પ્રાદેશિક સમાચાર

જુલાઇ 4, 2025 5:27 પી એમ(PM)

views 10

ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લામાં લાભાર્થી સંતૃપ્તિ કેમ્પ યોજાયા

ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાના ભવાનદગડ, રંભાસ અને પિપલદહાડ પ્રાથમિક શાળા ખાતે લાભાર્થી સંતૃપ્તિ કેમ્પ યોજાયા. અભિયાન અંતર્ગત છોટાઉદેપુરમાં આવતીકાલે તમામ તાલુકામાં શિબિર યોજાશે.

જુલાઇ 4, 2025 9:21 એ એમ (AM)

views 5

રાજ્યમાં સૌપ્રથમ અમલમાં મૂકાયેલી ‘રિન્ગ ફૅન્સિંગ ડિજિટલ વૉલેટ ટ્રાન્સફર’ પહેલના પ્રથમ તબક્કામાં 674 બહેનોને સહાય ચૂકવાઈ

રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ વખત ‘રિન્ગ ફૅન્સિંગ ડિજિટલ વૉલેટ ટ્રાન્સફર’ પહેલ અમલમાં મૂકવામાં આવી છે. આ વિશેષ ડિજિટલ વ્યવસ્થા હેઠળ લાભાર્થી બહેનોનાં વ્યક્તિગત ડિજિટલ વૉલેટમાં સીધી સહાય જમા થશે. આ પહેલના પ્રથમ તબક્કામાં 674 બહેનોને ડિજિટલ વૉલેટ મારફતે સીધી આજીવિકા સહાય મળી છે.આ વર્ષના અંત સુધીમાં અંદાજ...

જુલાઇ 4, 2025 8:56 એ એમ (AM)

views 11

અમદાવાદ હવાઈ મથક પરથી સાડા છ કિલો કેફી પદાર્થ સાથે એક મહિલા મુસાફરની ધરપકડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતર-રાષ્ટ્રીય હવાઈ મથક પરથી એક મહિલા મુસાફર પાસેથી સાડા છ કિલો કેફી પદાર્થ મળી આવ્યો. ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઇન્ટેલિજૅન્સ D.R.I.ને મળેલી માહિતીના આધારે થાઈલૅન્ડના બેન્કૉકથી આવેલી ઉડાનમાં આવેલી મહિલા મુસાફરની ધરપકડ કરી તેને અદાલતમાં રજૂ કરવામાં આવી.અન્ય એક કેસમાં બીજી ફ...

જુલાઇ 4, 2025 8:55 એ એમ (AM)

views 10

રાજ્યમાં નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોનો આજે ગાંધીનગરમાં અભિવાદન સમારોહ યોજાશે

રાજ્યના નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોનો આજે ગાંધીનગરમાં અભિવાદન સમારોહ યોજાશે. મહાત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા ચાર હજાર 876 સરપંચ તેમજ મહિલા સમરસ ગ્રામ પંચાયતોના સભ્યો સામેલ થશે. તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ 103 ગ્રામ પંચાયત ...

જુલાઇ 3, 2025 8:40 એ એમ (AM)

views 10

પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ઘટાડવાની લોક જાગૃતિ માટે આજે “વિશ્વ પ્લાસ્ટિક બેગમુક્તિ દિવસ” મનાવાશે

સમગ્ર વિશ્વમાં આજે 'વિશ્વ પ્લાસ્ટિક બેગ મુક્તિ દિવસ' મનાવાશે. પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ઘટાડવા અને જાગૃતિ લાવવા આ દિવસ મનાવાય છે.રાજ્યના વિવિધ જાહેર સ્થળોએ પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટાડવા બેગ ATM મૂકવામાં આવ્યા હતા. આ નિર્ણય બાદ માત્ર 200 દિવસમાં એક લાખથી વધુ નાગરિકોએ કાપડની થેલીનો ઉપયોગ કરી પર્યાવરણ બચ...

