પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 18, 2025 3:04 પી એમ(PM) એપ્રિલ 18, 2025 3:04 પી એમ(PM)

views 2

સુરત જિલ્લાના કામરેજનાં ગળતેશ્વર ખાતે તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયા

સુરત જિલ્લાના કામરેજનાં ગળતેશ્વર ખાતે તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનાં અહેવાલ છે. સુરત જિલ્લાના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે, એક મહિલા સહિત બે પુરુષ નદીમાં ડૂબી ગયા હતા. અગ્નિશમન વિભાગની ટૂકડીએ ત્રણેય મૃતદેહ તાપી નદીમાંથી બહાર કાઢ્યા હતા. સુરતના કતારગામથી પાંચ લોકો ગળ...

એપ્રિલ 18, 2025 10:50 એ એમ (AM) એપ્રિલ 18, 2025 10:50 એ એમ (AM)

views 6

નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે 5 વર્ષથી શરૂ થયેલી પાસપોર્ટ ઓફિસમાં અત્યાર સુધીમાં 40 હજાર પાસપોર્ટ કાઢવામાં આવ્યાં

નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે 5 વર્ષથી શરૂ થયેલી પાસપોર્ટ ઓફિસમાં અત્યાર સુધીમાં 40 હજાર પાસપોર્ટ કાઢવામાં આવ્યાં છે. પાંચ વર્ષ અગાઉ પાસપોર્ટ ઓફીસનું લોકાર્પણ વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકરના હસ્તે કરવામાં આવ્યું હતું.ગત 15 એપ્રિલના રોજ ડૉ. એસ જયશંકરે રાજપીપલા સ્થિત પાસપોર્ટ ઓફીસની મુલાકાત કરી અને 5 ઓફિસ...

એપ્રિલ 18, 2025 10:08 એ એમ (AM) એપ્રિલ 18, 2025 10:08 એ એમ (AM)

views 23

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દરમિયાન 55 કરોડ રૂપિયાથી વધુનો નાગરિકોનો ગુમ થયેલો સર સામાન ગુજરાત પોલીસ દ્વારા પરત કરાયો

રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી ‘તેરા તુજકો અર્પણ’ પહેલ રાજ્યભરમાં સારા પરિણામો આપી રહી છે. ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં માત્ર ત્રણ મહિનામાં બે હજાર 108 કાર્યક્રમો યોજી ગુજરાત પોલીસે 55 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ મુ...

એપ્રિલ 17, 2025 6:57 પી એમ(PM) એપ્રિલ 17, 2025 6:57 પી એમ(PM)

views 8

રાજ્યમાં આગામી 21 એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 21 એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. તેમણે કહ્યું કે, એક હજાર 903 કરોડ રૂપિયાના કુલ 3 લાખ 36 હજાર મેટ્રિક ટન ચણાના જથ્થાની અને 767 કરોડ રૂપિયાના એક લાખ 29 હજાર મેટ્રિક ટન રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. શ્રી પટેલે જણાવ્યું કે...

એપ્રિલ 17, 2025 6:55 પી એમ(PM) એપ્રિલ 17, 2025 6:55 પી એમ(PM)

views 1

ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની નવી કચેરીઓના બાંધકામ માટેના અનુદાનમાં વધારો કરાયો

રાજ્ય સરકારે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની નવી કચેરીઓના બાંધકામ માટેના અનુદાનમાં વધારો કરાયો છે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ, નવી કચેરીના નિર્માણ માટે ગ્રામ પંચાયતોને 25 થી 40 લાખ રૂપિયાની રકમ વસ્તીના ધોરણે અપાશે. ગ્રામ પંચાયત સાથે તલાટી-કમ-મંત્રી આવાસ પણ નિર્માણ થવાથી ગ્રામ્ય સ...

એપ્રિલ 17, 2025 6:50 પી એમ(PM) એપ્રિલ 17, 2025 6:50 પી એમ(PM)

views 3

પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઇવે પર અકસ્માતમાં 6 લોકોનાં મોત

પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઇવે પર આજે સર્જાયેલા અકસ્માતમાં 6 લોકોનાં મોતના અહેવાલ છે. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે માતાના મઢથી હિંમતનગર તરફ જતી એસટી બસ અને રીક્ષા વચ્ચે આ ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

એપ્રિલ 17, 2025 6:49 પી એમ(PM) એપ્રિલ 17, 2025 6:49 પી એમ(PM)

views 10

આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી

આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી છે. હવામાન વિભાગના નિયામક એ કે દાસના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. દરમિયાન, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા એરપોર્ટ ખાતે નોંધાયું...

એપ્રિલ 17, 2025 6:48 પી એમ(PM) એપ્રિલ 17, 2025 6:48 પી એમ(PM)

views 3

અંદાજે 12 લાખ 88 હજારથી વધુ લોકોએ ગયા વર્ષે રાજ્યના ચાર વારસા સ્થળોની મુલાકાત લીધી

યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં દર વર્ષે ૧૮ એપ્રિલના રોજ ‘વિશ્વ વારસા દિવસ’ ઉજવવામાં આવે છે. દેશનાં 43 વિશ્વ વારસા સ્થળોમાં સમાવેશ પામેલા ગુજરાતનાં ચાર વારસા સ્થળોની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે 12 લાખ 88 હજારથી વધુ લોકોએ આ ચાર વારસા સ્થળોની મુલાકાત લીધી હતી.

એપ્રિલ 17, 2025 3:21 પી એમ(PM) એપ્રિલ 17, 2025 3:21 પી એમ(PM)

views 2

ગાંધીનગરના ચિલોડામાં વાહન ફિટનેસ કૌભાંડ ઝડપાયું

ગાંધીનગરના ચિલોડામાં વાહન ફિટનેસ કૌભાંડ ઝડપાયું છે. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે એસએસ સ્ટોન ઓટોમેટિક ટેસ્ટિંગ નામના ખાનગી ફિટનેસ કેન્દ્રએ એક હજાર 126 વાહનોના ફિટનેસ ટેસ્ટ લીધા હતા, જેમાં 669 વાહનોની ભૌતિક ચકાસણી કરવામાં આવી ન હતી. કેન્દ્રએ વાહનોના જૂના ફોટા સાથે છેડછાડ કરી ટે...

એપ્રિલ 17, 2025 3:19 પી એમ(PM) એપ્રિલ 17, 2025 3:19 પી એમ(PM)

views 2

ખેલ મહાકુંભનાં ત્રીજા તબક્કાનાં ભાગ રૂપે રાજકોટમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ

રાજ્યભરમાં ચાલી રહેલા ખેલ મહાકુંભનાં ત્રીજા તબક્કાનાં ભાગ રૂપે રાજકોટમાં આજે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, ૨૦૧૦ માં ખેલ મહાકુંભનો પ્રારંભ થયા બાદ ૧૫ વર્ષના ગાળામાં ૬૬ લાખથી વધુ ખેલાડીઓએ ઉત...