પ્રાદેશિક સમાચાર

એપ્રિલ 27, 2025 3:39 પી એમ(PM) એપ્રિલ 27, 2025 3:39 પી એમ(PM)

views 3

છેલ્લા કેટલાંક વર્ષોમાં અમદાવાદ વૈશ્વિક ગરમી સામે લડાઈ લડનારાં મુખ્ય શહેરોમાંનું એક બન્યું-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, છેલ્લા કેટલાંક વર્ષોમાં અમદાવાદ વૈશ્વિક ગરમી સામે લડાઈ લડનારાં મુખ્ય શહેરોમાંનું એક બન્યું છે. મન કી બાતની 121મી કડીમાં શ્રી મોદીએ કહ્યું, અમદાવાદમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં 70 લાખથી વધુ વૃક્ષો લગાવાયાં છે. આ વૃક્ષોએ અમદાવાદમાં હરિયાળો વિસ્તાર ઘણો વધારી દીધો છે....

એપ્રિલ 27, 2025 7:07 એ એમ (AM) એપ્રિલ 27, 2025 7:07 એ એમ (AM)

views 3

રાજ્યના માનુષ શાહ અને દિયા ચિતાલેની જોડીએ WTT કન્ટેન્ડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો મિક્સ ડબલ્સના ખિતાબ જીત્યો

રાજ્યના માનુષ શાહ અને દિયા ચિતાલેની જોડીએ WTT કન્ટેન્ડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો મિક્સ ડબલ્સના ખિતાબ જીત્યો છે. ગઈકાલે ટ્યુનિશિયાની રાજધાની ટ્યુનિસમાં રમાયેલી ફાઇનલમાં, માનુષ અને દિયાની જોડીએ જાપાનની સોરા માત્સુશિમા અને મિવા હરિમોટોની બીજી ક્રમાંકિત જોડીને 3-2 થી હરાવીને ખિતાબ જીત્યો છે.

એપ્રિલ 27, 2025 7:06 એ એમ (AM) એપ્રિલ 27, 2025 7:06 એ એમ (AM)

views 3

અમદાવાદથી ગાંધીનગરના સચિવાલય સુધીની મેટ્રો સેવાનો આજથી આરંભ

અમદાવાદની મૅટ્રો ટ્રેનની સેવાઓ આજથી સચિવાલય સુધી લંબાવવામાં આવશે. ગુજરાત મૅટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ- G.M.R.C.ની યાદી મુજબ, આ સાથે જ કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કૉલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર 10-એ, સચિવાલય એમ સાત નવા મથક પણ કાર્યરત્ થશે

એપ્રિલ 27, 2025 7:05 એ એમ (AM) એપ્રિલ 27, 2025 7:05 એ એમ (AM)

views 3

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ ઉપર તવાઇ. ભેળસેળયુક્ત ખાદ્ય તેલનો જથ્થો જપ્ત

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે બેરલ માર્કેટમાં આવેલા મિલન ઓઇલસ પ્રાઇવેટ લિમિટેડ નામના ગોડાઉનમાંથી ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ પામોલીન અને સોયાબીન તેલનો જથ્થો જપ્ત કર્યો છે. કુલ 105 જેટલા ડબ્બાઓ જપ્ત કરી સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત પાલડી વિસ્તારમાં આવેલા યશ્સ્વી...

એપ્રિલ 27, 2025 7:08 એ એમ (AM) એપ્રિલ 27, 2025 7:08 એ એમ (AM)

views 3

ગુજરાત લો યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં 286 વિદ્યાર્થીઓને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધિશોના હસ્તે પદવી એનાયત

ગાંધીનગરની ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી -GNLUનો ૧૫મા દીક્ષાંત સમારોહ ગઇકાલે યોજાયો હતો. સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશ બેલા ત્રિવેદી અને જસ્ટીસ અરવિંદ કુમારના હસ્તે અંડર ગ્રેજ્યુએટ ૨૦૧૯થી 20૨૪ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ૨૦૨૩-૨૦૨૪ની બેચના કુલ ૨૮૬ વિદ્યાર્થીઓને કાયદાની વિવિધ ડિગ્રી એનાયત કરવામાં આવી હત...

એપ્રિલ 27, 2025 6:53 એ એમ (AM) એપ્રિલ 27, 2025 6:53 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમની 121મી કડીમાં આકાશવાણી પરથી પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષય ઉપર પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 121મી કડી હશે. હિન્દીમાં 'મન કી બાત' કાર્યક્રમનાં પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શ...

એપ્રિલ 26, 2025 7:53 પી એમ(PM) એપ્રિલ 26, 2025 7:53 પી એમ(PM)

views 7

રાજ્યમાં યોજાયેલા વિવિધ રોજગાર મેળામાં કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં એક હજારથી વધુ યુવાનોને નિમણૂકપત્રો અપાયાં.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રોજગાર મેળામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં 51 હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. દરમિયાન વડોદરામાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં 764 અને સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટી...

એપ્રિલ 26, 2025 7:49 પી એમ(PM) એપ્રિલ 26, 2025 7:49 પી એમ(PM)

views 3

જળશક્તિ મંત્રાલય દ્વારા છોટાઉદેપુરનાં સરપંચ ડૉક્ટર બીનાબેન રાઠવાને બેસ્ટ લર્નરનો પુરસ્કાર એનાયત કરાયો.

જળશક્તિ મંત્રાલય દ્વારા છોટાઉદેપુરનાં ડુંગરવાંટ જૂથ ગ્રામ પંચાયતનાં સરપંચ ડૉક્ટર બીનાબેન રાઠવાને બેસ્ટ લર્નરનો પુરસ્કાર એનાયત કરાયો છે. નવી દિલ્હી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સુશ્રી રાઠવાને આ પુરસ્કાર અપાયો. કાર્ય...

એપ્રિલ 26, 2025 7:12 પી એમ(PM) એપ્રિલ 26, 2025 7:12 પી એમ(PM)

views 2

રાજ્ય પોલીસે ‘શસ્ત્ર’ પ્રૉજેક્ટ અંતર્ગત સવા બે મહિનામાં પાંચ હજાર 529 ગુના નોંધ્યા.

રાજ્ય પોલીસે શરીર સંબંધી ગુનાઓ પર અંકુશ લાવવા શરૂ કરેલ પ્રૉજેક્ટ અંતર્ગત સવા બે મહિનામાં પાંચ હજાર 529 ગુના નોંધ્યા છે. સત્તાવાર યાદી મુજબ, ગત 16 ફેબ્રુઆરીથી શરૂ કરાયેલા આ પ્રૉજેક્ટ અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 33 અસરગ્રસ્ત પોલીસમથક વિસ્તારમાં ‘ઇવનિંગ પોલિસિંગ’ પર વિશેષ ભાર મુકાયો છે. ...

એપ્રિલ 26, 2025 3:04 પી એમ(PM) એપ્રિલ 26, 2025 3:04 પી એમ(PM)

views 6

રાજ્યમાં આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં

રાજ્યમાં આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. તેમજ મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે. દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જ...