પ્રાદેશિક સમાચાર

જુલાઇ 27, 2025 9:32 એ એમ (AM)

views 10

વલસાડમાં પોલીસ હેડ ક્વાર્ટર નજીક ઝાડ પડતાં એક બાળકીનું મોત

વલસાડમાં પોલીસ હેડ ક્વાર્ટર નજીક ઝાડ પડતાં એક બાળકીનું મોત થયું છે. શાળાએથી પરત ફરી રહેલ 3 ભાઈ બહેન પર અચાનક ઝાડ પડતાં ત્રણે બાળકો ઝાડ નીચે દબાઈ ગયા હતા. જેમને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 10 વર્ષની બાળકીએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય ...

જુલાઇ 27, 2025 9:28 એ એમ (AM)

views 8

ડાંગ જિલ્લાના કિલાદ ખાતે રાજ્યના પ્રથમ અને વિશિષ્ટ વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ

ડાંગ જિલ્લાના કિલાદ ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ રાજ્યનું પ્રથમ અને વિશિષ્ટ વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ કર્યું. આ કેન્દ્રમાં એગ્રો ફોરેસ્ટ્રી, ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તે માટે તેમજ ટકાઉ ખેતી માટે વન વિભાગ, ખેડૂતો અને સમુદાયોના સહિયારા પ્રયાસથી આદાન પ્રદાન થશે.પર્યાવરણ અને કૃષિને જો...

જુલાઇ 27, 2025 9:26 એ એમ (AM)

views 13

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં આજે વડોદરાની ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના ત્રીજા પદવીદાન સમારોહ યોજાશે

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં આજે વડોદરાની ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના ત્રીજા પદવીદાન સમારોહ યોજાશે. કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ મુખ્ય અતિથિ તરીકે વર્ચ્યુઅલી જોડાશે.વધુ માહિતી આપતા ગતિશક્તિ વિશ્વવિદ્યાલય- GSV ના કુલપતિ પ્રો. મનોજ ચૌધરીએ જણાવ્યું કે આ પદવીદાન સમારોહમાં...

જુલાઇ 26, 2025 7:15 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિકસિત ગુજરાતમાં સુરત શહેર મોટું યોગદાન આપશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિકસિત ગુજરાતમાં સુરત મોટું યોગદાન આપશે. શહેરી વિકાસ વર્ષની આ વર્ષની ઉજવણીમાં સુરત સ્વચ્છતા, ટકાઉપણા અને સર્વગ્રાહી વિકાસથી વૈશ્વિક કક્ષાનું શહેર બને તે માટે દરેક નાગરિકની ભાગીદારી ઘણી જરૂરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકાના 435 કરોડ રૂપિયાથી વધુ...

જુલાઇ 26, 2025 7:10 પી એમ(PM)

views 9

ડાંગમાં આજથી 23 દિવસના સાપુતારા મૉન્સુન ફેસ્ટિવલનો આરંભ

ડાંગના ગિરિમથક સાપુતારા ખાતે આજથી સાપુતારા મૉન્સુન ફેસ્ટિવલનો આરંભ થયો. આગામી 17 ઑગસ્ટ સુધી યોજાનારા આ મહોત્સવનું ઉદ્ઘાટન પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરાએ કરાવ્યું. આ પ્રસંગે તેમણે કહ્યું, આ મહોત્સવમાં દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમ અને નવા નવા આકર્ષણનું આયોજન કરાયું છે. શ્રી બેરાએ પ્રવાસીઓને પ્રાકૃતિક વાતા...

જુલાઇ 26, 2025 7:08 પી એમ(PM)

views 7

કૃત્રિમ બુદ્ધિમત્તા-A.I. ના વર્ગ શરૂ કરનારી પાટણની એમ. એન. હાઈસ્કૂલ રાજ્યની પ્રથમ અનુદાનિત શાળા બની.

પાટણની એમ. એન. હાઈસ્કૂલે નિઃશુલ્ક કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I.ના વર્ગ શરૂ કર્યા છે. શાળામાં હવે દર શનિવારે યોજાનારા A.I. વર્ગમાં રાજ્યનાં જાણિતા A.I. પ્રશિક્ષક દ્વારા બાળકોને તાલીમ અપાશે. રાજ્યમાં અનુદાનિત શાળાએ આવા વર્ગ શરૂ કરનારી આ પહેલી શાળા બની હોવાનું શાળાના આચાર્ય ડૉક્ટર ધનરાજ ઠક્કરે જણાવ્યું.

જુલાઇ 26, 2025 7:06 પી એમ(PM)

views 10

રાજ્યમાં આજે કારગિલ વિજય દિવસની ઉજવણી થઈ રહી છે

રાજ્ય સહિત દેશભરમાં આજે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કારગિલ યુદ્ધનો ભાગ રહેલા પૂર્વ સૈન્ય જવાન વિપુલ દવેએ આજે સુરેન્દ્રનગરમાં લોકોને તે સમયની સ્થિતિ અંગે માહિતી આપી. તેમણે યુવાનોને સેનામાં જોડાવા અપીલ કરી. આ પ્રસંગે કારગિલ યુદ્ધના પૂર્વ જવાનોનું સન્માન કરાયું. ભુજ સૈન્ય મથક ખા...

જુલાઇ 26, 2025 7:04 પી એમ(PM)

views 10

સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈ...

જુલાઇ 26, 2025 3:58 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરત મહાનગરપાલિકાના 73 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને 362 કરોડ રૂપિયાથી વધુના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરત મહાનગરપાલિકાના 73 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને 362 કરોડ રૂપિયાથી વધુના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું. શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ...

જુલાઇ 26, 2025 3:56 પી એમ(PM)

views 9

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વેચાણ પરવાનગી અને સનદ શિબિર યોજાઈ ગઈ.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વેચાણ પરવાનગી અને સનદ શિબિર યોજાઈ ગઈ. દમણના જમીન વિભાગે લોકોના જમીન સંબંધિત પ્રશ્નના નિરાકરણ અને જમીનના કાયદેસર ફેરબદલ અને માલિકીમાં લોકોને મદદ કરવાના ઉદ્દેશથી આ શિબિર યોજાઈ. દરમિયાન જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રાએ પાંચ ડઝનથી વધુ લોકોને વેચાણ પરવા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.