પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 8, 2025 7:49 પી એમ(PM) એપ્રિલ 8, 2025 7:49 પી એમ(PM)

views 11

મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતેથી ‘પોષણ પખવાડિયા ૨૦૨૫’નો રાજ્યવાપી શુભારંભ કરાવ્યો

મહિલા અને બાળ વિકાસમંત્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતેથી ‘પોષણ પખવાડિયા ૨૦૨૫'નો રાજ્યવાપી શુભારંભ કર્યો. આ પ્રસંગે શ્રીમતી બાબરિયાએ જણાવ્યું કે કહ્યું, સગર્ભા સ્ત્રી, માતાઓ અને બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. સ્વસ્થ જીવન માટે પોષણ ખૂબ જ મહત્વનું પરિબળ હોવાનું જણાવ...

એપ્રિલ 8, 2025 7:53 પી એમ(PM) એપ્રિલ 8, 2025 7:53 પી એમ(PM)

views 5

રાજ્ય સરકારે વિવિધ પ્રકારની સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કર્યો

રાજ્ય સરકારે વિવિધ પ્રકારની સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવા સુધારા આગામી 10 એપ્રિલથી અમલી બનશે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે સ્ટેમ્પ ડ્યુટી કાયદાના અમલમાં સરળતા લાવવા આ નિર્ણય કરાયો છે, જે મુજબ વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલ પુત્રીના વારસ...

એપ્રિલ 8, 2025 3:37 પી એમ(PM) એપ્રિલ 8, 2025 3:37 પી એમ(PM)

views 2

પાટણના જૈન યાત્રાધામ શંખેશ્વર ધામે ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે અદ્યતન બસ સ્ટેશનનું લોકાપર્ણ

પાટણ જિલ્લાના જૈન યાત્રાધામ શંખેશ્વર ધામે ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે અદ્યતન બસ સ્ટેશનનું આજે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં હવે અમદાવાદ, વડોદરા, સુરતથી સીધી શંખેશ્વરની નવી બસો દોડશે. અંદાજે બે કરોડ ૫૭ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ નવા બસ સ્ટેશનનું લોકાર્પ...

એપ્રિલ 8, 2025 3:34 પી એમ(PM) એપ્રિલ 8, 2025 3:34 પી એમ(PM)

views 6

અમદાવાદની રબારી વસાહતોના એક હજારથી વધુ માલધારી પરિવારોને તેમના ઘરનો કાયમી માલિકી હક્ક મળશે.

અમદાવાદની રબારી વસાહતોના એક હજારથી વધુ માલધારી પરિવારોને તેમના ઘરનો કાયમી માલિકી હક્ક મળશે. પ્રવર્તમાન જંત્રીના 15 ટકા મુજબની રકમ અને ટ્રાન્સફર ફી ભરીને કબજેદારો હવે જમીનનો કાયમી માલિકી હક્ક મેળવી શકશે. કાયમી માલિકી હક્ક મેળવવા કબજેદારે AMCની બાકી ભાડા, લેણાં અને વેરાની રકમ પણ ભરપાઈ કરવાની રહેશે

એપ્રિલ 8, 2025 3:31 પી એમ(PM) એપ્રિલ 8, 2025 3:31 પી એમ(PM)

views 5

હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું

રાજ્યમાં હિટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. ત્યારે હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોરબી તેમજ રાજકોટમાં ઓરેન્જ તેમજ સુરેન્દ્રનગર , બોટાદ અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના સૂરતમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એ...

એપ્રિલ 8, 2025 3:16 પી એમ(PM) એપ્રિલ 8, 2025 3:16 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે કરાયેલી સુવિધાઓને કાયમી ધોરણે પ્રસ્થાપિત કરવાની નેમ વ્યક્ત કરી છે. શ્રી પટેલે આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી હતી. તેમણે પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓ સાથે સંવાદ અને નર્મદા પરિક્ર...

એપ્રિલ 7, 2025 10:09 એ એમ (AM) એપ્રિલ 7, 2025 10:09 એ એમ (AM)

views 4

ધોલેરા સત્યાગ્રહ–સિંધુડોની 95મી જયંતી અવસરે બોટાદના રાણપુર સ્થિત શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે અનોખું ગાંધી સ્મૃતિ સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું

ધોલેરા સત્યાગ્રહ–સિંધુડોની 95મી જયંતી અવસરે બોટાદના રાણપુર સ્થિત શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે અનોખું ગાંધી સ્મૃતિ સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજથી 100 વર્ષ પૂર્વે રાણપુરમાં મહાત્મા ગાંધીની મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની મહાત્મા ગાંધી સાથેની સૌપ્રથમ મુલાકાત અહીં થઈ હ...

એપ્રિલ 7, 2025 10:08 એ એમ (AM) એપ્રિલ 7, 2025 10:08 એ એમ (AM)

views 1

અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી જ્ઞાનદા સોસાયટીમાં ગઈકાલે સાંજે આગ લાગવાની ઘટના બની હતી

અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી જ્ઞાનદા સોસાયટીમાં 24 નંબરના વનસ્થલી નામના બંગલામાં ગઈકાલે સાંજે આગ લાગવાની ઘટના બની હતી. AC રિપેરિંગમાં વપરાતા ગેસના બાટલાને લઈને આગ વિકરાળ બની હતી. ઘટનાની જાણ થતા ફાયરની ગાડીઓ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આગ એટલી ભયંકર અને વિશાળ હતી કે એસીના નાના બાટ...

એપ્રિલ 7, 2025 10:05 એ એમ (AM) એપ્રિલ 7, 2025 10:05 એ એમ (AM)

views 2

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે દાંડીથી ભીમરાડ સુધીની પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે ગઇકાલે દાંડીથી ભીમરાડ સુધીની પદયાત્રાને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. 6 એપ્રિલ 1930ના રોજ મહાત્મા ગાંધીજીએ દાંડી ખાતે ચપટી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. જેના માનમાં આ પદયાત્રાનું આયોજન કરાયું છે. યાત્રામાં મહાત્મા ગાંધીજીના વેશમાં ગાંધીપ્...

એપ્રિલ 7, 2025 10:02 એ એમ (AM) એપ્રિલ 7, 2025 10:02 એ એમ (AM)

views 2

રાજ્યભરની શાળાઓમાં ધોરણ 3થી 5 અને 9 અને 11ની શાળાકીય પરિક્ષાઓનો આજથી પ્રારંભ

આજથી ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ 3થી 5 અને ધોરણ 9 અને 11ની શાળાકીય પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે.પ્રાથમિક શાળાઓની પરીક્ષા 25 એપ્રિલે અને માધ્યમિક પરીક્ષા 21 એપ્રિલે પૂર્ણ થશે. ધોરણ છથી આઠની પરીક્ષા 16 એપ્રિલથી શરૂ થશે.