પ્રાદેશિક સમાચાર

મે 19, 2025 7:45 પી એમ(PM) મે 19, 2025 7:45 પી એમ(PM)

views 5

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો આજથી પ્રારંભ

ખેલો ઇન્ડિયા અંતર્ગત સૌપ્રથમ વાર યોજાઈ રહેલા ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો આજે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ ખાતે પ્રારંભ થયો. કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાના હસ્તે આજે દીવમાં આ રમતોનું ઉદ્ઘાટન કરાયું. શનિવાર સુધી રમાનારી આ છ દિવસની સ્પર્ધામાં દેશભરમાંથી એક હજારથી વધુ રમતવીરો ભાગ લે...

મે 19, 2025 7:19 પી એમ(PM) મે 19, 2025 7:19 પી એમ(PM)

views 7

7મી ‘ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2025’માં રાજ્યના રમતવીરોએ 13 ચંદ્રક જીત્યા

7મી ‘ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2025’માં રાજ્યના રમતવીરોએ 13 ચંદ્રક જીત્યા છે. બિહાર ખાતે યોજાયેલા આ રમતોત્સવમાં ગુજરાતમાંથી વૉલીબૉલ, જુડો, તીરંદાજી, તરણ, જીમ્નાસ્ટિક, વેઇટલિફ્ટિંગ, કુસ્તી, મલખમ, ટેનિસ, એથલેટિક્સ, થાનગ થા, યોગાસન, ગતકા, કલરીપયટ્ટુ, ફેન્સિંગ, સાઇકલિંગ અને નિશાનેબાજી એમ કુલ 17 વ્યક્તિગત અ...

મે 19, 2025 7:16 પી એમ(PM) મે 19, 2025 7:16 પી એમ(PM)

views 8

રાજ્યમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 21 મેથી વરસાદની ગતિ વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 24 મેના રોજ રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડી શકે છે એમ હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે.દાસે જણાવ્યું હતું.

મે 19, 2025 3:29 પી એમ(PM) મે 19, 2025 3:29 પી એમ(PM)

views 5

ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે અંબિકા નદીમાં નવા નીર આવતા લોકોએ વધામણાં કર્યા.

ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે અંબિકા નદીમાં નવા નીર આવતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી. આ અવસરે સ્થાનિકોએ અંબિકા નદીની પૂજા કરી નીરના વધામણાં કર્યા. આ ઉપરાંત તેમણે નદીને સાડી અર્પણ કરીને જળ દેવતાનો આભાર માન્યો. આ પ્રસંગે સાધ્વી યશોદા દીદીએ જણાવ્યું કે, અંદાજે દસ દિવસથી વરસાદનો માહોલ હોવાથી અંબ...

મે 19, 2025 3:26 પી એમ(PM) મે 19, 2025 3:26 પી એમ(PM)

views 4

પાટણમાં એક લક્ઝરી બસ પલટી જતા 14 જેટલા પ્રવાસી ઈજાગ્રસ્ત થયાના અહેવાલ

પાટણમાં એક લક્ઝરી બસ પલટી જતા 14 જેટલા પ્રવાસી ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, સિદ્ધપુરના ખળી ચાર રસ્તા નજીક જોધપુરથી સુરત જતી બસના ચાલકે મોડી રાત્રે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસે આ અ...

મે 19, 2025 3:32 પી એમ(PM) મે 19, 2025 3:32 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા ખાતે 495 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના વિસનગર ખાતે આજે 495 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું, રાજ્યમાં દર વર્ષે 7 હજારથી વધુ તબીબ તૈયાર થાય છે. કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલે વિસનગર બાયપાસ રોડ પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનના વળતરના...

મે 19, 2025 9:54 એ એમ (AM) મે 19, 2025 9:54 એ એમ (AM)

views 5

સાબરકાંઠાના હિંમતનગર ઈડર ધોરીમાર્ગ પર રિક્ષા અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓના મોત નિપજ્યાં

સાબરકાંઠાના હિંમતનગર ઈડર ધોરીમાર્ગ પર રિક્ષા અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. ઘાયલ થયેલા બે વ્યક્તિઓને સારવાર અર્થે સિવિલ ખસેડાયા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મે 19, 2025 9:52 એ એમ (AM) મે 19, 2025 9:52 એ એમ (AM)

views 6

રાજ્ય જીએસટી વિભાગે તમાકુ અને વાસણના 67 વેપારીઓ પર દરોડા પાડી 9 કરોડ 28 લાખ રૂપિયાની કરચોરી ઝડપી.

ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા તમાકુ અને વાસણના 67 વેપારીઓ પાસેથી 9 કરોડ 28 લાખની કરચોરી ઝડપી પાડવામાં આવી છે.ચોક્કસ બાતમીને આધારે રાજ્યમાં તમાકુ તથા વાસણોના 67 વેપારીઓના 84 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.અમદાવાદ ખાતે વાસણોના 12 વેપારીઓના 13 વેપારના સ્થળોએ હાથ ધરવામાં આવેલી તપાસમાં બિલ વિના માલની...

મે 19, 2025 9:51 એ એમ (AM) મે 19, 2025 9:51 એ એમ (AM)

views 5

પાકિસ્તાનના મદદગાર તૂર્કીયે અને અઝરબૈઝાન સાથે વેપારી સંબંધો સ્થગિત કરવાની મોરબીના સિરામિક ઉદ્યોગકારોની વિચારણા

પાકિસ્તાનના મદદગાર તુર્કીયે અને અઝરબૈઝાન સાથે મોરબીના સિરામિક ઉદ્યોગકારો વેપાર સંબંધો સ્થગિત કરવાની વિચારણા કરી રહ્યાં છે. બંને દેશો સાથે સિરામિક ઉદ્યોગનો વાર્ષિક 100 કરોડનો વેપાર થાય છે પરંતુ આ વેપારને દેશહિત માટે જતો કરવાનો વિચાર કરવામા આવ્યો હોવાનું સિરામિક ઉદ્યોગના વોલ ટાઈલ્સ એસોસિએશનના પ્રમુખ હ...

મે 19, 2025 9:48 એ એમ (AM) મે 19, 2025 9:48 એ એમ (AM)

views 4

ઓપરેશન સિંદૂરની સફળતાના પગલે સૈન્યના સાહસ અને શૌર્યને બિરદાવવા રાજ્યભરના અનેક સ્થળોએ તિરંગા યાત્રા યોજાઇ

રાજયના વિવિધ સ્થળોએ ગઇકાલે ઓપરશન સિંદુર હેઠળ ભારતીય સેનાની કામગીરીને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત મહીસાગરના લુણાવાડા ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઇ હતી. જ્યારે પાટણના રાધનપુર ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર જોડાયા હત...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.