પ્રાદેશિક સમાચાર

જુલાઇ 16, 2025 10:27 એ એમ (AM) જુલાઇ 16, 2025 10:27 એ એમ (AM)

views 2

મુખ્યમંત્રીએ ધરોઈ બંધ વિસ્તારમાં વૈશ્વિક કક્ષાની પરિયોજનાના વિકાસકાર્યોનું સ્થળ નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ધરોઈ બંધ વિસ્તારની મુલાકાત લીધી. દરમિયાન તેમણે વિસ્તારમાં હાથ ધરાયેલા વિશ્વ કક્ષાના ટકાઉ પ્રવાસન અને ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકેની બહુવિધ પ્રવાસન પરિયોજનાના વિકાસકાર્યોનું સ્થળ નિરીક્ષણ કર્યું. આ વિકાસ પરિયોજના અંદાજે એક હજાર 100 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ તબક્કામાં હ...

જુલાઇ 15, 2025 6:43 પી એમ(PM) જુલાઇ 15, 2025 6:43 પી એમ(PM)

views 5

સીસીટીવી પ્રોજેક્ટને કારણે અમદાવાદમાં ગુનાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો

અમદાવાદના પોલિસ કમિશનર જી એસ મલિકે આજે જણાવ્યું છે કે, સીસીટીવી પ્રોજેક્ટને કારણે શહેરમાં ગુનાઓ સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદમાં યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં છેલ્લાં છ મહિનામાં નોંધાયેલા ગુનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.શ્રી મલિકે જણાવ્યું કે, શહેરમાં ગુનાઓ કાબુ હેઠળ છે અને ગંભીર પ્રકારના...

જુલાઇ 15, 2025 6:20 પી એમ(PM) જુલાઇ 15, 2025 6:20 પી એમ(PM)

views 7

રાજ્યમાં છેલ્લાં બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું

રાજ્યમાં છેલ્લાં બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 18 ઇંચ વરસાદ પડ્યો છે, જે સરેરાશ વરસાદની સામે 51 ટકા થાય છે. સૌથી વધુ 58 ટકા વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો છે. રાજ્યનાં 25 ડેમ સંપૂર્ણ ભરાયા છે, જ્યારે 57 ડેમ 70થી 100 ટકા સુધી ભરાયા છે. 39 ડેમ હાઇ એલર્ટ પર 25 ડેમ એલર્ટ પર છે. નવસારી ...

જુલાઇ 15, 2025 6:17 પી એમ(PM) જુલાઇ 15, 2025 6:17 પી એમ(PM)

views 3

જર્મનીમાં આવતી કાલથી શરૂ થઈ રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતની ટેબલ ટેનિસ ટીમમાં સુરતનાં બે ખેલાડીનો સમાવેશ

જર્મનીના રૂહ્ર ખાતે આવતીકાલથી શરૂ થઈ રહેલી FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતની ટેબલ ટેનિસ ટીમમાં ગુજરાતના બે ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે. બંને ખેલાડીઓ સુરતનાં છે. 23 વર્ષીય અયાઝ ટેબલ ટેનિસ ટીમની આગેવાની લેશે,  જ્યારે 20 વર્ષીય દેવર્ષ વાઘેલા પણ આ ટીમમાં રમશે.  ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશ...

જુલાઇ 15, 2025 6:14 પી એમ(PM) જુલાઇ 15, 2025 6:14 પી એમ(PM)

views 2

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા વેરા વસૂલાત અને મિલકત સીલ કરવા અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા વેરા વસૂલાત અને મિલકત સીલ કરવા અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વેરો ભરપાઈ નકરનારા નાગરિકોની મિલકત સીલ કરવામાં આવી હતી. વેરા વસૂલાતની કામગીરી દરમ્યાન અંદાજીત 6 લાખ રૂપિયાના વેરા વસૂલ કરવામાં આવ્યા હતા.

જુલાઇ 15, 2025 6:51 પી એમ(PM) જુલાઇ 15, 2025 6:51 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાલી રહેલા માર્ગો-પુલોના મરામત કામોની CM ડેશબોર્ડ મારફતે સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો-પુલોના મરામત કામોની સઘન સમીક્ષા સી.એમ. ડેશબોર્ડની વિડીયો વોલ મારફતે કરી હતી. તેમણે અધિકારીઓને આ કામગીરી ઝડપથી કરીને નાગરિકોની સમસ્યા ઉકેલવા અધિકારીઓને સૂચનાઓ આપી. મુખ્યમંત્રીએ મરામત કામોની સાઈટ વિઝિટ કરીને કામગીરીની ગુણવત્તા ચકાસવા દિશાનિર...

જુલાઇ 15, 2025 6:09 પી એમ(PM) જુલાઇ 15, 2025 6:09 પી એમ(PM)

views 3

મુજપુર-ગંભીરા જેવી પુલદુર્ઘટના આગામી સમયમાં ન બને તે માટે રાજ્ય સરકારે પગલાં લેવાનું શરૂ કર્યું

મુજપુર-ગંભીરા જેવી પુલદુર્ઘટના આગામી સમયમાં ન બને તે માટે રાજ્ય સરકારે પગલાં લેવાનું શરૂ કર્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં જ્યાં રસ્તા અને પુલની નબળી કામગીરી દેખાય તો તે જિલ્લાના વરિષ્ઠ અધિકારી – અધિકારીએ કોન્ટ્રાક્ટર સામે ગંભીર પગલા લેવા આદેશ આપવામાં આવ્યા છે.  આ અભિયાનમાં ભાગ રૂપે મા...

જુલાઇ 15, 2025 6:03 પી એમ(PM) જુલાઇ 15, 2025 6:03 પી એમ(PM)

views 2

મોરબીના મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નિલ ખરેએ આજે મોરબી મહાનગરપાલિકાની ટીમની કામગીરીની સમીક્ષા કરી

મોરબીના મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નિલ ખરેએ આજે મોરબી મહાનગરપાલિકાની ટીમની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે વિવિધ વિસ્તારોમાં ડામર પેચવર્ક, ડ્રેનેજ વર્ક સ્ટ્રીટલાઇટ રિપેરિંગ અને સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું

જુલાઇ 15, 2025 6:01 પી એમ(PM) જુલાઇ 15, 2025 6:01 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનાં 64મા જન્મદિવસે અડાલજ ખાતેના ત્રિમંદિરમાં દર્શન-પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનાં 64મા જન્મદિવસે અડાલજ ખાતેના ત્રિમંદિરમાં દર્શન-પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતાં. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ટેલિફોનિક વાતચિત કરીને મુખ્યમંત્રીને દિર્ઘાયુ અને સ્વાસ્થ્યપ્રદ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

જુલાઇ 15, 2025 9:25 એ એમ (AM) જુલાઇ 15, 2025 9:25 એ એમ (AM)

views 1

અમૂલ ડેરીએ દૂધ ઉત્પાદકોને વર્ષ 2024-25માં દૂધના અંતિમ ભાવ પેટે 602 કરોડ રૂપિયા ચૂકવ્યા

અમૂલ ડેરીએ દૂધ ઉત્પાદકોને વર્ષ 2024-25માં દૂધના અંતિમ ભાવ પેટે 602 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, વાઇસ ચેરમેન કાંતિભાઇ સોઢા પરમાર અને ડિરેક્ટર રાજેશ પાઠક દ્વારા અમૂલ ડેરીમાં થયેલી પ્રગતિનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં અમૂલ ડેરી દ્વારા વર્ષ 2024-25 દૂધ ઉત્પાદકોને દૂધના અ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.