પ્રાદેશિક સમાચાર

જૂન 24, 2025 7:04 પી એમ(PM) જૂન 24, 2025 7:04 પી એમ(PM)

views 9

દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ – સૌથી વધુ નવ ઇંચ જેટલો વરસાદ નાંદોદ તાલુકામાં

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સતત બીજા દિવસે ભારે વરસાદ યથાવત છે. રાજ્યમાં કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે રાજ્યના 120 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે નવ ઇંચ જેટલો વરસાદ નર્મદાના નાંદોદ તાલુકામાં વરસ્યો છે, જ્યારે નર્મદાના તિલકવાડા, દાહોદના દાહોદ, પંચમહાલના શહેરા સહિત 14 તાલુકા...

જૂન 24, 2025 2:39 પી એમ(PM) જૂન 24, 2025 2:39 પી એમ(PM)

views 7

રાજ્યમાં ગત 24 કલાકમાં 31 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યમાં ગત 24 કલાકમાં 31 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ વરસ્યો છે. માત્ર સુરતમાં જ 16 ઈંચથી વધુ વરસાદના અહેવાલ છે. શહેરના વરાછા ઝૉન એ અને બી, ઉના, સરોલી સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તેને લઈ ગઈકાલથી મહાનગરપાલિકાની ટીમો કામે લાગી ગઈ છે. સુરતનાં અમારાં પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે, સતત વર...

જૂન 24, 2025 2:36 પી એમ(PM) જૂન 24, 2025 2:36 પી એમ(PM)

views 4

ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ.

ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ, સુરત સહિતના શહેરોમાં પડેલા ભારે વરસાદ, અમદાવાદની રથયાત્રાની તૈયારીઓ, શાળા પ્રવેશોત્સવ, રાજ્યમાં આગામી કાર્યક્રમ અને નીતિગત વિષય...

જૂન 24, 2025 2:34 પી એમ(PM) જૂન 24, 2025 2:34 પી એમ(PM)

views 2

અમદાવાદમાં આગામી 27 જૂને યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજી.

અમદાવાદમાં આગામી 27 જૂને યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજી. અમારા પ્રતિનિધિ જણાવે છે, બેઠકમાં રથયાત્રા માટે કરવામાં આવેલી વ્યવસ્થા અને સલામતી અંગે સમીક્ષા કરવામાં આવી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગૃહ સચિવ એમ. કે. દાસ, રાજ...

જૂન 24, 2025 2:31 પી એમ(PM) જૂન 24, 2025 2:31 પી એમ(PM)

views 3

ખેડૂતોને વિવિધ સરકારી યોજનાનો લાભ લેવા માટે ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન કરાવવી ફરજિયાત

ખેડૂતોને વિવિધ સરકારી યોજનાનો લાભ લેવા માટે ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન કરાવવી ફરજિયાત છે. ત્યારે મહીસાગર જિલ્લાના 35 ટકા જેટલા ખેડૂતોની નોંધણી બાકી છે ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પટેલે ખેડૂતોને વહેલામાં વહેલી તકે ખેડૂત નોંધણી કરાવવા અનુરોધ કર્યો છે.

જૂન 24, 2025 2:28 પી એમ(PM) જૂન 24, 2025 2:28 પી એમ(PM)

views 6

મહેસાણામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે થયેલા મતદાનની મત ગણતરી આવતીકાલે હાથ ધરાશે

મહેસાણામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે થયેલા મતદાનની મત ગણતરી આવતીકાલે હાથ ધરાશે. જિલ્લામાં ખેરાલુની કેશુભાઈ દેસાઈ સંકુલ, સતલાસણાની આર. એમ. પ્રજાપતિ આટર્સ કૉલેજ, વડનગરની સરકારી પૉલિટેક્નિક કૉલેજ, I.T.I. વિસનગર, વિજાપુરની હોસ્ટેલ પિલવાઈ કૉલેજ, પાંચોટની સ્પોર્ટ્સ સંકુલ, ઊંઝાની મ્યુનિસિપલ પ્રાથમિક શાળા...

જૂન 24, 2025 9:10 એ એમ (AM) જૂન 24, 2025 9:10 એ એમ (AM)

views 14

મધ્ય પૂર્વમાં હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ

મધ્ય પૂર્વમાં હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ છે. અમદાવાદ એરપોર્ટ પરથી હવાઇ મુસાફરો કરતાં મુસાફરોને અમદાવાદ એરપોર્ટના તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે કે તેઓ એરપોર્ટ પર પહોંચતા પહેલા તેમની સંબંધિત એરલાઇન્સ સાથે તેમની...

જૂન 24, 2025 9:08 એ એમ (AM) જૂન 24, 2025 9:08 એ એમ (AM)

views 7

ભરૂચમાં આગામી રથયાત્રાને લઈને ફ્લેગ માર્ચ યોજાઈ

ભરૂચમાં આગામી રથયાત્રાને લઈને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી ભરૂચ શહેરના એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક દ્વારા સંયુક્ત રીતે ફ્લેગ માર્ચ યોજાઈ હતી.આ ફ્લેગ માર્ચ ફુરજા બંદરથી શરૂ થઈ સોનેરી મહેલ સુધીના સમગ્ર રથયાત્રાના રૂટ પર યોજાઈ હતી. એ ડિવિઝનના અને બી ડિવિઝનના પોલીસના પીએસઆઈ સહિતના ક...

જૂન 24, 2025 9:07 એ એમ (AM) જૂન 24, 2025 9:07 એ એમ (AM)

views 12

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ નિકળશે

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ યોજાશે. રથયાત્રામાં 18 ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડવાજાવાળા સાથે ભગવાન જગન્નાથ આનંદ અને ઉત્સાહ સાથે નગરયાત્રા કરશે.. હરિદ્વાર અયોધ્યા નાસિક, ઉજજૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી બે હજાર 500 જ...

જૂન 24, 2025 9:06 એ એમ (AM) જૂન 24, 2025 9:06 એ એમ (AM)

views 4

ચોમાસામાં અગમચેતીના ભાગરૂપે ‘મેલેરિયા નિર્મૂલન’ માટે માર્ગદર્શિકા જાહેર

ચોમાસામાં અગમચેતીના ભાગરૂપે ‘મેલેરિયા નિર્મૂલન’ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.. આ માટે પાણી સંગ્રહના પાત્રો હવાચુસ્ત રીતે ઢાંકવા, ઘરની આજુબાજુ પાણી ભરાવા ન દેવું, મચ્છરદાનીનો ઉપયોગ કરવા જેવી વિવિધ સાવચેતી રાખવાથી સલાહ આપવામાં આવી છે. જો શરીરમાં તાવની અસર દેખાય તો લોહીની તપાસ કરાવવી અને તપાસ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.