પ્રાદેશિક સમાચાર

મે 22, 2025 3:31 પી એમ(PM) મે 22, 2025 3:31 પી એમ(PM)

views 7

મહીસાગર જિલ્લામાં આજે બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોના મોત

મહીસાગર જિલ્લામાં આજે બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. પ્રથમ ઘટનામાં લુણાવાડા વરધરી માર્ગ પર ડમ્પરે અડફેટે લેતા એક રાહદારીનું ઘટના સ્થળે મોત થયું. જ્યારે અન્ય એક અકસ્માત ખાનપુર તાલુકાના ભાદરોડ ગામ નજીક સર્જાયો હતો જેમાં ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર ઝાડ સાથે અથડાયું હતું.જે...

મે 22, 2025 3:29 પી એમ(PM) મે 22, 2025 3:29 પી એમ(PM)

views 7

અમદાવાદ શહેરના ગુરુકુળ રોડ પર આવેલા પૂર્વી ફ્લેટમાં એક મકાનમાં આગ લાગતાં અગ્નિશમન દળની 15 ગાડી ઘટનાસ્થળે પહોંચી

અમદાવાદ શહેરના ગુરુકુળ રોડ પર આવેલા પૂર્વી ફ્લેટમાં એક મકાનમાં આગ લાગતાં અગ્નિશમન દળની 15 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. અગ્નિશમન દળે ફ્લેટના નવ અને દસમા માળે રહેતા લોકોને બચાવ્યા હતા. ફ્લેટના ‘એ’ બ્લૉકમાં આઠમા માળે આવેલા ઘરના AC-માં બ્લાસ્ટ થતાં આગ લાગ્યાનું જાણવા મળ્યું છે.

મે 22, 2025 11:23 એ એમ (AM) મે 22, 2025 11:23 એ એમ (AM)

views 12

સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી

સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી થઇ છે. પલસાણા ગ્રામ પંચાયતને વિશેષ શ્રેણી “Grassroot Level Initiatives for Deepening/Widening of Service Delivery” માટે આ પુરસ્કાર આપવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા ૧૦૦ ટકા વેરા વસુલાતની ...

મે 22, 2025 11:22 એ એમ (AM) મે 22, 2025 11:22 એ એમ (AM)

views 5

નવા ત્રણ ક્રિમિનલ કાયદાનો હવે પુરા નામ સાથે ઉલ્લેખ કરાશે

ભારત સરકારના નવા ત્રણ ક્રિમિનલ કાયદાનો હવે પુરા નામ સાથે ઉલ્લેખ કરવામાં આવશે. તમામ ખાતાના વડાઓને પણ પત્ર વ્યવહાર કે કોર્ટ કાર્યવાહીમાં નવા કાયદાનું આખું નામ લખવા સુચન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડાને પણ સૂચના આપવામાં આવી છે કે કાનૂની કાર્યવાહી કે કોર્ટ ક...

મે 22, 2025 11:21 એ એમ (AM) મે 22, 2025 11:21 એ એમ (AM)

views 24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂજમાં 31 વિકાસકામોનું 26મીએ ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મેનાં રોજ ભુજ-મિરઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમમાં 52 હજાર 953 કરોડ રૂપિયાનાં 31 વિકાસકામોનું ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહુર્ત કરશે. કચ્છ, મોરબી, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, તાપી તથા મહીસાગર જિલ્લાને સમાવતા વિકાસકામોમાં બે હજાર 292 કરોડ રૂપિયાનાં 17 કામોનું લ...

મે 22, 2025 11:19 એ એમ (AM) મે 22, 2025 11:19 એ એમ (AM)

views 5

રાજ્ય સરકાર દ્વારા 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે

કેન્દ્ર સરકાર દ્વારા ‘રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે બે હજાર 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે. ઘઉંની પ્રાપ્તિની સમયમર્યાદા 31 મે, 2025 સુધી નિયત કરેલી હોવાથી રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવ ...

મે 22, 2025 11:17 એ એમ (AM) મે 22, 2025 11:17 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યનાં 18 સહિત દેશના 103 અમૃત સ્ટેશનોનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે રાજસ્થાનના બીકાનેર ખાતેથી વર્ચ્યૂઅલ માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશનાં 103 અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે, જેમાં રાજ્યનાં 18 સ્ટેશનોનો સમાવેશ થાય છે. અંદાજે 160 કરોડ રૂપિયાના ખર્ચથી પુનઃવિકસિત કરાયેલા રાજ્યના આ સ્ટેશનોમાં ભવ્ય પ્રવેશદ્વાર, આધુનિક પ્રતીક્ષા...

મે 21, 2025 8:08 પી એમ(PM) મે 21, 2025 8:08 પી એમ(PM)

views 7

દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગૅમ્સમાં કર્ણાટક અને મહારાષ્ટ્રના ખેલાડીએ સ્વિમિંગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આયોજિત ખેલો ઇન્ડિયા બીચ ગૅમ્સમાં કર્ણાટક અને મહારાષ્ટ્રના ખેલાડીએ 10 કિલોમીટર ઑપન સ્વિમિંગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. કર્ણાટકના રેણુકાચાર્ય હોદમાની અને મહારાષ્ટ્રનાં દીક્ષા યાદવે આજે અરબ સાગરમાં યોજાયેલી સ્પર્ધામાં ક્રમશઃ પુરુષ અને મહિલા વર્ગમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો. સુવ...

મે 21, 2025 8:06 પી એમ(PM) મે 21, 2025 8:06 પી એમ(PM)

views 5

અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાતા સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી

અમદાવાદમાં કોરોનાના સાત કેસ નોંધાતા સિવિલ હૉસ્પિટલમાં 20 હજાર લિટરની બે ઑક્સિજન ટૅન્ક સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હૉસ્પિટલમાં તમામ દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે અને દર્દીઓને યોગ્ય સારવાર મળી રહેશે તેમ હૉસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ જણાવ્યું.

મે 21, 2025 8:14 પી એમ(PM) મે 21, 2025 8:14 પી એમ(PM)

views 5

આગામી 30 જૂન સુધી નર્મદાનું 30 હજાર 689 MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ફાળવાશે

રાજ્ય સરકારે આગામી 30 જૂન સુધી નર્મદાનું 30 હજાર 689 મિલિયન ક્યૂબિક ફિટ- MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત માટે નર્મદાનું 14 હજાર 539 MCFT અને સૌરાષ્ટ્ર માટે 16 હજાર 150 MCFT પાણી અપાશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. જ્યારે નર્મદા ...