પ્રાદેશિક સમાચાર

મે 4, 2025 10:08 એ એમ (AM) મે 4, 2025 10:08 એ એમ (AM)

views 3

તોલમાપ તંત્રએ રાજ્યવ્યાપી દરોડા પાડી ખેતી ઉપકરણોના 190 જેટલા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરી

રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા વિવિધ જિલ્લાઓમાં ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને ખેતીના સાધનોના વિક્રેતાઓ પર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન તંત્ર દ્વારા કાયદાનો ભંગ કરનારા 190 જેટલા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરી અંદાજે ચાર લાખ 95 હજાર રૂપિયાનો દંડ કરાયો.દરોડા દરમિયાન કરાયેલી તપાસમાં વિક્રે...

મે 4, 2025 10:06 એ એમ (AM) મે 4, 2025 10:06 એ એમ (AM)

views 3

મહેસુલ વિભાગનાં અધિક મુખ્ય સચિવે ઉનાળામાં હિટવૅવને લઈ તકેદારીના પગલાં લેવા તમામ કલેક્ટરોને અનુરોધ કર્યો

આણંદ જિલ્લામાં મહેસુલ વિભાગ દ્વારા તમામ જિલ્લાના કલેક્ટરો માટેની પરિસદ યોજાઈ, જેમાં મહેસુલ વિભાગનાં અધિક મુખ્યસચિવ જયંતી રવિએ આધુનિક ટેક્નોલૉજીના મહત્તમ ઉપયોગ થકી નાગરિકોને ઝડપી અને અસરકારક મહેસુલી સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું. તેમણે જિલ્લા સ્તરે અન્ય સરકારી વિભાગો સાથે સ...

મે 4, 2025 10:04 એ એમ (AM) મે 4, 2025 10:04 એ એમ (AM)

views 5

રાજ્યમાં 75 હજારથી વધુ પરીક્ષાર્થીઓ આજે નીટની પરીક્ષા આપશે

મેડિકલમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા એટલે કે, નીટ-ની પરીક્ષા આજે રાજ્ય સહિત દેશભરમાં યોજાશે. અંદાજે એક લાખ બેઠક પર પ્રવેશ માટે યોજાનારી આ પરીક્ષા રાજ્યના 75 હજારથી વધુ પરીક્ષાર્થીઓ આપશે. જ્યારે દેશભરમાંથી 24 લાખથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.આજે બપોરે 2થી 5 વાગ્યે સુધી યોજાનારી...

મે 4, 2025 10:03 એ એમ (AM) મે 4, 2025 10:03 એ એમ (AM)

views 2

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે કહ્યું, ભારત વૈશ્વિક રોકાણ માટે નેતૃત્વ કરનારો દેશ બની રહ્યો છે

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે કહ્યું, આજનું ભારત માત્ર ગ્રાહક નહીં, પરંતુ વૈશ્વિક રોકાણનું નેતૃત્વ કરનારું બની રહ્યું છે. સુરતમાં ગઈકાલે ગ્લૉબલ ઇન્વેસ્ટર કૉન્ફરન્સની સાતમી આવૃત્તિમાં પોતાના સંબોધનમાં શ્રી પાટીલે આ મુજબ જણાવ્યું હતું.સોશિયલ મીડિયા પર તેમણે જણાવ્યું કે, આ પરિસદમાં રોકાણ અને ...

મે 3, 2025 7:49 પી એમ(PM) મે 3, 2025 7:49 પી એમ(PM)

views 3

હવામાન વિભાગે આજથી 8 મે દરમિયાન રાજ્યમાં અનેક સ્થળોએ ભારે પવન સાથે માવઠાની આગાહી કરી

હવામાન વિભાગે આજથી 8 મે દરમિયાન રાજ્યમાં અનેક સ્થળોએ ભારે પવન સાથે માવઠાની આગાહી કરી છે. પરિણામે આવનારા 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી જેટલો ઘટાડો થશે. પવનની ઝડપ 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતાઓ છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પં...

મે 3, 2025 7:48 પી એમ(PM) મે 3, 2025 7:48 પી એમ(PM)

views 3

રાજ્યની એક હજાર 700 થી વધુ શાળાઓને આધુનિક ટેક્નોલોજી યુક્ત બનાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો

રાજ્યની એક હજાર 700 થી વધુ શાળાઓને આધુનિક ટેક્નોલોજી યુક્ત બનાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા એ જણાવ્યું છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફની પહેલના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત રાજ્યની 515 અનુદાનિત પ્રા.શાળાઓ અને ૯૦ થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી એક ...

મે 3, 2025 7:46 પી એમ(PM) મે 3, 2025 7:46 પી એમ(PM)

views 4

રાજ્યમાં ગેરકાયદેસર રહેતા વિદેશી ઘુસણખોરોને શોધવાની કાર્યવાહી પૂરજોશમાં શરૂ

રાજ્યમાં ગેરકાયદેસર રહેતા વિદેશી ઘુસણખોરોને શોધવાની કાર્યવાહીનાં ભાગ રૂપે અમદાવાદમાંથી અત્યાર સુધી 212 બાંગ્લાદેશી પકડવામા આવ્યા છે. ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે ત્રણ દિવસની ઝૂંબેશ બાદ સ્થિતિનો તાગ મેળવવા પોલિસ કમિશનર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આજે ઘટના સ્થળની મુલાકાત લીધી ...

મે 3, 2025 3:10 પી એમ(PM) મે 3, 2025 3:10 પી એમ(PM)

views 2

ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા વધારાની બસો દોડાવાશે

ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રાજ્યોનાં મોટા શહેરોને જોડતી દૈનિક ૧ હજાર ૪૦૦થી વધુ અને પ્રવાસન સ્થળો તથા આંતરરાજ્ય મુસાફરી માટે વધારાની બસો દોડાવવામાં આવશે. નિગમની યાદીમાં જણાવ્યા મુજબ સુરતથી સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત...

મે 3, 2025 3:08 પી એમ(PM) મે 3, 2025 3:08 પી એમ(PM)

views 3

તાપી જિલ્લાના સોનગઢ, ઉકાઇ અને નિઝર સહિતનાં તાલુકાઓનાં 54 ગામોમાં પાણી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો.

તાપી જિલ્લાના સોનગઢ, ઉકાઇ અને નિઝર સહિતનાં તાલુકાઓનાં 54 ગામોમાં પાણી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો. ઉકાઈ ડેમમાંથી સિંચાઇનું પાણી આપવાની 900 કરોડ રૂપિયાની યોજનાના ભાગ રૂપે આજે પ્રથમ તબક્કામાં નવા નીરનાં વધામણા કરવા પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે આ તાલુકાઓના ગ્રામીણ વિસ્તારની મુલાકાત લીધી હતી. આ યોજના...

મે 3, 2025 3:06 પી એમ(PM) મે 3, 2025 3:06 પી એમ(PM)

views 2

નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પ સાથે યોગ શિબિર યોજાઈ ગઈ.

નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પ સાથે યોગ શિબિર યોજાઈ ગઈ. યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય બોર્ડના ચેરમેન શીશપાલજી તથા “ગુજરાત રાજ્ય યોગ બોર્ડ “ના સભ્યો દ્વારા યોગ અને પ્રાણાયમની તાલીમ આપવામાં આવી હતી. શીશપાલજીએ વ્યસ્ત જીવનશૈલી વચ્ચે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ...