પ્રાદેશિક સમાચાર

જુલાઇ 16, 2025 2:38 પી એમ(PM) જુલાઇ 16, 2025 2:38 પી એમ(PM)

views 11

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે વિધાનસભા ખાતે કડી અને વિસાવદરના નવનિયુકત ધારાસભ્યોને શપથગ્રહણ કરાવ્યા

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે વિધાનસભા ખાતે કડી વિધાનસભા મત વિસ્તારના નવનિયુકત ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને વિસાવદર વિધાનસભા મત વિસ્તારના નવનિયુકત ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયાને ધારાસભ્ય તરીકેના શપથગ્રહણ કરાવ્યા હતા.

જુલાઇ 16, 2025 2:35 પી એમ(PM) જુલાઇ 16, 2025 2:35 પી એમ(PM)

views 8

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણને GUJCOST દ્વારા સાયન્સ અને ટેકનોલોજીના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સેલની સ્થાપના કરવા મંજૂરી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ-GUJCOST દ્વારા સાયન્સ અને ટેકનોલોજીના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સેલની સ્થાપના કરવા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા પાટણ યુનિવર્સિટીમાં ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી સેલ...

જુલાઇ 16, 2025 2:32 પી એમ(PM) જુલાઇ 16, 2025 2:32 પી એમ(PM)

views 4

અંબિકા નદી પર આવેલા ‘નંદી ઉતારા’ બ્રિજ પર ભારે કોમર્શિયલ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો

સાપુતારા-વઘઇ રોડ વચ્ચે સાકરપાતળ ગામ નજીક અંબિકા નદી પર આવેલા 'નંદી ઉતારા' બ્રિજ પર ભારે કોમર્શિયલ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરી, રોડ સમારકામ તેમજ બ્રિજ નિરીક્ષણની કામગીરી હાથ ધરવામા આવી છે.

જુલાઇ 16, 2025 2:26 પી એમ(PM) જુલાઇ 16, 2025 2:26 પી એમ(PM)

views 5

જામનગર ખાતે સાસંદ પુનમબેન માડમે NHAIના અધિકારીઓ સાથે ક્ષતિગ્રસ્ત રસ્તાની સુધારણા અંગે સમીક્ષા બેઠક યોજી

જામનગર જીલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે સાસંદ પુનમબેન માડમે NHAI- નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ સાથે ક્ષતિગ્રસ્ત રસ્તાની સુધારણા અંગે સમીક્ષા બેઠક યોજી હતી. સુશ્રી માડમે કલેકટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં ધ્રોલ-ભાદ્રાપાટીયા-આમરણ-પીપળીયા નેશનલ હાઇવે 151 A માટે સંલગ્ન વિભાગો સાથે વિસ્તૃત ચર્...

જુલાઇ 16, 2025 2:44 પી એમ(PM) જુલાઇ 16, 2025 2:44 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠક યોજાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠક યોજાઈ. આ બેઠકમાં વિવિધ બ્રિજની ચકાસણી અને તપાસની સમીક્ષા કરવામાં આવી. રાજ્યમાં રોડ રસ્તાના સમારકામની સ્થિતિ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત વરસાદ અને જળાશયોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. આજે યોજાયેલી બેઠકમાં આગ...

જુલાઇ 16, 2025 10:58 એ એમ (AM) જુલાઇ 16, 2025 10:58 એ એમ (AM)

views 2

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ચલાવવામાં આવી રહેલા “માનવ તસ્કરીવિરોધી” અભિયાન હેઠળ મજૂરી માટે લાવવામાં આવેલા 11 સગીર બાળકો શંકાસ્પદ હાલતમાં મળી આવતા રેસ્ક્યૂ કરાયા

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ચલાવવામાં આવી રહેલા "માનવ તસ્કરીવિરોધી" અભિયાન હેઠળ,અમદાવાદ રેલ્વે સ્ટેશનપર એક  સંયુક્ત ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આરપીએફ અને બચપન બચાવો આંદોલન સંસ્થા દ્વારા સંયુક્ત રીતે આ અભિયાન હાથ ધરાયું હતું.આસનસોલ-અમદાવાદ એક્સપ્રેસના અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 07 ...

