પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 12, 2025 8:47 એ એમ (AM) એપ્રિલ 12, 2025 8:47 એ એમ (AM)

views 4

મુખ્યમંત્રીએ લોકોને કેચ ધ રેન, એક પેડ મા કે નામ, સ્વચ્છ ભારત જેવા અભિયાનમાં જોડાવા અપીલ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વરસાદના એક-એક ટીપાંને બચાવવા માટે ગુજરાતના દરેક જિલ્લામાં અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક ખાનગી ટીવી ચેનલના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ લોકોને કેચ ધ રેન, એક પેડ મા કે નામ, સ્વચ્છ ભારત અને મેદસ્વિતા મુક્ત ભારત જેવા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.શ્રી...

એપ્રિલ 12, 2025 8:45 એ એમ (AM) એપ્રિલ 12, 2025 8:45 એ એમ (AM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે આણંદ જિલ્લાના પેટલાદ ખાતે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે આણંદ જિલ્લાની મુલાકાતે આવશે. શ્રી પટેલ પેટલાદ કોલેજ ચોકડી પાસે ૩૧ કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીની મુલાકાતને ધ્યાનમાં લઇ જિલ્લા વિકાસ અધિકારી અધિકારી સુશ્રી દેવહૂતિના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજાઈ હતી.

એપ્રિલ 11, 2025 3:22 પી એમ(PM) એપ્રિલ 11, 2025 3:22 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે જુનાગઢમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે જુનાગઢમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે શ્રી પટેલે પોતાના સંબોધનમાં લોકોને ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત પાણી બચાવવા અને પાણીનો સંગ્રહ કરવા અપીલ કરી હતી. તેમણે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા નવ સંકલ્પને જીવનમ...

એપ્રિલ 11, 2025 3:20 પી એમ(PM) એપ્રિલ 11, 2025 3:20 પી એમ(PM)

views 3

રાજ્ય સરકારે રાજ્યના તમામ શ્રમિકોને બપોરના સમયે કામ ન કરાવવા આદેશ કર્યો

રાજ્ય સરકારે રાજ્યના તમામ ઉદ્યોગો, બાંધકામ વિસ્તાર, મનરેગા વર્કર્સ, ઈંટભઠ્ઠા તથા અન્ય સ્થળે કામ કરતા શ્રમિકોને બપોરના સમયે કામ ન કરાવવા આદેશ કર્યો છે. શ્રમ આયોગની કચેરી દ્વારા આ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તેમાં શ્રમિકોને બપોરે એકથી ચાર વાગ્યા સુધી કામગીરી ન કરાવવા સૂચના આપવામાં આવી છે. ...

એપ્રિલ 11, 2025 3:18 પી એમ(PM) એપ્રિલ 11, 2025 3:18 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ધર્મપત્ની પૂજ્ય કસ્તૂરબા ગાંધીની આજે 156મી જન્મજયંતી…

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ધર્મપત્ની પૂજ્ય કસ્તૂરબા ગાંધીની આજે 156મી જન્મજયંતી છે. આ પ્રસંગે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે આજે પૂજ્ય કસ્તૂરબા ગાંધીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પૂજ્ય કસ્તૂરબા ગાંધીનો જન્મ 11 એપ્રિલ અઢાર સો ઓગણસિત્તેર-ના રોજ પોરબંદરમાં થયો હતો. જ્યારે 22 ફેબ્...

એપ્રિલ 11, 2025 3:16 પી એમ(PM) એપ્રિલ 11, 2025 3:16 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 18 એપ્રિલે ગાંધીનગરની મુલાકાતે આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 18 એપ્રિલે ગાંધીનગરની મુલાકાતે આવશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, શ્રી શાહ ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ- ગુડાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી શાહ મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલા સેક્ટર 21 અને...

એપ્રિલ 11, 2025 9:48 એ એમ (AM) એપ્રિલ 11, 2025 9:48 એ એમ (AM)

views 3

સુરત રેલવે મથકથી આગામી 20 એપ્રિલથી સુરત-મહુવા એક્સપ્રેસ ટ્રેન નિર્ધારિત સમય રાત્રે 10 વાગ્યાની જગ્યાએ કરતા 30 મિનિટ પહેલા એટલે કે, સાડા નવ વાગ્યે ઉપડશે

સુરત રેલવે મથકથી આગામી 20 એપ્રિલથી સુરત-મહુવા એક્સપ્રેસ ટ્રેન નિર્ધારિત સમય રાત્રે 10 વાગ્યાની જગ્યાએ કરતા 30 મિનિટ પહેલા એટલે કે, સાડા નવ વાગ્યે ઉપડશે. મળતી માહિતી મુજબ, યાત્રિઓની સુવિધા માટે સુરત, વડોદરા અને અમદાવાદ વિભાગ પર સમયસર ટ્રેન દોડાવવા રેલવે વિભાગે આ નિર્ણય કર્યો છે. એટલે આગામી 20 એપ્રિલે...

એપ્રિલ 11, 2025 9:44 એ એમ (AM) એપ્રિલ 11, 2025 9:44 એ એમ (AM)

views 1

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાને હસ્તે મેમોરિયલ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાને હસ્તે દેવાયત બોદર આહીર અને રા-નવઘણ સહિતના યોદ્ધાઓની શૌર્ય ગાથા દર્શાવતા મેમોરિયલ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ચાર કરોડને ખર્ચે બનનારા દેવાયત બોદર, રા-નવઘણ, વાલ્મિકી ભીમડા અને વાલબાઈના સ્મારકનાં ખાતમૂહુર્ત પ્રસંગે જામનગરના સાંસદ...

એપ્રિલ 11, 2025 9:39 એ એમ (AM) એપ્રિલ 11, 2025 9:39 એ એમ (AM)

views 4

માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીનાં લગ્નનાં સમાપન બાદ ગઈ કાલે દ્વારકામાં રથનું આગમન થયું હતું

માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીનાં લગ્નનાં સમાપન બાદ ગઈ કાલે દ્વારકામાં રથનું આગમન થયું હતું. દ્વારકાધીશ મંદિર ખાતે રથ આવી પહોંચતા પુજારી પરિવાર દ્વારા તેમનું ધામધૂમ પૂર્વક સ્વાગત કરાયું હતું. દ્વારકામાં ભક્તિમય માહોલ વચ્ચે વિવાહનો સત્કાર સમારંભ યોજાયો. દ્વારકા સર્કિટ હાઉસ પાછળના મેદાન ખાતે ભવ...

એપ્રિલ 11, 2025 8:59 એ એમ (AM) એપ્રિલ 11, 2025 8:59 એ એમ (AM)

views 3

યાત્રાધામ બહુચરાજીમાં ચૈત્રી પુનમના ત્રણ દિવસના પરંપરાગત મેળાનો પ્રારંભ

બહુચરાજી માતાજીના મંદિરના સાનિધ્યમાં ચૈત્રી પુનમના પરંપરાગત મેળાનો પ્રારંભ થયો છે. ગઈ કાલે જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિ અને ધારાસભ્ય સુખાજી ઠાકોરે દીપ પ્રાગટ્ય કરી ત્રિ દિવસીય ચૈત્રી પૂનમના મેળાનો પ્રારંભ કરાવ્યો.આ પ્રસંગે જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિએ જણાવ્યું કે, આસ્થા, ભક્તિ અને સેવાના ત્રિવેણી સ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.