પ્રાદેશિક સમાચાર

જુલાઇ 14, 2025 3:04 પી એમ(PM) જુલાઇ 14, 2025 3:04 પી એમ(PM)

views 7

રાજ્યમાં વરસાદના કારણે અનેક નદી, તળાવ બંધમાં નવા નીર આવ્યા

રાજ્યમાં વરસાદના કારણે અનેક નદી, તળાવ બંધમાં નવા નીર આવ્યા છે. ત્યારે મહેસાણામાં આવેલા ધરોઈ બંધની સંગ્રહ ક્ષમતા આજે સવારે આઠ વાગ્યા સુધીમાં 70 ટકા સુધી પહોંચી છે. તાપીમાં આજે વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો વ્યારાના બોરખડી ગામ સહિતના વિસ્તારમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદ શ...

જુલાઇ 14, 2025 3:03 પી એમ(PM) જુલાઇ 14, 2025 3:03 પી એમ(PM)

views 3

બોટાદ જિલ્લામાં કૉઝ-વૅમાં પાણીના પ્રવાહમાં કાર તણાતા બે લોકોના મોત

બોટાદ જિલ્લામાં કૉઝ-વૅમાં પાણીના પ્રવાહમાં કાર તણાતા બે લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ પ્રકાશ ભિમાણી જણાવે છે, રાણપુર તાલુકાના ગોધવટા ગામ પાસે આવેલા કૉઝ-વૅમાં આ કાર તણાઈ ગઈ હતી. કારમાં સ્વામિનારાયણ મંદિરના સંતો અને હરિભક્તો સહિત સાત લોકો સવાર હતા. દરમિયાન ચાર લોકોનો આબાદ બચાવ થયો છે. જ્યારે ગુમ ...

જુલાઇ 14, 2025 9:54 એ એમ (AM) જુલાઇ 14, 2025 9:54 એ એમ (AM)

views 2

કચ્છમાંથી 58 લાખ રૂપિયાના હેરોઇન સાથે પંજાબના બે આરોપીઓ ઝડપાયાં

કચ્છમાંથી ફરી નશાકારક દ્રવ્યોનો જથ્થો ઝડપાયો છે. ગાંધીધામના રેલવે ઓવરબ્રિજ પાસે 58 લાખના હેરોઈનના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યાં છે. પોલીસે પંજાબના તરનતારનના કુલવીંદરસિંગ હરદેવસિંગ અને લખવીન્દરસિંગ ગુરમાનસિંગની આ જથ્થા સાથે ધરપકડ કરી છે. પોલીસે બંનેની કડક પૂછપરછ હાથ ધરીને હેરોઇનની જથ્થો ...

જુલાઇ 14, 2025 9:53 એ એમ (AM) જુલાઇ 14, 2025 9:53 એ એમ (AM)

views 4

સુરતમાં 156 અરજદારોની ફરિયાદનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિરાકરણ લાવવા તંત્રને સૂચના આપી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે નાગરિકો સાથે જનસંપર્ક કાર્યક્રમ યોજી 156 જેટલા અરજદારોની રજૂઆતો સાંભળી હતી અને તેમના પ્રશ્નોના સુખદ નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.ગૃહમંત્રી સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચીને નાગરિકોને રૂબરૂ મળ્યા હતા. આ જનસંપર્ક કાર્યક્રમમાં સુરતના વિવિધ વિસ્...

જુલાઇ 14, 2025 9:51 એ એમ (AM) જુલાઇ 14, 2025 9:51 એ એમ (AM)

views 6

રાજ્યમાં ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના માઈનોર પેચવર્કની ૫૧ ટકા, મેજર પેચવર્કની ૪૦ ટકા સમારકામની કામગીરી પૂર્ણ

રાજ્યમાં ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.. જે અંતર્ગત ક્ષતિગ્રસ્ત રસ્તાઓના માઈનોર પેચવર્કની ૫૧ ટકા,મેજર પેચવર્કની ૪૦ ટકા તેમજ પૂરવાની કામગીરી ૬૨ ટકા પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે રાજ્યમાં કુલ ૧૮૩ રસ્તાઓને ડાયવર્ઝન અપાયું છે. રાજયના ૧૫૪ રસ્તાઓનું ક્વોલિટી ...

