પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 3, 2025 6:50 પી એમ(PM)

views 12

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ખાણ અને ખનીજ કચેરીની ટીમે દરોડો પડ્યો

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ખાણ અને ખનીજ કચેરીની ટીમે દરોડો પડ્યો છે. જે અંતર્ગત અલગ-અલગ વિસ્તારોમાંથી બિન અધિકૃત રીતે વહન કરતાં 6 વાહનો ઝડપી લેવામાં આવ્યા હતા. અને 4 લાખ 77 હજારથી વધુ રૂપિયાનો દંડ વસૂલાતની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઓગસ્ટ 3, 2025 6:43 પી એમ(PM)

views 11

રાજ્ય સરકાર દ્વારા અરવલ્લી જિલ્લાને નવીન બસની ફાળવણી કરવામાં આવતા નવા રૂટની શરૂઆત કરવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા અરવલ્લી જિલ્લાને નવીન બસની ફાળવણી કરવામાં આવતા નવા રૂટની શરૂઆત કરવામાં આવી.. રાજ્યકક્ષાના મંત્રી ભિખુસિંહજી પરમારે મોડાસાથી સુરતના રૂટ ઉપર લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. સરકાર દ્વારા બે નવી બસ ફાળવી આપતા, એક રૂટ સુરત અને બીજો રૂટ રાજકોટનો શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે જ બસ...

ઓગસ્ટ 3, 2025 3:35 પી એમ(PM)

views 11

મહેસાણા અર્બન કો.ઓપરેટિવ બેન્કના 8 ડિરેક્ટરો માટે આજે સવાર 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન ચાલશે

મહેસાણા અર્બન કો.ઓપરેટિવ બેન્કના 8 ડિરેક્ટરો માટે આજે સવાર 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન ચાલશે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે કે 8 ડિરેક્ટરો માટે ત્રણ પેનલમાં કુલ 26 ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે. 150 બુથ ઉપર 1 લાખ 7 હજાર થી વધુ સભાસદો મતદાન કરી રહ્યા છે. ગુજરાતની બીજા ...

ઓગસ્ટ 3, 2025 3:25 પી એમ(PM)

views 8

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ RPF એ જુલાઈમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને મુસાફરોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવામાં પ્રશંસનીય ભૂમિકા ભજવી છે

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ RPF એ જુલાઈમાં ઉત્કૃષ્ટ કામગીરી કરીને મુસાફરોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવામાં પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. આઇજી-કમ-પ્રિન્સિપલ ચીફ સિક્યોરિટી કમિશનર અજય સદાણીના નેતૃત્વમાં મુસાફરોનો કુલ એક લાખ 86 હજારની કિંમતનો સામાન, જેમાં 15થી વધુ મુસાફરોનો સામાન...

ઓગસ્ટ 3, 2025 3:17 પી એમ(PM)

views 25

આણંદના સંયુક્ત ઉપક્રમે “દિવ્યાંગ રાખડી એક્ઝિબિશન એન્ડ સેલ”નું સફળ આયોજન

આણંદ જિલ્લાના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી, વાસદના એન.એસ.એસ. યુનિટ અને ગુરૂકૃપા રેસિડેન્શિયલ સ્પેશિયલ સ્કૂલ, આણંદના સંયુક્ત ઉપક્રમે "દિવ્યાંગ રાખડી એક્ઝિબિશન એન્ડ સેલ"નું સફળ આયોજન એસવીઆઈટી કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ રક્ષાબંધન પર્વને સમાવેશ અને સશક્તિકરણન...

ઓગસ્ટ 3, 2025 3:13 પી એમ(PM)

views 10

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 63 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 63 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67 ટકા વરસાદ વરસ્યો છે. બીજી તરફ રાજ્યના 52 જળાશય હાઇએલર્ટ પર છે. રાજ્યમાં આજે 51 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી 4 હજાર 403 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. જ્યારે 690 લોકોને ...

ઓગસ્ટ 3, 2025 12:09 પી એમ(PM)

views 13

અંગદાન પ્રત્યેની જાગૃતિના સંદેશ સાથે આજે રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણી

આજે ત્રીજી ઑગસ્ટને રાષ્ટ્રીય અંગદાન દિવસ તરીકે મનાવાશે. અંગદાન ક્ષેત્રે અગ્રેસર ગુજરાતે અનેક સિદ્ધિ હાંસલ કરી છે. ગત સાત વર્ષમાં રાજ્યમાં 657 અંગદાતા તરફથી કુલ બે હજાર 39 અંગના દાન પ્રાપ્ત થયા છે. રાજ્યમાં અંગદાનથી એક હજાર 130 કિડની, 566 યકૃત, 147 હૃદય, 136 ફેફસાં, 31 હાથ, 19 સ્વાદુપિંડ અને 10 નાના ...

ઓગસ્ટ 3, 2025 12:05 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને રાજ્યના સર્વાંગી વિકાસની ચર્ચા કરી.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. દિલ્હી ખાતે યોજાયેલી આ બેઠકમાં ગુજરાતના સર્વાંગીણ વિકાસના વિવિધ આયામો અંગે તેમની સાથે ચર્ચા કરી.રાજ્યમાં ઉદ્યોગ તેમજ સામાજિક ક્ષેત્રના વિકાસ માટે તેઓના બહુમૂલ્ય સૂચનો મેળવ્યા. પ્રધાનમંત્રીએ પ્રત્યેક કલ્યાણકાર...

ઓગસ્ટ 2, 2025 7:27 પી એમ(PM)

views 11

રાજ્યમાં “108 ઍમરજન્સી” ઍમ્બુલન્સે અત્યાર સુધીમાં એક કરોડ 79 લાખથી વધુ કટોકટી કૉલ થકી લોકોને સેવા પૂરી પાડી

રાજ્યમાં “108 ઍમરજન્સી” સેવાને વર્ષ 2025 સુધીમાં વિક્રમજનક એક કરોડ 79 લાખથી વધુ કટોકટી કૉલ મળ્યા છે. તેના થકી દર્દીઓને સફળતાપૂર્વક તાત્કાલિક સેવા પૂરી પાડવામાં આવી છે. રાજ્યમાં વર્ષ 2007માં શરૂ કરાયેલી 108 ઇમરજન્સી સેવા અન્ય રાજ્ય માટે પથદર્શક અને આદર્શ સેવા પૂરવાર થઈ છે. 108 દ્વારા 58 લાખ 38 હજારથી...

ઓગસ્ટ 2, 2025 7:26 પી એમ(PM)

views 8

મહેસાણાના 2 ખેલાડીએ છત્તીસગઢમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ચંદ્રક જીત્યા

મહેસાણાના બે ખેલાડીએ રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ચંદ્રક જીતી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. છત્તીસગઢના બિલાસપુર ખાતે રેસલિંગ ફેટરેશન ઑફ ઇન્ડિયા અને ગ્રેપ્લિંગ કમિટી ઑફ ઇન્ડિયા દ્વારા પાંચમી સબ જૂનિયર કેડેટ રેસલીંગ નૅશનલ ચેમ્પિયનશીપ યોજાઈ, જેમાં સમગ્ર દેશમાંથી 13 વર્ષથી ઓછી વયના ખેલાડીઓએ ભાગ લીધો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.