પ્રાદેશિક સમાચાર

જૂન 3, 2025 10:23 એ એમ (AM)

views 17

વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીમાં કડીમાં 18 અને વિસાવદરમાં 31 ફોર્મ ભરાયા. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી

રાજ્યની વિધાનસભાની ખાલી પડેલી કડી અને વિસાવદરની બે બેઠકો માટે 19મી જૂને મતદાન છે. જ્યારે 23 જૂને મતગણતરી હાથ ધરાશે. આ બંને બેઠકો માટે ગઇકાલે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે કડીમાં 18 અને વિસાવદરમાં 31 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આજે ભરાયેલા ફોર્મની ચકાસણી હાથ ધરાશે. જ્યારે પાંચમી જૂન ઉમેદવારી પરત ખે...

જૂન 2, 2025 9:32 એ એમ (AM)

views 6

GCAS પોર્ટલ મારફતે પ્રથમ તબક્કામાં સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં 61 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ નિશ્ચિત કર્યો

શૈક્ષણિક વર્ષ 2025-26 માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે GCAS પોર્ટલ દ્વારા પહેલા તબક્કાના પહેલા ભાગની પ્રવેશ કામગીરી હેઠળ પ્રવેશ નિશ્ચિત કરાયા છે. અત્યાર સુધીમાં 61 હજાર 540 વિદ્યાર્થીઓએ પ્રવેશ નિશ્ચિત કર્યો છે. આ તબક્કાના આગામી 3 ભાગ હેઠળ આગળની પ્રવેશ કામગીરી હાથ ધરાશે. જયારે આવતીકાલથી...

જૂન 2, 2025 9:31 એ એમ (AM)

views 10

N.F.S.A. કેવાઇસી માટે દાંતાના વહિવટદારે નિઃશુલ્ક ઘઉનું વિતરણ કરીને અનોખુ અભિયાન શરૂ કર્યુ

રાજ્ય સરકારે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો –NFSA હેઠળ મફત અનાજ વિતરણ યોજનાની અવધિ 5 જૂન સુધી લંબાવી છે. અગાઉ આ યોજના 31 મે સુધી લાગુ હતી. તમામ લાભાર્થીને 5 જુન સુધીમાં યોજનાનો લાભ મેળવી લેવા ડાંગ જિલ્લા પુરવઠા તંત્રની યાદીમાં જણાવાયુ છે.

જૂન 2, 2025 9:29 એ એમ (AM)

views 10

રાજ્યની 8 હજાર 326 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે જાહેરનામુ પ્રસિધ્ધ થશે

રાજ્યની આઠ હજાર 326 ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી 22 જૂને યોજાનારી છે. રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર આજે ચૂંટણી માટેનું વિધિવત જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવશે. આ જાહેરનામુ પ્રસિદ્ધ થવાની સાથે જ ઉમેદવારી પત્રક ભરવાની મુદત પણ શરૂ થશે. કાર્યક્રમ મુજબ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 જૂન છે. ...

જૂન 2, 2025 9:26 એ એમ (AM)

views 7

રાજ્યની વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો માટેની પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ – ભાજપે બે અને કોંગ્રેસે એક ઉમેદવારના નામની જાહેરાત કરી

રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની કડી અને વિસાવદરની બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે . આગામી 19 જૂને મતદાન થશે. ત્યારે ભાજપ, કોંગ્રેસ, આમઆદમી પાર્ટી અને પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ કરી દીધી છે. આ વિઘાનસભાની ચૂંટણી માટે ભાજપે ગઇકાલે બે ઉમેદવારોની જાહેરાત ક...

જૂન 1, 2025 9:46 એ એમ (AM)

views 12

દૂધના મહત્વને ઉજાગર કરવા દર વર્ષે પહેલી જૂને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવા તેમજ ડેરી ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે પહેલી જૂને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દૂધ માત્ર પૌષ્ટિક આહાર જ નહીં પરંતુ પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની આજીવિકાનું મહત્વપૂર્ણ માધ્યમ પણ છે.ભારતનું દૂધ ઉત્પાદન દરવર્ષે 5.7 ટકાન...

જૂન 1, 2025 9:43 એ એમ (AM)

views 16

પીએમ સ્વનિધિ યોજના હેઠળ રાજ્યમાં ગત વર્ષે 4 લાખ 79 હજાર વિક્રેતાઓને સશક્ત બનાવાયા

કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની મહત્વની પહેલ- પીએમ સ્વનિધિ યોજનાના 5 વર્ષ પૂર્ણ થયા છે. આ યોજનાના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું છે. આ યોજના હેઠળ રાજ્યમાં ગત વર્ષે 4 લાખ 79 હજાર વિક્રેતાઓને સશક્ત બનાવાયા છે.

જૂન 1, 2025 9:43 એ એમ (AM)

views 22

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું – જે નારીશક્તિ પારણું ઝુલાવી શકે તે યુદ્ધ મેદાનમાં તલવાર ચલાવવા પણ સમર્થ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, જે નારીશક્તિ પારણું ઝુલાવી શકે તે યુદ્ધ મેદાનમાં તલવાર પણ ચલાવી શકે છે. દેવી અહિલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જયંતીની ઉજવણી નિમિત્તે અમદાવાદના વસ્ત્રાલ ખાતે યોજાયેલા મલ્ટિમીડિયા શો દરમિયાન શ્રી પટેલે આ મુજબ જણાવ્યું.તેમણે ઉમેર્યું કે દેવી અહિલ્યાબાઈ હોલકર બહાદુર શાસક...

જૂન 1, 2025 9:41 એ એમ (AM)

views 10

“ઓપરેશન શિલ્ડ” અંતર્ગત રાજ્યભરમાં ગઇકાલે નાગરિક સંરક્ષણ મોકડ્રીલ યોજાઈ

રાજ્યના સરહદી જિલ્લા સહિત તમામ જિલ્લામાં ગઇકાલે નાગરિક સંરક્ષણની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાઈ. જ્યારે સાંજે સાડા સાત વાગ્યા બાદ બ્લેક આઉટ પણ કરાયું. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ અને નાગરિક સંરક્ષણ મહનિદેશક મનોજ અગ્રવાલે “ઓપરેશન શિલ્ડ” સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની સમ...

મે 31, 2025 8:16 પી એમ(PM)

views 13

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યમાં લોકજાગૃતિના કાર્યક્રમો યોજાયા

આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ તમાકુની હાનિકારક અસરો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. તમાકુ ફક્ત વ્યક્તિના શરીરને ખોખલો જ નથી કરતો, પરંતુ તે એક સુખી પરિવારનો પણ નાશ કરે છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ નિષેધ દિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.