જુલાઇ 28, 2025 7:13 પી એમ(PM)
10
શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે રાજ્યના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજ્યા.
આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શ્રદ્ધાળુઓ શિવાલયોમાં ભક્તિમાં લીન બન્યા છે. પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરનાં દ્વાર આજે વહેલી સવારે 4 કલાકે ખુલતા જય સોમનાથના નાદ સાથે ભાવિકોએ સોમનાથ મહાદેવે શીશ ઝુકાવ્યુ હતું. સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાઘપાલખી યાત્રા કાઢવામાં આવી હતી...