પ્રાદેશિક સમાચાર

મે 25, 2025 7:49 પી એમ(PM) મે 25, 2025 7:49 પી એમ(PM)

views 2

ધોલેરા-ભાવનગર ધોરીમાર્ગ પર બે કાર વચ્ચે અકસ્માત થતાં ચાર લોકોનાં મોત

ધોલેરા-ભાવનગર ધોરીમાર્ગ પર બે કાર વચ્ચે અકસ્માત થતાં ચાર લોકોનાં મોત થયા છે. ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે આ અકસ્માતની ઘટના સાંઢીડા ગામ નજીક બની હતી. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. થોડા દિવસ અગાઉ પણ અહી બે કાર વચ્ચેના અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત ન...

મે 25, 2025 7:48 પી એમ(PM) મે 25, 2025 7:48 પી એમ(PM)

views 11

કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત – 19મી જૂને મતદાન

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત 5 રાજ્યોની ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી જાહેર કરી છે. જે અંતર્ગત રાજ્યની કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે પણ આગામી 19મી જૂનના રોજ મતદાન યોજાશે. કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટે આવતીકાલથી 2 જૂન સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. જ્યારે 2જી જૂન ઉમેદવારી પત્...

મે 25, 2025 7:42 પી એમ(PM) મે 25, 2025 7:42 પી એમ(PM)

views 14

મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ વન અધિકારીઓના પદો પર મોટી સંખ્યામાં મહિલાઓની ભરતી કરનાર ગુજરાતને દેશનું પ્રથમ રાજ્ય ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર એ વિશ્વભરમાં આતંકવાદ સામેની લડાઈમાં નવો ઉત્સાહ જગાવ્યો છે. આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર એક લશ્કરી મિશન નથી પરંતુ રાષ્ટ્રના સંકલ્પ અને હિંમતનું પ્રતીક છે. શ્રી મોદીએ દરેકને સ્વદેશી ઉત્પાદનોને પ્રાથ...

મે 25, 2025 7:40 પી એમ(PM) મે 25, 2025 7:40 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી આવતીકાલથી બે દિવસ ગુજરાતનાં પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ રાજ્યની મુલાકાતે આવશે. તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં 82 હજાર 950 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે. આ પ્રવાસ દરમિયાન શ્રી મોદી વડોદરા, ભુજ, અમદાવાદ અને ગાંધીનગર એમ ચાર શહેરોમાં રોડ શો યોજશે. અમારા સંવાદદાતા જણાવે છે કે, પ્રધાનમંત્રી આવતીકાલે સૌપ્રથમ દ...

મે 25, 2025 3:28 પી એમ(PM) મે 25, 2025 3:28 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ આવતીકાલે દાહોદમાં એક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને એક ઇલેક્ટ્રિક લોકોમોટિવને પણ લીલી ઝંડી આપશે. તેઓ દાહોદમાં લગભગ 24,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અન...

મે 25, 2025 3:26 પી એમ(PM) મે 25, 2025 3:26 પી એમ(PM)

views 4

રાજ્યની ખાલી પડેલી બે વિધાનસભા બેઠકો, કડી અને વિસાવદર માટે પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી

રાજ્યની ખાલી પડેલી બે વિધાનસભા બેઠકો, કડી અને વિસાવદર માટે પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચની સત્તાવાર યાદી મુજબ આ બંને બેઠકો પર 19 જૂનના રોજ મતદાન થશે. જ્યારે 23 જૂને મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પ્રક્રિયા માટે 26 મે થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે. જ્યારે 2 જી જૂન ઉમેદ...

મે 25, 2025 3:23 પી એમ(PM) મે 25, 2025 3:23 પી એમ(PM)

views 3

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એવરી સન્ડે ઓન સાયકલિંગનું આયોજન

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એવરી સન્ડે ઓન સાયકલિંગનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે યોજાયેલી સાયકલિંગમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ, રમત-ગમત વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આ સાથે મોટી સંખ્યામાં નગરજનો તેમજ મહિલાઓ જોડાઈ હતી.. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ...

મે 25, 2025 3:22 પી એમ(PM) મે 25, 2025 3:22 પી એમ(PM)

views 4

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ ખાતે આજે વિનામૂલ્યે સર્વરોગ નિદાન મેગા કેમ્પ યોજવામાં આવ્યો

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ ખાતે આજે વિનામૂલ્યે સર્વરોગ નિદાન મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો. એઇમ્સ હોસ્પિટલ રાજકોટના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં આંખ, ચામડી, સર્જરી, હૃદય, હાડકા, સ્ત્રી રોગ, બાળ રોગ, ફેફસા, કાન નાક ગળા, બિનચેપી રોગ સહિત વિવિધ વિભાગોના ડોક્ટરોએ દર્દીઓને તપાસી નિદાન કર...

મે 25, 2025 3:20 પી એમ(PM) મે 25, 2025 3:20 પી એમ(PM)

views 16

ઓપરેશન સિંદૂરની સફળતાએ ભારતમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હોવાનું મન કી બાત કાર્યક્રમમાં જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી ઉપરથી મન કી બાત કાર્યક્રમની 122માં કડીમાં બોલતાં ઓપરેશન સિંદૂરમાં ભારતીયે સૈન્યના ભારોભાર વખાણ કર્યા હતા..તેમણે કહ્યું હતું કે, આતંકવાદીઓને પાઠ ભણાવીને ભારતીય સૈન્યએ દરેક હિન્દુસ્તાનનીનું માથુ ઉંચુ કરી દીધુ છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આતંકવાદીઓના સ્થળોનો નાશ કરવામા...

મે 24, 2025 7:46 પી એમ(PM) મે 24, 2025 7:46 પી એમ(PM)

views 4

ગુજરાત ATS-એ પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક વ્યક્તિની કચ્છથી ધરપકડ કરી

ગુજરાત આતંકવાદ વિરોધી દળ- ATSની ટુકડીએ પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. ભારતીય સેનાની માહિતી પાકિસ્તાનને આપતા સમયે કચ્છના દયાપર ખાતેથી આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તે પાકિસ્તાનના સરહદ સુરક્ષા દળ- BSF અને નૌકાદળના પ્રૉજેક્ટના ફોટો અને વીડિયો મોકલતો હતો. આરોપી ભારતીય સેનાની મ...