પ્રાદેશિક સમાચાર

જુલાઇ 17, 2025 7:12 પી એમ(PM) જુલાઇ 17, 2025 7:12 પી એમ(PM)

views 2

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં સ્વચ્છ શહેરોની શ્રેણીમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા ગુજરાતનું અમદાવાદ દેશભરમાં પ્રથમ ક્રમે

સ્વચ્છ શહેરોની અલગ અલગ પાંચ શ્રેણીમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા ગુજરાતનું અમદાવાદ પ્રથમ ક્રમે રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, શહેરના મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરને આ પુરસ્કાર એનાયત કર્યો.અમદાવાદ મહાનગર પાલિકાની ખાસ નીતિઓને પરિણામે અમદાવાદે આ અવ્વલ સ્થાન હાંસલ...

જુલાઇ 17, 2025 7:11 પી એમ(PM) જુલાઇ 17, 2025 7:11 પી એમ(PM)

views 9

10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં “સુપર સ્વચ્છ લીગ”માં સુરત શહેર બીજા ક્રમે

કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત શહેર દેશભરમાં બીજા ક્રમે રહ્યું છે. શહેરના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યુ કે મહાનગરપાલિકાના તમામ સ્ટાફની મહેનત, શહેરના લોકોની ભાગીદારી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ...

જુલાઇ 17, 2025 7:09 પી એમ(PM) જુલાઇ 17, 2025 7:09 પી એમ(PM)

views 7

બનાસકાંઠાના મોટા પીપોદરા ગામમાં 29 આદિવાસી પરિવારોનું આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પુનર્વસન કરાવ્યુ

બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં 29 આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન થયું છે. ગામના કુરિવાજ ચડોતરુંના કારણે 12 વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા 29 આદિવાસી પરિવારોના 300 સભ્યની ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે સ્વમાનભેર ઘરવાપસી કરાવી છે. આ પ્રસંગે શ્રી સંઘવીએ બનાસકાંઠા પોલ...

જુલાઇ 17, 2025 7:08 પી એમ(PM) જુલાઇ 17, 2025 7:08 પી એમ(PM)

views 4

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરિયા ગામના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકનાં મોત

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરિયા ગામના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકનાં મોત નીપજ્યાં છે. શ્રમિક પરિવારના છ, સાત અને આઠ વર્ષના ત્રણ બાળકો ભાવેશ, હિતેશ અને નિલેશ આજે સવારના સમયે તળાવમાં ન્હાવા પડ્યા હતા, જ્યાં ત્રણેય ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતા ગામના સરપંચ અને સ્થાનિક તરવૈયાઓએ તેમને બહાર કાઢ...

જુલાઇ 17, 2025 7:05 પી એમ(PM) જુલાઇ 17, 2025 7:05 પી એમ(PM)

views 6

વરસાદનું જોર ઘટતા રાજ્યના મહત્તમ તાપમાનમાં આંશિક વધારાની શક્યતા

વરસાદનું જોર ઘટતા રાજ્યના મહત્તમ તાપમાનમાં આંશિક વધારાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાનમા 1 થી 2 ડીગ્રીનો વધારો થઈ શકે છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદનું કોઈ એલર્ટ નથી. પરંતુ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડો. એ.કે.દાસે જણાવ્યુ હતું.

જુલાઇ 17, 2025 3:04 પી એમ(PM) જુલાઇ 17, 2025 3:04 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ અને રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ ’અટલ લેક્ચર સિરીઝ’નું ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ અને રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ ’અટલ લેક્ચર સિરીઝ’નું ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી જોશીએ જણાવ્યુ કે ’અટલ લેક્ચર સિરીઝ’થી અટલજીના દ્રષ્ટિકોણને વધુ ઊંડાણપૂર્વક સમજવા અને રાષ્ટ્રપ્રથમની ભાવનાને વધુ બળ મળશે. જ્ય...

જુલાઇ 17, 2025 3:02 પી એમ(PM) જુલાઇ 17, 2025 3:02 પી એમ(PM)

views 5

તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગે જિલ્લાના માર્ગો અને બ્રિજોની સ્થિતિની સમીક્ષા કરી

તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગે જિલ્લાના માર્ગો અને બ્રિજોની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે આજે વાલોડની વાલ્મિકી નદી પર આવેલા બ્રિજની સ્થળ તપાસ કરી માહિતી મેળવી. જિલ્લાના મોટાભાગના માર્ગ અને પુલો સારી સ્થિતિમાં હોવાનું શ્રી ગર્ગે જણાવ્યુ. તો બીજી તરફ માર્ગ મકાન વિભાગ દ્વારા સોનગઢમાં આવેલ હિન્દુસ્તા...

જુલાઇ 17, 2025 2:58 પી એમ(PM) જુલાઇ 17, 2025 2:58 પી એમ(PM)

views 3

મહેસાણા જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર શરૂ કર્યું

મહેસાણા જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. જેમાં 2 હજારથી વધુ હેકટરમાં કપાસનું વાવેતર, જ્યારે 7200 હેકટર જમીનમાં મગફળીનું, બાજરીનું 100 હેકટરથી વધુ અને શાકભાજીનું 3500 હેકટર જમીનમાં તેમજ ઘાસચારાનું 13 હજાર હેકટરમાં વાવેતર થયું છે. તો જિલ્લામાં કુલ 50 હજાર હે...

જુલાઇ 17, 2025 2:56 પી એમ(PM) જુલાઇ 17, 2025 2:56 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા રાજ્યો અને શહેરોને “સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર” એનાયત કર્યાં.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા રાજ્યો અને શહેરોને “સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર” એનાયત કર્યાં. સ્વચ્છ સર્વેક્ષણ 2024ની યાદી જાહેર થતાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા સ્વચ્છ શહેરોની શ્રેણીમાં અમદાવાદ સર્વોચ્ચ સ્થાને રહ્યું છે. જ્યારે 10 લાખથી વધુ વસ્તી...

જુલાઇ 17, 2025 3:07 પી એમ(PM) જુલાઇ 17, 2025 3:07 પી એમ(PM)

views 3

રાજ્યનાં ક્ષતિગ્રસ્ત થયેલા વિવિધ રોડ રસ્તાના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

કચ્છમાં ભારે વરસાદને કારણે ભુજ શહેરના ક્ષતિગ્રસ્ત થયેલા વિવિધ રોડ રસ્તાના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. ભુજ શહેરમાં આત્મારામ સર્કલ સહિતના રોડને મેટલિંગ કરીને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું.. ગાંધીધામ શહેરમાં પણ મહાનગપાલિકાના કમિશનર મેહુલ દેસાઈએ વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓના...