પ્રાદેશિક સમાચાર

જુલાઇ 20, 2025 9:38 એ એમ (AM) જુલાઇ 20, 2025 9:38 એ એમ (AM)

views 3

ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રીનું યુવાનોને રાષ્ટ્ર હિત સાથે સામુદ્રિક વિરાસતની પ્રતિષ્ઠાના સંવર્ધન-સંરક્ષણ કરવા રહેવા આહવાન

ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહમાં 13 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સહિત 250ને મુખ્યમંત્રીએ પદવી એનાયત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ યુવાનોને રાષ્ટ્ર હિત સાથે આપણી સામુદ્રિક વિરાસતની પ્રતિષ્ઠાના સંવર્ધન-સંરક્ષણ માટે કર્તવ્યરત રહેવા આહવાન કર્યું હતું.તેમણે વધુમાં કહ્યું કે, આજે મેરિટા...

જુલાઇ 20, 2025 9:34 એ એમ (AM) જુલાઇ 20, 2025 9:34 એ એમ (AM)

views 4

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન વધારવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ-કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ક્હયું છેકે આઇઆરજીઆરના સહયોગથી ગુજરાતના ખેડૂતો મગફળીનું ઉત્પાદન વધારી રહ્યાં છે. સોમનાથની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહે કહ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દેશભરના લોકો કાર્યરત છે.

જુલાઇ 19, 2025 9:34 એ એમ (AM) જુલાઇ 19, 2025 9:34 એ એમ (AM)

views 1

નવી શિક્ષણ નીતિના ઉપક્રમે છોટાઉદેપુરના બાળકોને શિક્ષણ આપવા માટે રાઠવી ભાષા સાહિત્યનું નિર્માણ કરાયું

છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારનાબાળકોને સ્થાનિક રાઠવી બોલીમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020માં પ્રારંભિક સ્તરે બાળકોને તેમની ઘરની ભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરે છે. ત્યારે જિલ્લાની સ્થાનિક બોલીને ધ્યાને લઈ 25 જેટલા તજજ્ઞોએ રાઠવી ભાષામાંસાહિત્યનું નિર્માણ કર્યું છે.

જુલાઇ 19, 2025 9:30 એ એમ (AM) જુલાઇ 19, 2025 9:30 એ એમ (AM)

views 3

વ્યસન મુક્તિની જાગૃતિ માટે અમદાવાદની સાબરમતી જેલમાં નાટકનું મંચન

વ્યનસ મુક્તિ અભિયાનને વધુ વેગવંતી બનાવીને જેલમાં રહેલા કેદીઓમાં સામાજીક સંદેશ પહોંચાડવા માટે જેલમાં એક નાટક ભજવાયું હતું..અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે કેદીઓ માટે વ્યસનના વિષય પર એક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી સેન્ટ્રલ જેલના ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે કહ્યું હતું કે નાટકનો મુખ્ય ...

જુલાઇ 19, 2025 9:25 એ એમ (AM) જુલાઇ 19, 2025 9:25 એ એમ (AM)

views 4

ભરૂચ S.O.G.એ 40 લાખ રૂપિયાના હવાલાકાંડનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓને ઝડપ્યા

ભરૂચ S.O.G.એ ત્રણ આરોપી ઝડપીને 40 લાખથી વધુના હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો છે.ઝામ્બીયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવેલા ગેરકાયદેસર હવાલાના 40 લાખ 35 હજાર 300થી વધુની રોકડ રકમ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ અંગે એસઓજીના પોલીસ અધીકારી સી.કે.પટેલે જણાવ્યું હતું.

જુલાઇ 19, 2025 9:20 એ એમ (AM) જુલાઇ 19, 2025 9:20 એ એમ (AM)

views 2

દેશમાં પ્રથમવાર બનેલા ઈ-બસના ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશનનું મુખ્યમંત્રી અમદાવાદમાં આજે ઉદ્ઘાટન કરશે

અમદાવાદમાં જાહેર પરિવહન માટેની ઇલેક્ટ્રિક બસ માટે ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવનાર અમદાવાદ દેશનું પ્રથમ શહેર બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશનનું આજે લોકાર્પણ થશે.આરટીઓ ખાતે તેયાર થયેલા ચાર્જીંગ સ્ટેશનમાં 240 કિલોવોટ તથા 180...

જુલાઇ 18, 2025 6:57 પી એમ(PM) જુલાઇ 18, 2025 6:57 પી એમ(PM)

views 5

ગાંધીનગરમાં મહિલા ગૃહરક્ષક પર કેમિકલ હુમલો કરનારા રિક્ષાચાલકની ધરપકડ

ગાંધીનગરમાં કલોલ તાલુકાના છત્રાલ ગામમાં મહિલા ગૃહરક્ષક પર કેમિકલ વડે હુમલો કરનારા રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી છે. છત્રાલ ઓવરબ્રિજ પાસે ફરજ બજાવતાં ટ્રાફિક ગૃહરક્ષક અને મહિલા ગૃહરક્ષક ટ્રાફિક વ્યવસ્થા ગોઠવી રહ્યાં હતાં. દરમિયાન ત્યાંથી પસાર થતાં એક રિક્ષાચાલકને યોગ્ય જગ્યાએ પાર્ક કરવાનું કહેતાં તે...

જુલાઇ 18, 2025 6:55 પી એમ(PM) જુલાઇ 18, 2025 6:55 પી એમ(PM)

views 13

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના છુટાછવાયા સ્થળો પર આવતીકાલે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે. તો માછીમારોને 22 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના છે. રાજ્યમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વ...

જુલાઇ 18, 2025 6:53 પી એમ(PM) જુલાઇ 18, 2025 6:53 પી એમ(PM)

views 4

જર્મનીમાં રમાઈ રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગૅમ્સમાં ફૅન્સિંગ રમતમાં બનાસકાંઠાનાં ખુશી સમેજાની પસંદગી થઈ

જર્મનીમાં રમાઈ રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગૅમ્સમાં તલવારબાજીની રમત ફૅન્સિંગ માટે રાજ્યના ત્રણ ખેલાડીની પસંદગી થઈ છે. તેમાંથી એક ખેલાડી ખુશી સમેજા બનાસકાંઠાનાં કુવાળા ગામનાં છે. અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે, ખુશી સમેજાએ ફૅન્સિંગની શરૂઆત પોતાની શાળાથી કરી હતી. તેમણે પ્રારંભિક તાલીમ ડીસાની D.N.J. ...

જુલાઇ 18, 2025 6:25 પી એમ(PM) જુલાઇ 18, 2025 6:25 પી એમ(PM)

views 4

રાજ્યમાં ગત 10 વર્ષમાં 16 લાખથી વધુ મહિલાઓએ 181 અભયમ્ મહિલા હૅલ્પલાઈનની મદદ મેળવી

રાજ્યમાં ગત 10 વર્ષમાં 16 લાખ 58 હજાર 892 જેટલી મહિલાએ 181 અભયમ્ મહિલા હૅલ્પલાઈનની મદદ મેળવી છે. જ્યારે બે લાખ નવ હજાર જેટલી મહિલાઓની સમસ્યાઓનું સ્થળ પર જ સમાધાન કરાયું છે. રાજ્યની દરેક વયજૂથની મહિલાઓને સંકટ સમયે સહાય આપવાના હેતુથી વર્ષ 2015માં 181 અભયમ્ મહિલા હૅલ્પલાઈનનો પ્રારંભ થયો. રાજ્યમાં હાલ અ...