પ્રાદેશિક સમાચાર

જૂન 15, 2025 3:54 પી એમ(PM)

views 7

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના DNA મેચ થયા

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના DNA મેચ થયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે આજે સવારે 11 કલાકે સ્વર્ગસ્થ રૂપાણીના DNA મેચ થયા હતા. આજે બપોર બાદ રૂપાણી પરિવાર તેમની અંતિમયાત્રા અંગે અંતિમ નિર્ણય લેશે.

જૂન 15, 2025 4:08 પી એમ(PM)

views 9

અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં 32 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા – અત્યાર સુધીમાં કુલ 12 મૃતદેહ પરિવારજનો સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં 32 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 14 મૃતદેહ પરિવારજનો સોંપાયા છે. રાજ્ય સરકાર દ્વારા મૃતદેહોની ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે જણાવ્યું કે, જે ડીએનએ સેમ્પલ મેચ થયા છે તેમનાં પાર્થિવદેહ પરિવારજનોને સન્...

જૂન 15, 2025 10:04 એ એમ (AM)

views 7

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે લોકરક્ષક કેડરની કુલ 12 હજાર જેટલી વિવિધ જગ્યાઓ માટે લેખિત પરીક્ષા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે લોકરક્ષક કેડરની કુલ બાર હજાર જેટલી વિવિધ જગ્યાઓ માટે લેખિત પરીક્ષા યોજાશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજવામાં આવેલી શારીરીક કસોટીમાં દસ લાખ 73 હજાર ઉમેદવારો પૈકી લોકરક્ષક કેડરમાં ઉર્તિણ થયેલા બે લાખ 47 હજાર 503 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે.લોકરક્ષકની લેખિતી પ...

જૂન 15, 2025 10:01 એ એમ (AM)

views 10

રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણ પલટાયુ, ગોંડલમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો – પંચમહાલમાં વિજળી પડવાથી મોકળ ગામના સરપંચનું મોત

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગઈકાલ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ઉકળાટ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હોવાનું ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ની યાદી જણાવે છે.ગઈકાલે સવારે 6થી રાત્રિના 10 વાગ્યા સુધીમાં રાજકોટના ગોંડલ તાલુકામાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉ...

જૂન 15, 2025 10:01 એ એમ (AM)

views 6

દુર્ઘટનામાં મેડિકલ હોસ્ટેલમાં મૃત્યુ પામનારા તબીબોના પરિજનોને 25-25 લાખ રૂપિયાનું વળતર આપવાની એર ઇન્ડિયાની જાહેરાત

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ દુર્ઘટનાના પીડિતોની ઓળખ માટેના ચાલી રહેલા પ્રયાસો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગઇકાલે રાત્રે નવ વાગ્યા સુધીમાં 19 D.N.A. નમૂનાઓ મેચ થયા છે, સોશિયલ મીડિયા પોસ્ટમાં, ગુજરાતના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FS...

જૂન 15, 2025 9:57 એ એમ (AM)

views 8

વિમાન દુર્ઘટનામાં D.N.A મેચ થયા બાદ ઓળખ કરાયેલા મૃતદેહોનો સોંપવાની કામગીરી શરૂ

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોમાંથી શનિવાર સાંજ સુધીમાં કુલ 11 મૃતકોના DNA સેમ્પલ મેચ કરી લેવાયા છે. જેમાંથી એક પાર્થિવ દેહની ઓળખ કરીને તેને પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી રાહત, બચાવ અને ઓળખની કામગીરી અંગે માહિતી આપવા માટે રાહત કમિશનર આલોક પાંડે અને અમદાવાદ સિવિલ...

જૂન 15, 2025 9:55 એ એમ (AM)

views 10

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના પરિજનોના D.N.A. ટેસ્ટ માટે 248 લોકોના નમૂના લેવાયા

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ મૃતકોના સગાઓના નમૂનાઓ લેવાની કામગીરી એફ.એસ.એલની ત્રણ ટીમ દ્વારા ડીએનએ સેમ્પલ એનાલીસીસની કામગીરી ચાલી રહી છે તેમાં અત્યાર સુધીમાં 248 સગાં-સંબંધીઓના બલ્ડ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જ્યારે વધુ 11 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે તેમાંથી 9 મૃતદેહો સુપરત કરવામાં આવ્યાં છે જ્યારે અન...

જૂન 14, 2025 7:41 પી એમ(PM)

views 12

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ આજે અમદાવાદ સિવિલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ આજે અમદાવાદ સિવિલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ યોજીને શ્રી ખડગેએ કહ્યું કે, બ્લેક બોક્સ મળ્યું છે તેમાંથી સત્ય બહાર આવશે. અત્યારે કોઈના પર આરોપ મૂકવો યોગ્ય નથી.

જૂન 14, 2025 7:38 પી એમ(PM)

views 9

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ અગાઉ ગાંધીનગરમાં ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા FSL અને રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયની પણ મુલાકાત લીધી હતી. તેમણે DNA પરીક્ષણની કામગીરીની સમીક્ષા કરી હતી. દરમિયાન તેમણે FSL ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યો...

જૂન 14, 2025 7:37 પી એમ(PM)

views 12

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મંત્રીએ મૃતદેહો જ્યાં રાખવામાં આવ્યા છે તે કોલ્ડ સ્ટોરેજ રૂમની પણ મુલાકાત લીધી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી. દરમિયાન, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં DNA મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. સિવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.