પ્રાદેશિક સમાચાર

જૂન 23, 2025 1:48 પી એમ(PM) જૂન 23, 2025 1:48 પી એમ(PM)

views 6

કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આગળ

ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. ગુજરાતમાં વિસાવદર અને કડી મતવિસ્તાર માટે અત્યાર સુધી મળેલા વલણો મુજબ વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા સરસાઇ ભોગવી રહ્યાં છે. જ્યારે કેરળની નિલંબુર બેઠક પર કોંગ્રેસ અને પશ્ચિમ ...

જૂન 23, 2025 8:23 એ એમ (AM) જૂન 23, 2025 8:23 એ એમ (AM)

views 3

આજથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પુરક અને પુનઃ પરીક્ષા

આજથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પુરક અને પુનઃપરીક્ષા શરૂ થશે. આ પરીક્ષા માટે કુલ બે લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ પરીક્ષાઓ ત્રણ જુલાઈ સુધી ચાલશે. આ વર્ષે પ્રથમ વાર ધોરણ 10 અને 12માં તમામ વિષયોમાં પૂરક પરીક્ષા લેવાઈ રહી છે.એકથી વધુ વિષયોમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પ...

જૂન 23, 2025 8:20 એ એમ (AM) જૂન 23, 2025 8:20 એ એમ (AM)

views 3

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 251 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા, ૨૪૫ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી 251 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા છે, જેમાંથી 245 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા છે, એમ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું.ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ ...

જૂન 23, 2025 8:19 એ એમ (AM) જૂન 23, 2025 8:19 એ એમ (AM)

views 10

રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં સરેરાશ 72 ટકા મતદાન નોંધાયું

રાજ્યમાં ગઇકાલે ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા-ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું. ચૂંટણી પંચની યાદી પ્રમાણે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 72 જેટલું મતદાન નોંધાયું.રાજ્યના અનેક જિલ્લાઓમાં 70 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં મહેસાણા જિલ્લામાં 71.33 ટકા મતદાન...

જૂન 23, 2025 7:59 એ એમ (AM) જૂન 23, 2025 7:59 એ એમ (AM)

views 9

કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ

કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની 19મી જૂને યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવશે. વિસાવદર બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ છે.વિધાનસભા બેઠકની મતગણતરી જૂનાગઢની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે થશે. કડી વિધાનસભા મતવિસ્તારની મતગણતરી મહેસાણાના મેવડ સ્થિ...

જૂન 22, 2025 7:54 પી એમ(PM) જૂન 22, 2025 7:54 પી એમ(PM)

views 7

રાજ્યમાં વરસાદી માહોલઃ 147 તાલુકામાં પાંચ ઇંચ સુધી વરસાદ નોંધાયોઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજ્યનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં છેલ્લાં બે દિવસથી ચોમાસાનો માહોલ છે. આજે સવારે છથી સાંજનાં છ વાગ્યા દરમિયાન 147 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં પડ્યો છે. જ્યારે જામનગરનાં કાલાવડ તાલુકામાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લાં 24 કલાકમાં સૌ...

જૂન 22, 2025 7:52 પી એમ(PM) જૂન 22, 2025 7:52 પી એમ(PM)

views 3

રાજ્યની ગ્રામપંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્નઃ અનેક જિલ્લાઓમાં 70 ટકાથી વધુ મતદાન

રાજ્યમાં આજે ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા-ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું. રાજ્યની 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં 3 હજાર 656 સરપંચની જગ્યાઓ અને 16 હજાર 224 સભ્ય બેઠકો માટે મતદાન યોજાયું. આ મતદાન માટે 81 લાખ મતદારો નોંધાયા હતા. રાજ્યના અનેક જિલ્લાઓમાં સાંજે પાંચ વાગ્યા સુધી 70 ...

જૂન 22, 2025 7:01 પી એમ(PM) જૂન 22, 2025 7:01 પી એમ(PM)

views 4

અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં એઆઇ આધારિત પ્રણાલિનો ઉપયોગ કરવામાં આવશે

27મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આજે શહેરના પોલીસ કમિશનર જી.એસ.મલિકે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. પોલિસ કમિશનર શ્રી મલિકે જણાવ્યું કે રથયાત્ર...

જૂન 22, 2025 4:07 પી એમ(PM) જૂન 22, 2025 4:07 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ ક્મ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-૨૦૨૫ જાહેર કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ ક્મ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-૨૦૨૫ જાહેર કરી છે. આ પોલિસીને કારણે કેન્દ્રનાં ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા મંજૂરી અને સહાય પ્રાપ્ત એકમોને ગુજરાતમાં પણ કેન્દ્રીય ધોરણે ૧૦૦ ટકા સહાય પ્રોત્સાહન મળશે. આ પોલિસી દ્વારા રાજ્...

જૂન 22, 2025 4:05 પી એમ(PM) જૂન 22, 2025 4:05 પી એમ(PM)

views 2

રાજ્યમાં આજે ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા-ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે.

રાજ્યમાં આજે ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા-ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. મોરબી જિલ્લાની પાંચ તાલુકાની 40 ગ્રામ પંચાયત પર મતદાન ચાલી રહ્યું છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીનું મતદાન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામમાં શાંતિપૂર્ણ માહોલમાં ...