીયાની મુલાકાતે જશે. સુશ્રી મુર્મુના પ્રતિનિધિમંડળમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની સાથે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિના પોર્ટુગલ અને સ્લોવાકિયા પ્રવાસ દરમ્યાન બંને દેશો વચ...

એપ્રિલ 5, 2025 3:24 પી એમ(PM) એપ્રિલ 5, 2025 3:24 પી એમ(PM)

views 5

આવતી કાલે માધવપુર ખાતે ઘેડ મેળાનાં પ્રારંભ પૂર્વે પૂર્વ ભારતના કલાકારો સોમનાથની મુલાકાતે આવ્યા

આવતી કાલે માધવપુર ખાતે ઘેડ મેળાનાં પ્રારંભ પૂર્વે પૂર્વ ભારતના કલાકારો સોમનાથની મુલાકાતે આવ્યા છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે સવારે ૪૦૦ કલાકારો સાથે ધ્વજાપૂજા કરી હતી. ઉલ્લેખનીય છે કે આજે સાંજે સાત વાગે સોમનાથ મંદિર પાસે આવેલી ચોપાટી ખાતે આ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામા...

એપ્રિલ 5, 2025 3:22 પી એમ(PM) એપ્રિલ 5, 2025 3:22 પી એમ(PM)

views 2

મહીસાગરના લૂણાવાડામાં આવેલા કાલિકા ડુંગર પર પૌરાણિક કાલિકા માતાના મંદિરે આજે ચૈત્રી આઠમે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું

મહીસાગરના લૂણાવાડામાં આવેલા કાલિકા ડુંગર પર પૌરાણિક કાલિકા માતાના મંદિરે આજે ચૈત્રી આઠમે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. મીની પાવાગઢ તરીકે ઓળખાતા મહાકાળી માતાજીના મંદિરે આજે ચૈત્રી નવરાત્રીની આઠમના પાવન દિવસે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે.

એપ્રિલ 5, 2025 3:19 પી એમ(PM) એપ્રિલ 5, 2025 3:19 પી એમ(PM)

views 3

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પ્રસિધ્ધ અમલસાડી ચીકુને જીઆઈ ટેગ આપવામાં આવ્યો

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પ્રસિધ્ધ અમલસાડી ચીકુને વૈશ્વિક ભૌગોલિક ઓળખ આપતા જીયોગ્રાફીકલ ઇન્ડિકેશન-જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી કેનિંગ ફેકટરી, સહકારી મંડળીઓ અને ખેડૂત આલમમાં આનંદ વ્યાપી ગયો છે. નવસારી-વલસાડ જિલ્લા ફળ અને શાકભાજી સંઘ, ગણદેવી તરફથી ચીકુનો જીઆઈ ટેગ મેળવવા માટે વર્ષ 2021 મ...

એપ્રિલ 5, 2025 3:18 પી એમ(PM) એપ્રિલ 5, 2025 3:18 પી એમ(PM)

views 2

આરોગ્ય કર્મચારીઓની માંગણી અંગે સરકાર વિચારણા કરશે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, આરોગ્ય કર્મચારીઓની માંગણી અંગે સરકાર વિચારણા કરશે. પાલનપુરમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, પગાર વધારો કે ગ્રેડ પેથી આઠ હજાર જેટલી કેડર અથવા પંચાયતી કેડરને અસર થાય તેમ હોવાથી વિસ્તૃત સમીક્ષા બાદ નિર્ણય લેવામાં આવશે. આજે શ્રી પટેલનાં હસ્તે પાલનપુ...

એપ્રિલ 5, 2025 10:06 એ એમ (AM) એપ્રિલ 5, 2025 10:06 એ એમ (AM)

views 2

પાટણ જિલ્લામાં આવતીકાલે રામનવમી નિમિત્તે શહેરમાં ભગવાન શ્રીરામની 38મી શોભાયાત્રા યોજાશે

પાટણ જિલ્લામાં આવતીકાલે રામનવમી નિમિત્તે શહેરમાં ભગવાન શ્રીરામની 38મી શોભાયાત્રા યોજાશે. વાજતેગાજતે યોજાનારી ભગવાન રામચંદ્રની આ યાત્રાને લઈ લોકોમાં વિશેષ આનંદ જોવા મળી રહ્યો છે. શોભાયાત્રા શાંતિથી યોજાય અને મોટી સખ્યામાં ભક્તો ભગવાનના દર્શનનો લાભ લઈ શકે તે હેતુથી ગઈકાલે પાટણ શહેર પોલીસ દ્વારા ફ્લેગ ...

એપ્રિલ 5, 2025 10:01 એ એમ (AM) એપ્રિલ 5, 2025 10:01 એ એમ (AM)

views 2

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોના શિક્ષણ અને મનોરંજન માટે રેડિયોને શક્તિશાળી માધ્યમ ગણાવ્યું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોના શિક્ષણ અને મનોરંજન માટે રેડિયોને શક્તિશાળી માધ્યમ ગણાવ્યું છે. ગઈકાલે આકાશવાણી, અમદાવાદની મુલાકાતે આવેલા રાજ્યપાલે આકાશવાણીના અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધન કર્યું. દરમિયાન તેમણે દેશની પ્રાચીન પરંપરા જાળવવામાં અને સાંસ્કૃતિક વારસાને ભાવિ પે...

એપ્રિલ 5, 2025 10:00 એ એમ (AM) એપ્રિલ 5, 2025 10:00 એ એમ (AM)

views 5

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરમાં હડતાળ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે ગાંધીનગરમાં હડતાળ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. આરોગ્ય કર્મચારીઓના આગેવાન રણજિતસિંહ મોરીએ પત્રકારો સાથેની વાતચીતમાં આ બેઠક હકારાત્મક રહી હોવાનું જણાવ્યું હતું. બેઠકમાં ગ્રેડ પૅ અને ખાતાકીય પરીક્ષા અંગે ચર્ચા થઈ. હવે આરોગ્ય વિભાગ સાથે આગામી સમયમાં બી...

એપ્રિલ 5, 2025 9:50 એ એમ (AM) એપ્રિલ 5, 2025 9:50 એ એમ (AM)

views 3

માધવપુર ઘેડ મેળાની ઉજવણીના ભાગરૂપે આજે સોમનાથમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

પોરબંદરમાં આવતીકાલે માધવપુર ઘેડ મેળાનો પ્રારંભ થશે. તેની ઉજવણીના ભાગરૂપે આજે સોમનાથ મંદિર પરિસરના ચોપાટી મેદાન ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. અગાઉ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજી તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, સોમનાથમાં સાંજે સાત વાગ્યે ...