પ્રાદેશિક સમાચાર

જૂન 14, 2025 7:33 પી એમ(PM) જૂન 14, 2025 7:33 પી એમ(PM)

views 3

અમદાવાદ વિમાની દુર્ઘટના બાદ NDRF, CISF, અગ્નિશમન દળ સહિતની એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાઈ છે.

અમદાવાદ વિમાની દુર્ઘટના બાદ NDRF, CISF, અગ્નિશમન દળ સહિતની એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાઈ છે. જેમાં કાટમાળ દૂર કરવાની તેમજ મૃતદેહોની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે આજે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. અગ્નિશમન દળ અને NDRFની ટીમ દ્વારા અતુલ્યમ હોસ્ટેલના પાછળના ભાગમાં ફસાયેલો વિમાનનો ભાગ કાપી અને યુવતીનો...

જૂન 14, 2025 7:32 પી એમ(PM) જૂન 14, 2025 7:32 પી એમ(PM)

views 3

DNAની કામગીરી પૂર્ણ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવશે.

DNAની કામગીરી પૂર્ણ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવશે. રાજકોટમાં સ્વ.વિજય રૂપાણીની અંતિમ ક્રિયાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક તેમજ સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના પારસ સોસાયટી સ્થિત નિવાસસ્થાને એકઠા થઈ રહ્યા છે. શહેરમાં રેસકોર્...

જૂન 14, 2025 7:30 પી એમ(PM) જૂન 14, 2025 7:30 પી એમ(PM)

views 4

આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે આ નિમિતે પહેલી થી 15 જૂન દરમિયાન મેઘા રકતદાન શિબિરનું આયોજન કર્યું છે.રાજ્યભરમાં અનેક સ્થળોએ યોજાયેલી આ શિબિરમાં અત્યાર સુધી એક હજાર 400થી વધુ યુનિટ રકતદાન કરવામાં આવ્યું છે. ત્યારે પં...

જૂન 14, 2025 7:28 પી એમ(PM) જૂન 14, 2025 7:28 પી એમ(PM)

views 5

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી રહી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી રહી છે.આ ઘટનાને લઈ ટંકરાના પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણી સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો પ્રથમ જોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં દિવંગતોની આત્માની ...

જૂન 14, 2025 7:27 પી એમ(PM) જૂન 14, 2025 7:27 પી એમ(PM)

views 7

આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.

આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગની યાદી અનુસાર આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી; સૌરાષ્ટ્રના જિલ્લ...

જૂન 14, 2025 7:25 પી એમ(PM) જૂન 14, 2025 7:25 પી એમ(PM)

views 3

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ભારતીય વિમાન કાફલામાં 34 બોઇંગ 787 વિમાનોનું વિસ્તૃત નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ભારતીય વિમાન કાફલામાં 34 બોઇંગ 787 વિમાનોનું વિસ્તૃત નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. આમાંથી આઠ વિમાનોનું તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા શ્રી નાયડુએ જણાવ્યું હતું કે ઘ...

જૂન 14, 2025 7:23 પી એમ(PM) જૂન 14, 2025 7:23 પી એમ(PM)

views 8

સુરતમાં સાતમા માળેથી પટકાતાં બે કારીગરોના મોત થયા છે.

સુરતમાં સાતમા માળેથી પટકાતાં બે કારીગરોના મોત થયા છે. નાનપુરા વિસ્તારમાં કૈલાશનગરના શાલિભદ્ર એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ફ્લેટની બહાર બારી નજીક એસી રિપેરિંગનું કામ કરી રહેલા બે કારીગરો લોખંડની એંગલ તૂટી જતા સાતમા માળેથી નીચે પડ્યા હતા. જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ...

જૂન 14, 2025 3:41 પી એમ(PM) જૂન 14, 2025 3:41 પી એમ(PM)

views 4

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું હતું કે ભાજપ અને ગુજરાતે સમાજ સેવી આગેવાન ગુમાવ્યા છે. વિજયભાઇ, વિદ્યાર્થી કાળથી જ સંઘર્ષ કરતા રહ્યા છે, અમને પણ કાયમ એમનો સહકાર મળતો રહ્યો છે.

જૂન 14, 2025 3:39 પી એમ(PM) જૂન 14, 2025 3:39 પી એમ(PM)

views 2

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહોની ઓળખ માટે આજથી DNA સેમ્પલ મેચ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહોની ઓળખ માટે આજથી DNA સેમ્પલ મેચ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં 39 જેટલા મૃતકોના DNA સેમ્પલ મેચ થઈ ગયા છે અને તેમના મૃતદેહ તૈયાર રાખવામાં આવ્યા છે. મૃતકના DNA મેચ થયા છે તેમના પરિવારજનોને મૃતદેહ આપવામાં આવશે. રાજ્યના વિવિધ શહેરોમાં પોલીસ બંદોબસ્ત સ...

જૂન 14, 2025 3:31 પી એમ(PM) જૂન 14, 2025 3:31 પી એમ(PM)

views 6

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ અગાઉ ગાંધીનગરમાં ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા FSL અને રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયની મુલાકાત લીધી હતી. તેમણે DNA પરીક્ષણની કામગીરીની સમીક્ષા કરી હતી. દરમિયાન તેમણે FSL ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી....

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.