જુલાઇ 16, 2025 10:37 એ એમ (AM) જુલાઇ 16, 2025 10:37 એ એમ (AM)

views 7

સુરેન્દ્ર્નગરના થાનગઢ તાલુકાના તરણેતર ખાતે આગામી 26થી 29 ઑગસ્ટ સુધી તરણેતરનો ભાતીગળ લોકમેળો યોજાશે

સુરેન્દ્ર્નગરના થાનગઢ તાલુકાના તરણેતર ખાતે આગામી 26થી 29 ઑગસ્ટ સુધી તરણેતરનો ભાતીગળ લોકમેળો યોજાશે. ગઈકાલે કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેમણે વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી સુચન અને માર્ગદર્શન આપ્યું. કલેક્ટરશ્રીએ રાસ-ગરબા અને ઝાલાવાડી પોશાક થકી ઝાલાવાડની ઓળખ વિશ્વ સુધી ...

જુલાઇ 16, 2025 10:33 એ એમ (AM) જુલાઇ 16, 2025 10:33 એ એમ (AM)

views 3

જર્મનીમાં આજથી શરૂ થનારી વર્લ્ડ યુનિવર્સિટી ગૅમ્સમાં ભારતની ટૅબલ ટેનિસ ટીમમાં રાજ્યના 2 ખેલાડીનો સમાવેશ

જર્મનીમાં આજથી શરૂ થનારી વર્લ્ડ યુનિવર્સિટી ગૅમ્સમાં ભારતની ટૅબલ ટૅનિસ ટીમમાં રાજ્યના બે ખેલાડીનો સમાવેશ કરાયો છે. મળતી માહિતી મુજબ, જર્મનીના રૂહર શહેરમાં યોજાનારી આ રમત આગામી 27 જુલાઈ સુધી ચાલશે. ત્યારે ભારતીય ટીમમાં સામેલ રાજ્યના 23 વર્ષના અયાઝ મુરાદ અને 20 વર્ષના દેવર્ષ વાઘેલા બંને સુરતના છે.બંને...

જુલાઇ 16, 2025 10:31 એ એમ (AM) જુલાઇ 16, 2025 10:31 એ એમ (AM)

views 4

આજે વિશ્વ સર્પ દિવસ – રાજ્યમાં હાલ 50થી વધુ સાપની પ્રજાતિ અસ્તિત્વમાં

આજે 16 જુલાઈએ વિશ્વ સર્પ દિવસ મનાવાશે. સાપના મહત્વને ઉજાગર કરવા અને તેમના સંરક્ષણ દ્વારા જાગૃતિ ફેલાવવાના હેતુથી દર વર્ષે આ દિવસ મનાવાય છે. સાપ એ પ્રકૃતિનું અજોડ સર્જન છે, જે પર્યાવરણની સુંદરતા અને સંતુલનનો અભિન્ન ભાગ છે. સાપ નાના પ્રાણીઓ અને જીવજંતુઓના ભક્ષણ થકી તેમની વસતિને નિયંત્રિત કરી પર્યાવરણન...

જુલાઇ 16, 2025 10:29 એ એમ (AM) જુલાઇ 16, 2025 10:29 એ એમ (AM)

views 2

કેન્દ્ર સરકારની ચાર યોજનાની બૅન્કિંગ સેવાની કામગીરી હવે ઈ-ગ્રામ કેન્દ્રમાંથી થશે

રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જનધન સહિત કેન્દ્ર સરકારની ચાર યોજનાની બૅન્કિંગ સેવાઓની કામગીરી ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી કરી આપવાનો નિર્ણય કર્યો છે. દેશભરમાં આગામી 30 સપ્ટેમ્બર સુધી ચાલી રહેલા “જન સુરક્ષા અભિયાન”ને પ્રોત્સાહન આપવા આ નિર્ણય કરાયો છે. આ માટે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી દ્વારા V.C.E.ને મહેનતાણા ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.