જુલાઇ 3, 2025 8:36 એ એમ (AM)

views 18

સુરત મહાનગરપાલિકા દ્વારા એક કરોડ 60 લાખ રૂપિયાના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ મથક તૈયાર કરાયું

સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણમાં એક કરોડ 60 લાખ રૂપિયાના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ મથક તૈયાર કરાયું છે. લાઈટ ઍન્ડ ઍનર્જી ઍફિસેસીઝ સેલના કાર્યપાલક ઈજનેર પ્રકાશ પંડ્યાએ જણાવ્યું, આ ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે 100 કિલોવૉટ ક્ષમતા ધરાવતા રૂફટૉપ સૉલાર પાવર પ્લાન્ટ અને પ્રતિકલાકે 224 કિલોવૉટ ક્ષમતા ...

જુલાઇ 3, 2025 8:29 એ એમ (AM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગ્રામીણ સશક્તિકરણને વેગ આપવાની ગુજરાત પાસે ઉત્તમ તક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાત પાસે આંતર-રાષ્ટ્રીય સહકાર વર્ષ 2025ને સફળ બનાવવા નવા સહકારી મૉડેલ્સને પ્રોત્સાહન આપીને ગ્રામીણ સશક્તિકરણને વેગ આપવાની ઉત્તમ તક આવી છે. ગાંધીનગરમાં ગઈકાલે આંતર-રાષ્ટ્રીય સહકાર વર્ષ 2025ની રાજ્યવ્યાપી ઉજવણી માટેની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી પટેલે ...

જુલાઇ 2, 2025 7:07 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સચિવાલય પરિસરમાં કાચની બોટલમાં પાણી મળી શકે તેવા સુવિધા કેન્દ્રનો આરંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સચિવાલય પરિસરમાં કાચની બોટલમાં પાણી મળી શકે તેવા સુવિધા કેન્દ્રનો આરંભ કરાવ્યો. આ સુવિધા અંતર્ગત હવે પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં “સખી નીર”ના નામથી પીવાનું પાણી આપવામાં આવશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે આ સુવિધા શરૂ થતાં સચિવાલય...

જુલાઇ 2, 2025 7:05 પી એમ(PM)

views 9

GCAS અંતર્ગત નોંધણી અને પ્રવેશ માટે વધુ એક તબક્કામાં પાંચ રાઉન્ડ શરૂ કરાશે

રાજ્યની કોલેજોમાં પ્રવેશ માટેની સમાન પ્રક્રિયા - GCAS અંતર્ગત નોંધણી અને પ્રવેશ માટે વધુ એક તબક્કામાં પાંચ રાઉન્ડ શરૂ કરાશે. આ વિશેષ તબક્કામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ આવતીકાલ એટલે કે 3 જુલાઇ સુધી નોંધણી કરી શકશે. ત્યાર બાદ તારીખ 7 થી 11 દરમિયાન 5 જેટલા રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. ગાંધીનગર ...

જુલાઇ 2, 2025 7:03 પી એમ(PM)

views 13

રાજ્યના બેલીફ કર્મચારીઓનું ફિક્સ મુસાફરી ભથ્થું વધારીને પ્રતિ માસ 2 હજાર 500 રૂપિયા કરાયું

રાજ્યના ન્યાયતંત્રમાં ફરજ બજાવતાં બેલીફ કર્મચારીઓનું ફિક્સ મુસાફરી ભથ્થું-FTA વધારીને પ્રતિ માસ 2 હજાર 500 રૂપિયા કરાયું. રાજ્ય સરકારના આ કર્મયોગી હિતલક્ષી નિર્ણય અંતર્ગત બેલીફ કર્મચારીઓને હાલમાં આપવામાં આવતા માસિક 200 રૂપિયાના FTAમાં રાજ્ય સરકારના અન્ય સંવર્ગો મુજબ વધારો કરીને ખાસ ભથ્થુ મંજૂર કરાયુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.