પ્રાદેશિક સમાચાર

મે 9, 2025 7:48 પી એમ(PM) મે 9, 2025 7:48 પી એમ(PM)

views 4

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ કરવામાં આવી

ભારત પાકિસ્તાન સંઘર્ષની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, મહાનગરપાલિકા તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. સત્તાવાર યાદી અનુસાર રજા પર ...

મે 9, 2025 7:19 પી એમ(PM) મે 9, 2025 7:19 પી એમ(PM)

views 4

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર સુરક્ષા દળોની હિલચાલ અંગે પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર સુરક્ષા દળોની હિલચાલ અંગે પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં શ્રી સંઘવીએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર સેનાનું મનોબળ તુટે તેવા લખાણો પોસ્ટ કરનાર લોકો સામે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેમ...

મે 9, 2025 7:07 પી એમ(PM) મે 9, 2025 7:07 પી એમ(PM)

views 7

રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટ્યું- આજે 37 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં આવતીકાલથી કમોસમી વરસાદનું જોર ઘટશે. જ્યારે આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે. દાસે જણાવ્યું હતું. રાજ્યમાં મહતમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રા...

મે 9, 2025 3:29 પી એમ(PM) મે 9, 2025 3:29 પી એમ(PM)

views 6

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારત પાકિસ્તાન સંઘર્ષને લઇ નાગરિકોને કોઈ અફવા કે ખોટા સંદેશ પર ધ્યાન ન આપવા અનુરોધ કર્યો.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારત પાકિસ્તાન સંઘર્ષને લઇ નાગરિકોને કોઈ અફવા કે ખોટા સંદેશ પર ધ્યાન ન આપવા અનુરોધ કર્યો. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુરક્ષાદળોના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠક બાદ શ્રી સંઘવીએ આ મુજબ જણાવ્યું હતું.

મે 9, 2025 3:26 પી એમ(PM) મે 9, 2025 3:26 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આજે ટેલિફૉનિક વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આજે ટેલિફૉનિક વાતચીત કરી હતી. શ્રી મોદીએ સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજન અંગે માહિતી મેળવી. તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું. મુખ્યમંત્રીએ સોશિયલ મી...

મે 9, 2025 3:23 પી એમ(PM) મે 9, 2025 3:23 પી એમ(PM)

views 2

રાજ્યમાં હજી પણ કેટલાક જિલ્લામાં વરસી રહ્યો છે વરસાદ

રાજ્યમાં હજી પણ કેટલાક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સત્તાવાર યાદી મુજબ, આજે બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 30 તાલુકામાં વરસાદ નોંધાયો. દરમિયાન સૌથી વધુ એક ઈંચ જેટલો વરસાદ ગાંધીનગરના દહેગામ અને ભરૂચના વાગરા તાલુકામાં વરસ્યો છે. જ્યારે મહેસાણાના ઊંઝા, સુરતના મહુવા, ભાવનગરના ઘોઘા, ભરૂચના જંબુસર, વલસાડન...

મે 9, 2025 3:32 પી એમ(PM) મે 9, 2025 3:32 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે રાજ્યના ભૂમિદળ નૌકા દળ, વાયુસેના અને તટરક્ષકના અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના સચિવો સાથે બેઠક યોજી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે રાજ્યના ભૂમિદળ નૌકા દળ, વાયુસેના અને તટરક્ષકના અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના સચિવો સાથે બેઠક યોજી. બેઠકમાં શ્રી પટેલે કટોકટીની સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઇન, સેટેલાઈટ ફોન જેવા દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરી લેવાની તાકીદ ક...

મે 9, 2025 9:46 એ એમ (AM) મે 9, 2025 9:46 એ એમ (AM)

views 5

કચ્છના સરક્રિક અને ખાવડામાં પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડવામાં આવ્યા.. સરહદી જીલ્લાઓ કચ્છ અને બનાસકાંઠાના કેટલાંક ગામડાઓમાં અંધારપટ

કચ્છના સર ક્રીક વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે. ગઇકાલે કચ્છ સરહદ પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરતા ત્રણ ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે બે ડ્રોન પરત ફર્યા હોવાનું સામે આવ્યું છે. સરહદે સર્જયેલા તંગ માહોલ વચ્ચે સુરક્ષાના ભાગરૂપે કચ્છના ભુજ, નલિયા, લખપત અને ખાવડામાં બ્લેક આઉટ કર...

મે 9, 2025 9:44 એ એમ (AM) મે 9, 2025 9:44 એ એમ (AM)

views 3

ગૃહ રાજ્ય મંત્રીએ ગઈ મોડી રાત્રે ગાંધીનગર ખાતે રાજ્યની સલામતીના પગલાંની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી

દેશમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરહદી રાજ્ય હોવાથી સરહદી જિલ્લાની પરિસ્થિતિ પર સતત નજર રાખવા ગાંધીનગરમાં એક બેઠક યોજાઇ હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ઈમરજન્સી સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સંબંધિત જિલ્લાના કલેક્ટરો...

મે 9, 2025 9:41 એ એમ (AM) મે 9, 2025 9:41 એ એમ (AM)

views 3

ગત રાત્રી દરમિયાન પાકિસ્તાન દ્વારા કચ્છથી લઇને જમ્મુ વિસ્તારમાં કરવામાં આવેલા ડ્રોન અને મિસાઇલ હુમલાઓને ભારતે નિષ્ફળ બનાવ્યાં.

પાકિસ્તાન દ્વારા કચ્છથી લઇને જમ્મુ તેમજ પશ્ચિમ સરહદ નજીકના કેટલાંક લશ્કરી મથકોને નિશાન બનાવીને કરેલા હવાઈ હુમલાઓને ભારતે નિષ્ફળ બનાવ્યા છે. ગુરૂવારે રાત્રે પાકિસ્તાનનાં ડ્રોન અને મિસાઇલોને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. સશસ્ત્ર દળોએ જણાવ્યું છે કે, આ હૂમલાઓમાં ભારતને કો...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.