પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 4, 2025 3:31 પી એમ(PM)

views 5

સાબરકાંઠા જિલ્લાના ઇડરના જાદરના મુધણેશ્વર મહાદેવ મંદિરે ત્રિ-દિવસીય મેળો ભરાયો.

સાબરકાંઠા જિલ્લાના ઇડરના જાદરના મુધણેશ્વર મહાદેવ મંદિરે ત્રિ-દિવસીય મેળો ભરાયો. આ મેળામાં આવતા લોકો પ્રસિધ્ધ મુધણેશ્વર મહાદેવની પૂજા અર્ચના કર્યા બાદ મેળાની મુલાકાત લેતા હોય છે. જિલ્લાના સૌથી મોટા મેળામા લાખોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ...

સપ્ટેમ્બર 4, 2025 3:30 પી એમ(PM)

views 9

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે નાણાકીય સાક્ષરતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે નાણાકીય સાક્ષરતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને નાણાકીય વ્યવહાર, બચત, રોકાણ તથા બેંકિંગ સેવાઓ અંગે જાગૃત બનાવવાનો હતો. જેમાં વિદ્યાર્થીઓને બચતનું મહત્વ, બેંકિંગ પ્રણાલી, ડિજિટલ પેમેન્ટ, વીમા, નાણાકીય યોજનાઓ, સુરક્...

સપ્ટેમ્બર 4, 2025 3:37 પી એમ(PM)

views 6

સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 113 જળાશય હાઈએલર્ટ પર….

રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 92 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં ઉત્તર ગુજરાતમાં 96 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 113 જળાશય હાઈએલર્ટ પર છે. જ્યારે 82 જળાશય 100 ટકાથી ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં 89 ટકાથી વધુ જળસંગ્રહ છે. ત્યારે 15 દરવાજા ખોલી અ...

સપ્ટેમ્બર 4, 2025 10:02 એ એમ (AM)

views 9

વન્યજીવ પ્રત્યેની સંરક્ષણ અને સંવર્ધનની નીતિને પરિણામે રાજ્ય એશિયાઈ સિંહ, યાયાવર પક્ષીઓ સહિત અનેક અબોલ જીવ માટે સૌથી ‘સુરક્ષિત’ રહેઠાણ બન્યું

આજે રાષ્ટ્રીય વન્યજીવ દિવસ છે. વન્યજીવ પ્રત્યે સંવેદના, તેના રહેઠાણ અંગે જાગૃતિ અને સંરક્ષણના હેતુ સાથે સમગ્ર દેશમાં દર વર્ષે 4થી સપ્ટેમ્બરે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકાર વન્યજીવના સંરક્ષણ અને સંવર્ધન માટે જન ભાગીદારીથી અનેકવિધ નવતર અભિગમ અપનાવી રહી છે.વન્યજીવ પ્રત્યેની રાજ્ય સરક...

સપ્ટેમ્બર 4, 2025 9:55 એ એમ (AM)

views 8

રાજ્યમાં 82 લાખ હેક્ટરમાં સિઝનનું 96 ટકા વાવેતર થયું

ચોમાસાની સિઝનમાં કુલ 82 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુજબ જણાવ્યુ હતું. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં સિઝનનું 96 ટકા વાવેતર થયું છે, જેમાં 13 લાખ 70 હજાર હેક્ટરમાં ધાન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.

સપ્ટેમ્બર 4, 2025 9:54 એ એમ (AM)

views 18

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં એક મહિનામાં 26 કરોડથી વધુનો ગુમ થયેલો મુદ્દામાલ નાગરિકોને પોલીસે પરત કર્યો

રાજ્યમાં છેલ્લા એક મહિનામાં 26 કરોડથી વધુનો મુદ્દામાલ નાગરિકોને પરત આપવાની કામગીરી થઈ હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજીત 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અને "સાયબર સાથી- ચેટબોટનાં લોકાર્પણ કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે કોઈપણ નાગરિકોનો મોબાઇલ ચોરી, ઘર...

સપ્ટેમ્બર 3, 2025 7:14 પી એમ(PM)

views 5

15મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્ર દરમિયાન કુલ 5 ખરડા રજૂ કરાશે.

15મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્ર દરમિયાન કુલ 5 ખરડા રજૂ કરાશે. ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આ સત્રમાં શ્રમ, કૌશલ્ય વિકાસ રોજગાર, નાણા, ઉદ્યોગ-ખાણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ખરડા રજૂ કરાશે. 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર આ સત્રના પ્રથમ દિ...

સપ્ટેમ્બર 3, 2025 7:12 પી એમ(PM)

views 6

વિકાસના કામોની મંજૂરી આપવાની નગરપાલિકાઓની સત્તામર્યાદામાં 50 ટકાનો વધારો કરાયો

વિકાસના કામોની મંજૂરી આપવાની નગરપાલિકાઓની સત્તામર્યાદામાં 50 ટકાનો વધારો કરાયો છે.આ નિર્ણય અંતર્ગત શહેરી વિકાસ વિભાગની યોજનાઓ તેમજ રાજ્ય સરકારના આયોજન પ્રભાગ હસ્તકના અનુદાનમાંથી નગરપાલિકાઓ દ્વારા હાથ ધરવાના થતા કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની સત્તા મર્યાદામાં 50 ટકાનો વધારો કરાયો છે. આ નિર્...

સપ્ટેમ્બર 3, 2025 7:11 પી એમ(PM)

views 9

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. આજે, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, સુરત અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારે 7 સપ્...

સપ્ટેમ્બર 3, 2025 7:09 પી એમ(PM)

views 11

ઉત્તરાખંડના ગૌરીકુંડ નજીક ફસાયેલા ગુજરાતના 47 વરિષ્ઠ નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા

કેદારનાથથી પરત ફરતી વખતે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડના ગૌરીકુંડ નજીક ફસાયેલા મોરબી, રાજકોટ અને જામનગરના 47 વરિષ્ઠ નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી અને સોનપ્રયાગ ખસેડવામાં આવ્યા છે. ચાર ધામ યાત્રાએ નીકળેલા આ યાત્રાળુઓ, વરસાદ અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ જતાં આગળ વધી શક્યા ન હતા. ઘટનાની...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.