જુલાઇ 13, 2025 7:20 પી એમ(PM) જુલાઇ 13, 2025 7:20 પી એમ(PM)

views 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના મુજપૂર પાસે મહી નદી ઉપર નવો દ્વિમાર્ગીય પૂલ બનાવવા 212 કરોડ રૂપિયા મંજૂર કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપૂર પાસે મહી નદી ઉપર નવો દ્વિમાર્ગીય પૂલ બનાવવા 212 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર બનનારો આ બ્રિજ પાદરા અને આંકલાવને જોડશે. માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર એન. વી. રાઠવાએ જણાવ્યું કે, મુજપૂર એપ્રોચ રોડ હાલમાં...

જુલાઇ 13, 2025 7:18 પી એમ(PM) જુલાઇ 13, 2025 7:18 પી એમ(PM)

views 4

મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના પીડિતોને 62 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવી

મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના પીડિતોને 62 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર મૃતકના પરિવારજનોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં જાહેર કરવામાં આવી હતી. આજે છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે સહાયના ચે...

જુલાઇ 13, 2025 7:17 પી એમ(PM) જુલાઇ 13, 2025 7:17 પી એમ(PM)

views 3

‘ગુજમાર્ગ’ એપ્લિકેશન દ્વારા છ મહિનામાં નુકસાનગ્રસ્ત માર્ગ અને પૂલની 3 હજાર 620 ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું

નુકસાન ગ્રસ્ત માર્ગ અને બ્રિજની સમસ્યાઓના નિવારણ માટેની એપ્લિકેશન 'ગુજમાર્ગ' કાર્યરત છે. આ એપ્લિકેશન મારફતે છેલ્લા છ મહિનામાં 99.66 ટકા ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું છે. માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો સીધી માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડવા માટેનું એક સરળ મંચ એટલે 'ગુજમાર્ગ' એપ. આ એ...

જુલાઇ 13, 2025 7:15 પી એમ(PM) જુલાઇ 13, 2025 7:15 પી એમ(PM)

views 33

ગાંધીનગરની કોલવડા આયુર્વેદ હોસ્પિટલ દ્વારા 5 હજારથી વધુ લોકોને આયુર્વેદ ઉપચાર થકી મેદસ્વિતા મુક્ત કરાયા

ગાંધીનગર જિલ્લાની કોલવડા આયુર્વેદ હોસ્પિટલમાં ઓગસ્ટ 2017 થી અત્યાર સુધીમાં 5 હજારથી વધુ લોકો મેદસ્વિતા મુક્ત થયા. હોસ્પિટલના વૈદ્ય દક્ષેન ડી. ત્રિવેદીએ વધુ માહિતી આપતાં જણાવ્યું કે, જેઓ ઓબેસીટી સ્પેશિયલ ઓ.પી.ડી અંતર્ગત અત્યાર સુધી કરેલ કામગીરી અંગે જણાવે છે કે, મેદસ્વિતા મુક્ત અભિયાન પછી દર મહિને આશ...

જુલાઇ 13, 2025 7:13 પી એમ(PM) જુલાઇ 13, 2025 7:13 પી એમ(PM)

views 6

રાજ્યના 104 તાલુકામાં આજે વરસાદ- આવતીકાલે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજ્યના 104 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠાના દાંતામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુર અને ભાવનગરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પાટણના સિદ્ધપુર, વલસાડ જિલ્લાના કપરાડામાં સહિત સાત તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. બોટાદ જિલ્લાના બરવાળામાં પણ એક ઇ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.