પ્રાદેશિક સમાચાર

જૂન 12, 2025 9:37 એ એમ (AM) જૂન 12, 2025 9:37 એ એમ (AM)

views 4

બારડોલીમાં ખેડૂત સંમેલન યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી વર્ષના ઉપલક્ષ્યમાં યોજાનાર ખેડૂત સંમેલનની અધ્યક્ષતા કરશે. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન 29મી મે થી યોજીને દેશના રાજ્યોમાં ખેડૂત અને ખેતીને લગતા વિવિધ વિષયો ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છ...

જૂન 11, 2025 9:16 એ એમ (AM) જૂન 11, 2025 9:16 એ એમ (AM)

views 7

રાજ્યમાં કોરોનાના વધુ 223 કેસ નોંધાયાઃ કુલ સક્રિય કેસોની સંખ્યા એક હજાર 227 થઈ

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 223 નવા કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ 175 કેસો અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા વધીને એક હજાર 227 થઈ છે. એક હજાર 204 દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી હતી. આરોગ્ય ખાતાની યાદી પ્રમાણે કોરોનાથી રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. ભાવનગર જિલ્લ...

જૂન 11, 2025 9:15 એ એમ (AM) જૂન 11, 2025 9:15 એ એમ (AM)

views 9

રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિનો 44 ટકા જળસંગ્રહ

ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાથી હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળ સંગ્રહ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 53 ટકા પાણી ઉપલબ્ધ છે. જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામા...

જૂન 11, 2025 9:13 એ એમ (AM) જૂન 11, 2025 9:13 એ એમ (AM)

views 13

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની આજે અંતિમ તારીખ

રાજ્યમાં આગામી 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ગઈકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવી હતી.રાજ્યની અનેક ગ્રામપંચાયતો સમરસ થઈ હોવાનાં અહેવાલ છે. મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં બે પંચાયતો સમરસ થઈ છે, જ્યારે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાની 14 અને વિજાપુર તાલુકાની 15 ગ્રામ પંચાયતો સ...

જૂન 11, 2025 8:57 એ એમ (AM) જૂન 11, 2025 8:57 એ એમ (AM)

views 5

રાજ્યભરમાં 26થી 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન

‘આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ”ની થીમ સાથે રાજ્યભરમાં 26થી 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રવેશોત્સવમાં બાલવાટિકાથી લઈને ધોરણ 11 સુધીના કુલ 25 લાખ 75 હજાર પ્રવેશપાત્ર બાળકો-વિદ્યાર્થીઓને આવરી લેવાશે.ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્...

જૂન 11, 2025 8:55 એ એમ (AM) જૂન 11, 2025 8:55 એ એમ (AM)

views 10

વીજળી ખોરવાઇ જવાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા આકસ્મિક સેવા શરૂ કરવાનું આયોજન

વીજળી ખોરવાઇ જવાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા રાજ્ય સરકાર આકસ્મિક સેવા શરૂ કરવાનું આયોજન કરી રહી છે. જે રીતે આરોગ્ય વિષયક સમસ્યા માટે 108 એમ્બ્યુલન્સ સેવા ચાલી રહી છે તે જ રીતે ટોલ ફ્રી નંબર દ્વારા વીજળી કાર્યરત કરવા ટીમ મોકલવામાં આવશે,ગઈ કાલે ગાંધીનગરમાં ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇના અધ્યક્ષસ્...

જૂન 10, 2025 3:07 પી એમ(PM) જૂન 10, 2025 3:07 પી એમ(PM)

views 4

રાજ્યમાં આગામી 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેના ઉમેદવારીપત્રોની આજે ચકાસણી

રાજ્યમાં આગામી 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેના ઉમેદવારીપત્રોની આજે ચકાસણી થઇ રહી છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલા ગામડી ગ્રામ પંચાયત સમરસ થઈ છે. અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે સભ્યો અને સરપંચ ઉમેદવાર સામે હરીફ ઉમેદવારોએ ઉમેદવારી ન નોંધાવતા આ ગ્રામ પંચાયત સમરસ બની ...

જૂન 10, 2025 3:06 પી એમ(PM) જૂન 10, 2025 3:06 પી એમ(PM)

views 5

રાજ્યભરમાં વટ સાવિત્રીના વ્રતની ઉજવણી…

રાજ્યભરમાં આજે જેઠ સુદ પૂનમ એટલે કે, વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પાટણમાં પ્રાચીન અંબાજી માતા મંદિર સંકુલમાં આવેલા ખંડોબા મહાદેવ મંદિર પાસેના પીપળાના ઝાડ ખાતે મહિલાઓએ પૂજા-અર્ચના કરી. દરમિયાન તેમણે પતિ અને સંતાનોના લાંબા આયુષ્ય અને પરિવારના કલ્યાણ માટેની ભાવના સાથે પીપળાના વ...

જૂન 10, 2025 3:04 પી એમ(PM) જૂન 10, 2025 3:04 પી એમ(PM)

views 5

પૂનમ નિમિત્તે જળયાત્રા ઉત્સવને લઈ દ્વારકા મંદિરમાં શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે પૂનમ નિમિત્તે જળયાત્રા ઉત્સવને લઈ મંદિરમાં શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. સત્તાવાર યાદી મુજબ, સવારે છ વાગ્યે મંગળા આરતી, સવારે છ-થી આઠ વાગ્યા સુધી મંગળા દર્શન, સવારે આઠ-થી નવ વાગ્યા સુધી શ્રીજીને ખૂલ્લા પડદે સ્નાન કરાવાશે. ત્...

જૂન 10, 2025 3:10 પી એમ(PM) જૂન 10, 2025 3:10 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી મોદીનો 11 વર્ષનો કાર્યકાળ 140 કરોડ દેશવાસી માટે વિકાસનો દાયકો બન્યો છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 11 વર્ષનો કાર્યકાળ 140 કરોડ દેશવાસી માટે વિકાસનો દાયકો બન્યો છે. NDAની કેન્દ્ર સરકારે 11 વર્ષ પૂર્ણ કરવા સંદર્ભે ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલી ભાજપની પત્રકાર પરિષદમાં શ્રી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજર...