પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 27, 2025 3:01 પી એમ(PM)

views 19

આણંદની અમૂલ ડેરીની ચૂંટણી આગામી 10મી સપ્ટેમ્બરે યોજાશે

આણંદની અમૂલ ડેરીની ચૂંટણી આગામી 10મી સપ્ટેમ્બરે યોજાનાર છે ત્યારે હાલ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે જાહેર રજા હોવાથી આવતીકાલે અંતિમ દિવસે ઉમેદવારીપત્રો ભરવા માટે ભારે ધસારો રહેશે. ગઇકાલે ચૂંટણીમાં ભાજપ દ્વારા વધુ આણંદ, ખંભાત, પેટલાદ, માતર સહિત 7 બેઠક પર ઉમેદવાર જાહેર કરાયા હતા.

ઓગસ્ટ 27, 2025 3:00 પી એમ(PM)

views 5

પર્યુષણ મહાપર્વનું આજે સમાપન…

પર્યુષણ મહાપર્વનું આજે સમાપન થઇ રહ્યું છે. વર્ષ દરમિયાન કોઈ પણની સાથે મન દુઃખ થયું હોય તો આ સમયે અંતઃકરણપૂર્વક ક્ષમા માંગવામાં આવે છે અને ક્ષમા આપવામાં પણ આવે છે જેને મિચ્છામી દુક્કડમ કહેવામાં આવે છે, આજે વહેલી સવારથી ઉપાશ્રયમાં ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. દરેક દેરાસરોમાં ભવ્ય આંગી કરવામાં આવી રહી છે...

ઓગસ્ટ 27, 2025 2:59 પી એમ(PM)

views 5

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તરણેતર મેળાનો આજે બીજો દિવસ…

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તરણેતર મેળાનો આજે બીજો દિવસ છે. ઝાલાવાડની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક ગણાતા આ મેળાની શોભા વધારતી ઝાલાવાડની રંગબેરંગી છત્રીઓએ માત્ર દર્શકોનું ધ્યાન ખેંચ્યું નથી, પરંતુ અંગદાન જેવા સામાજિક કાર્યના સંદેશને પણ લોકો સુધી પહોંચાડ્યો છે. સાંભળીએ એક અહેવાલ..

ઓગસ્ટ 27, 2025 2:57 પી એમ(PM)

views 14

ભારે વરસાદને કારણે રાજ્યના 99 જળાશય હાઇએલર્ટ પર

ભારે વરસાદને કારણે રાજ્યના 99 જળાશય હાઇએલર્ટ પર છે. જ્યારે 26 જળાશયને એલર્ટ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધ 89 ટકા ભરાયો છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં એક મીટરનો વધારો થયો છે. દરમિયાન અરવલ્લી જિલ્લામાં પણ માઝમ અને મેશ્વો જળાશય ઓવરફ્લો થતાં રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવી ...

ઓગસ્ટ 27, 2025 3:05 પી એમ(PM)

views 9

રાજ્યભરમાં આજે ગણેશ ચતુર્થીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી…

રાજ્યભરમાં આજે ગણેશ ચતુર્થીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પાવન પર્વની લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. ગણપતિજીને ભારતીય સંસ્કૃતિમાં દેવતાઓમાં સૌ-પ્રથમ સ્થાન આપવામાં આવે છે. આપણી સંસ્કૃતિ મુજબ ગણપતિજી વિઘ્નહર્તા હોવાથી દરેક પ્રસંગમાં તેમની સ્થાપના પહેલા કરવામાં આ...

