પ્રાદેશિક સમાચાર

મે 19, 2025 9:47 એ એમ (AM) મે 19, 2025 9:47 એ એમ (AM)

views 6

જાફરાબાદના દરિયામાં એક શંકાસ્પદ બોટની હિલચાલના પગલે કોસ્ટ ગાર્ડ એલર્ટ – માછીમારોને દરિયામાં ન જવા સૂચના

અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરથી 22 નોટિકલ માઈલ દૂર એક શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી છે. સ્થાનિક માછીમારોએ આ બોટને જોતાં તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બોટમાં રહેલા ખલાસીઓએ બોટને ઝડપથી હંકારી હતી. માછીમારોએ કોસ્ટગાર્ડને જાણ કરતાં તુરંત જ હેલિકોપ્ટર સાથે કોસ્ટગાર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી...

મે 18, 2025 9:21 એ એમ (AM) મે 18, 2025 9:21 એ એમ (AM)

views 3

સીપીએલ ક્રિકેટ પ્રીમિયર લીગ 2025-31 મેથી પ્રારંભ થશે

ક્રિકેટ પ્રીમિયર લીગ 2025 આ વર્ષે ફરી શરૂ થઇ રહી છે, 31 મેથી 15 જૂન દરમિયાન આ મેચોનું આયોજન કરાયું છે. ટીમોની હરાજીની પ્રક્રિયા પૂરી થવાની સાથે જ આ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિનો આરંભ થઇ રહ્યો છે.સીપીએલનો ઉદ્દેશ્ય રણજી ટ્રોફીના ઉત્કૃષ્ટ ખેલાડીઓ અને ઉભરી રહેલી સ્થાનિક પ્રતિભાઓ પોતાનું કૌવત દેખાડી શકે ત...

મે 18, 2025 9:18 એ એમ (AM) મે 18, 2025 9:18 એ એમ (AM)

views 4

દિવ્ય અને ભવ્ય ભૂતકાળને પ્રતિબિંબિત કરતા વિશ્વ સંગ્રહાલય દિવસની આજે ઉજવણી

આજે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ છે. આ વર્ષની થીમ છે ‘ધ ફ્યુચર ઑફ મ્યુઝિયમ્સ ઇન રેપિડલી ચેન્જિંગ કોમ્યુનિટીઝ’ એટલે કે, ઝડપથી બદલાઈ રહેલા સમુદાયોમાં સંગ્રહાલયનું ભવિષ્ય. રાજ્યમાં છેલ્લા અઢી દાયકામાં ઇતિહાસ, વારસો અને સંસ્કૃતિની જાળવણી કરતા અભૂતપૂર્વ સંગ્રહાલયોનું નિર્માણ કરાયું છે.વડનગર ખાતે નવનિર્મિત...

મે 18, 2025 9:15 એ એમ (AM) મે 18, 2025 9:15 એ એમ (AM)

views 4

GCAS પોર્ટલ પર પ્રવેશના પ્રથમ તબક્કાની ઓનલાઈન અરજી કરવાની મુદ્ત 21 મે સુધી લંબાવાઇ.

વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી GCAS પોર્ટલ પર પ્રવેશના પ્રથમ તબક્કાની ઓનલાઈન અરજી કરવાની સુવિધા 21મી મે સુધી લંબાવવામાં આવી છે.૧૬મી મે સુધીમાં કુલ બે લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ ત્વરિત નોંધણી કરાવી દીધી છે. GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓ માટે સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયામાં ક્વ...

મે 18, 2025 9:13 એ એમ (AM) મે 18, 2025 9:13 એ એમ (AM)

views 4

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે અમદાવાદ ઝોન કક્ષાનો પોષણ ઉત્સવ યોજાયો

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે અમદાવાદ ઝોન કક્ષાનો પોષણ ઉત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતે “આહાર એ જ ઔષધ” એ મંત્રને સાકાર કરતા “પોષણ ઉત્સવ” થકી બાળકો, કિશોરીઓ અને માતાઓના આરોગ્ય અને પોષણમાં સુધારો કરવા માટે નોંધનીય કામગીર...

મે 17, 2025 7:24 પી એમ(PM) મે 17, 2025 7:24 પી એમ(PM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં આતંકવાદને નાબૂદ કરવા માટેની ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 708 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ વિકાસકામોમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવોલ, ‘ચ’ રોડ પર નવનિર્મિત સેક્ટર 21 અને 22ને જોડતા અંડરબ્રિજનો સમાવેશ થાય છે. આ પ્રસંગે જાહેર સભાને સંબોધન ક...

મે 17, 2025 7:22 પી એમ(PM) મે 17, 2025 7:22 પી એમ(PM)

views 13

ગુજરાત પોલીસે છેલ્લા 15 દિવસમાં મહત્વના 12 સાયબર કેસ ઉકેલ્યા

ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા છેલ્લા ગત 15 દિવસમાં મહત્વના 12 સાયબર કેસ ઉકેલ્યા છે. રાજ્યના ચાર મહાનગરો – અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓ આચરનારા શખ્સોને ઝડપી પાડ...

મે 17, 2025 7:21 પી એમ(PM) મે 17, 2025 7:21 પી એમ(PM)

views 2

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ખેતરમાં બોર કરીને પાણી જમીનમાં ઉતારવા ખેડૂતોને અનુરોધ કર્યો

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ખેતરમાં બોર કરીને પાણી જમીનમાં ઉતારવા ખેડૂતોને અનુરોધ કર્યો. સુરતમાં યોજાયેલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમમાં શ્રી પાટીલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું હયું કે આગામી દિવસોમાં જળ સચંય અભિયાન દ્વારા બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત દુર થાય તે માટે પ્રયત્ન ક...

મે 17, 2025 7:19 પી એમ(PM) મે 17, 2025 7:19 પી એમ(PM)

views 4

રાજયના અનેક જિલ્લાઓમાં આજે તિરંગા યાત્રા યોજાઇ-મુખ્યમંત્રી અમદાવાદમાં તિરંગા બાઇક રેલીમાં જોડાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં લપકામણ ગામથી અદાણી શાંતિગ્રામ સુધીની તિરંગા બાઇક રેલીમાં જોડાયા હતા. શ્રી પટેલે આ રેલીમાં સહભાગી થઈને યુવાનો અને ગ્રામજનોમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર કર્યો હતો. દરમિયાન, અમરેલી શહેરમાં યોજાયેલી તિરંગા યાત્રામાં વિધાનસભાના નાયબ મુખ્યદંડક કૌશિક વેકરીયા, ધારાસભ્ય હીરા ...

મે 17, 2025 7:05 પી એમ(PM) મે 17, 2025 7:05 પી એમ(PM)

views 1

રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આગામી 7 દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. છે. આવતીકાલથી 22 મે સુધી સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.