પ્રાદેશિક સમાચાર

મે 31, 2025 9:10 એ એમ (AM) મે 31, 2025 9:10 એ એમ (AM)

views 19

આજે “વિશ્વ તમાકુ નિષેધ દિવસ – તમાકુના ઉપયોગથી થતા સ્વાસ્થ્ય જોખમો વિશે લોકોને જાગૃત કરવા આ દિવસ ઉજવવામાં આવે છે

આજે “વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે. તમાકુના ઉપયોગથી થતા સ્વાસ્થ્ય જોખમો જેવા કે કેન્સર, હૃદયરોગ અને શ્વસન સમસ્યાઓ વિશે લોકોને જાગૃત કરવા આ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે ગુજરાતને તમાકુ મુક્ત” બનાવવા રાજ્ય સરકાર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે.રાજ્યમાં તમાકુ નિયંત્રણના ભંગ બદલ છેલ્લા બે વર્ષમાં...

મે 31, 2025 9:08 એ એમ (AM) મે 31, 2025 9:08 એ એમ (AM)

views 7

રાજ્યમાં કોરોનાના 265 સંક્રમિત કેસમાંથી અગિયાર દર્દીઓ હોસ્પિટલમાં જ્યારે બાકીના હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ

રાજ્યમાં ગઈકાલ સાંજ સુધીમાં કોરોનાના 68 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 265 થઈ છે. જેમાં 11 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે બાકીના હોમ આઇસોલેશન હેઠળ છે. અત્યાર સુધીમાં 26 દર્દી સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.અમારાં વલસાડના પ્રતિનિધી જણાવે છે કે જી.એમ.ઇ.આર.એસ....

મે 31, 2025 9:06 એ એમ (AM) મે 31, 2025 9:06 એ એમ (AM)

views 4

વરસાદી પાણીના સંગ્રહ અને તેને ભૂગર્ભમાં રિચાર્જ કરીને જળસંકટમાંથી મુક્ત બનવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટિલે નાગરિકોને અપીલ કરી

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની લોકોને અપીલ કરી છે.. બનાસકાંઠા ખાતે આયોજીત એક કાર્યક્રમમાં બોલતા તેમણે કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત વરસાદનું પાણી સંગ્રહ કરીને ભૂગર્ભ જળમાં પાણીને ફરીથી સંગ્રહ કરવાની અપીલ કરી છે.તેમણે કહ્યું હતું કે ડેમ બનાવવામાં સમય અને નાણાનો ખર્ચ થાય...

મે 31, 2025 9:04 એ એમ (AM) મે 31, 2025 9:04 એ એમ (AM)

views 5

ઓપરેશન શિલ્ડ અંતર્ગત આજે બનાસકાંઠા, અમદાવાદ, જામનગર અને ગાંધીનગર સહિતના જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે

આજે બનાસકાંઠા, અમદાવાદ, જામનગર, ડાંગ અને ગાંધીનગર સહિતના જિલ્લામાં "ઓપરેશન શિલ્ડ" અંતર્ગત મોકડ્રીલ યોજાશે.બનાસકાંઠા જિલ્લાના વાવ-સુઈગામ વિસ્તારના તમામ ગામડાઓમાં રાત્રે 7.45 થી 8.15 સુધી બ્લેક આઉટ કરાશે. જ્યારે જામનગર જિલ્લામાં રાત્રે 8 થી 8.30 કલાક દરમિયાન બ્લેક આઉટ રહેશે. અમદાવાદ શહેરમાં શાહીબાગ કે...

મે 30, 2025 7:52 પી એમ(PM) મે 30, 2025 7:52 પી એમ(PM)

views 4

સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં’ના મંત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાથી કૂવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં’ રહે તેવા મંત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કૂવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે જનશક્તિને જળસંગ્રહ, જળસંચયના અભિયાનમાં જોડીને ગુજરાત વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું. શ્રી પટેલે જણ...

મે 30, 2025 7:47 પી એમ(PM) મે 30, 2025 7:47 પી એમ(PM)

views 3

ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 600થી વધુ ડ્રોનને BSFએ ભૂમિ અને હવાઈ દળની મદદથી નિષ્ફળ બનાવ્યા

BSF ગુજરાતના મહાનિરીક્ષક-IG અભિષેક પાઠકે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 600થી વધુ ડ્રોનને BSFએ ભૂમિ અને હવાઈ દળની મદદથી નિષ્ફળ બનાવ્યા હતા. પહેલગામ આતંકી હુમલાની નિંદા કરતા શ્રી પાઠકે જણાવ્યું કે આ આતંકવાદી હુમલા બાદ ભારતને જરૂરી કાર્યવાહી કરવાની ફરજ પડી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાને ...

મે 30, 2025 7:44 પી એમ(PM) મે 30, 2025 7:44 પી એમ(PM)

views 3

રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓના પ્રવાસમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત

રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓના પ્રવાસ, ટુર, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત બનાવાઇ છે. જો પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ સામેલ હોય, તો મહિલા પોલીસકર્મીઓને સાથે રાખવા શિક્ષણ વિભાગના અગ્ર સચિવને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે નિર્દેશ આપ્યો છે. આ કામગીરી માટે શાળાના...

મે 30, 2025 7:42 પી એમ(PM) મે 30, 2025 7:42 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દમણના સરોજ પટેલ સહિત દેશની 15 નર્સને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઈટિંગેલ પુરસ્કારથી સન્માનિત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની 15 નર્સ અને સહાયક નર્સ મિડવાઈફ-ANMને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઈટિંગેલ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. જેમાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણની ANM સરોજ પટેલને પણ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે સરોજ પટેલ હાલ દેવકા વેલનેસ સેન્ટરમાં ...

મે 30, 2025 7:40 પી એમ(PM) મે 30, 2025 7:40 પી એમ(PM)

views 6

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારેથી 6 કરોડથી વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો મળ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારેથી 6 કરોડ 61 લાખથી વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે કલ્યાણપુરના ગોજીનેશ ગામના દરિયા કિનારેથી અફઘાની બિન વારસુ માદક પદાર્થનો 13 કિલોથી વધુનો જથ્થો મળી આવ્યો છે. મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો મળી આવતા પોલીસે દરિયાઈ વ...

મે 30, 2025 9:38 એ એમ (AM) મે 30, 2025 9:38 એ એમ (AM)

views 6

મહીસાગરમાં લુણાવાડાની જનરલ હોસ્પિટલે કોરોનાની સારવાર માટેની વ્યવસ્થા કરી

મહીસાગર જિલ્લામાં હાલમાં કોરોનાનો એક પણ કેસ નથી. જોકે, તૈયારીના ભાગરૂપે લુણાવાડાની જનરલ હૉસ્પટિલે કોરોનાની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. હૉસ્પિટલમાં ઑક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત્ કરાયો છે. આ અંગે જનરલ હૉસ્પિટલનાં અધિક્ષક ડૉક્ટર ભામિની પંડિતે વધુ માહિતી આપી.