ઓગસ્ટ 27, 2025 9:38 એ એમ (AM)

views 9

અમદાવાદ નજીકથી ત્રણ કરોડ 69 લાખની એમ્બરગ્રીસ સાથે એક ઝડપાયો એક ફરાર

અમદાવાદ પાસેથી C.I.D.મસેલે વ્હેલની એમ્બરગ્રીસ વેચવા માટે આવેલા એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે એક ફરાર આરોપીની પકડવાની તજવીજ હાથ ધરી છે.દવા અને અત્તર બનાવવાના ઉપયોગમાં લેવાતી એમ્બરગ્રીસ પ્રતિબંધિત છે ત્યારે ભાવનગરનો એક શખ્સ કારમાં વ્હેલની ઉલેટીને વચવા ફરી રહ્યો હોવાની C.I.D.ના સેલને બાતમી મળી હતી અન...

ઓગસ્ટ 27, 2025 9:37 એ એમ (AM)

views 8

આજે ગણેશ ચતુર્થના પાવન પર્વ પર રાજ્યભરમાં ગણેશ સ્થાપન, જ્યારે ક્ષમાયાચનાના સવંત્સરીના પર્વની જૈનો દ્વારા ઉજવણી – મુખ્યમંત્રીએ બંને તહેવારોની શુભકામના પાઠવી

આજે ગણેશચતુર્થી છે ત્યારે તેની ઉજવણી માટે રાજ્યભરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વિવિધ સંથાઓ દ્વારા આ તહેવારની અનેક રીતે ઉજવણી કરવામાં આવશે.અમદાવાદ, સુરત, વડોદરા સહિતના તમામ શહેરો અને નગરો તેમજ ગામડાઓમાં ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવશે. ગણેશ પંડાલો ઓપરેશન સિંદૂર સહિતની વૈવિધ્યસભ...

ઓગસ્ટ 27, 2025 9:36 એ એમ (AM)

views 7

ભારે વરસાદના પગલે સાબરમતી નદીનું જળસ્તર વધતાં ખેડાના ત્રણને એફલિફ્ટ કરી અને ધોળકાના બે લોકોને N.D.R.F. દ્વારા બચાવાયાં

ખેડા જિલ્લા વહીવટી તંત્રએ સાબરમતી નદીના પ્રવાહમાં ફસાયેલી ત્રણ વ્યક્તિઓને બચાવી લીધી છે. ખેડા તાલુકાના કોદરીયાપુરા નજીક સાબરમતી નદીમાં ત્રણ વ્યક્તિઓ ફસાઈ હોવાની જાણ ગામના સરપંચે કરતાં તંત્ર દ્વારા આ બચાવ કામગીરી કરવામાં આવી હતી.નોંધપાત્ર બાબત એ છે કે યાંત્રિક બોટ દ્વારા પાણીના ઝડપી પ્રવાહમાં જવાનું ...

ઓગસ્ટ 27, 2025 9:35 એ એમ (AM)

views 11

રાજ્યમાં પડેલા ભારે વરસાદના પગલે ખરિફ પાકનું મબલખ વાવેતર, મગફળી અને કપાસના વાવેતરમાં વધારો

આ વર્ષે રાજ્યમાં વરસેલા સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના ખેડૂતો દ્વારા 81 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું છે જે કુલ વિસ્તારના 94 ટકા જેટલું છે.અત્યાર સુધીમાં સૌથી વધુ આશરે 21.88 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળી અને ત્યારબાદ 20.71 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસનું વાવેતર ક...

ઓગસ્ટ 26, 2025 7:29 પી એમ(PM)

views 8

વિશ્વ વિખ્યાત તરણેતરના મેળાનો આજથી આરંભ. પશુ મેળો અને ગ્રામિણ ઓલિમ્પિક્સ ખાસ આકર્ષણ

સુરેન્દ્રનગરમાં પાંચાળ પ્રદેશની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી આરંભ થયો છે. સાંસ્કૃતિક વિરાસતના સમૃધ્ધ વારસાના પ્રતિક સમો આ લોકમેળો આસપાસના ગામના લોકો માટે રોજગારીનું, સાંસ્કૃતિક વિરાસતની જાળવણીનું, કલાકારો માટે કળાના પ્રદર્શનનું એક શ્રેષ્ઠ મંચ પૂરું પાડે છે.મેળાનું મુખ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.