પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 5, 2025 7:12 પી એમ(PM)

views 31

દરેક ઘરને LPG પાઇપલાઇન પૂરું પાડનાર અમરેલી જિલ્લાનું ઈશ્વરિયા રાજ્યનું પ્રથમ ગામ બન્યું

અમરેલી જિલ્લાનું ઈશ્વરિયા દરેક ઘરને LPG પાઇપલાઇન પૂરું પાડનાર ગુજરાતનું પ્રથમ ગામ બન્યું છે, જેનાથી ગેસ સિલિન્ડર પર દાયકાઓથી ચાલી આવતી નિર્ભરતાનો અંત આવ્યો છે. અંદાજે 2 હજાર લોકો અને 400 પરિવારો ધરાવતું, ઈશ્વરિયા હવે પાઇપલાઇન દ્વારા અવિરત, 24 કલાક રસોઈ ગેસ પુરવઠો મેળવે છે. ગામના સરપંચ બાબુભાઇ વામજાએ...

સપ્ટેમ્બર 5, 2025 7:10 પી એમ(PM)

views 25

આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના નિયામક ડો.એ.કે. દાસે જણાવ્યું હતું કે પોર્ટ પર LC 3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં...

સપ્ટેમ્બર 5, 2025 3:19 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિને શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કર્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિને શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કર્યો. શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગાંધીનગર શહેર અને જિલ્લાની વિવિધ 5 શાળાઓ અને કેન્દ્રીય વિદ્યાલયના બાળકો પહોંચ્યાં હતાં. તેમણે ફાળો લેવા આવેલા શાળાના બાળકો સાથે સહજ સંવાદ કરીને ...

સપ્ટેમ્બર 5, 2025 3:18 પી એમ(PM)

views 18

શિક્ષક દિવસ નિમિત્તે આજે વિવિધ જીલ્લાઓમાં શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું

શિક્ષક દિવસ નિમિત્તે આજે વિવિધ જીલ્લાઓમાં શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવથી ભેંસલોર શાળાના શિક્ષિકા ભાવિની દેસાઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા. તેઓએ શિક્ષણ માટે વાલીઓને ઘરે જઈને સ...

સપ્ટેમ્બર 5, 2025 3:17 પી એમ(PM)

views 13

રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 95 ટકાથી વધુ વરસાદ નોંધાયો.

રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 95 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આજે 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ધરમપુરમાં અઢી ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના 114 જળાશય હાઇએલર્ટ પર છે. જ્યારે 25 જળાશયને એલર્ટ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા બંધ 90 ટકા...

સપ્ટેમ્બર 5, 2025 3:16 પી એમ(PM)

views 8

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો.

અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો. જેમાં અંબાજી માતાજીની આકૃતિ, લખાણ, ત્રિશૂળ અને શક્તિના પ્રતીકો જેવી અદ્દભુત રચનાઓ બની હતી. રોશની થકી ઊડતા ડ્રોનના દ્રશ્યોએ શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ અનોખા ડ્રોન શૉ થી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ, અધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજ...

સપ્ટેમ્બર 5, 2025 3:15 પી એમ(PM)

views 7

ચંદ્રગ્રહણને કારણે શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં દૈનિક પૂજા–આરતી યોજાશે નહીં.

ચંદ્રગ્રહણને કારણે શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં દૈનિક પૂજા–આરતી યોજાશે નહીં. મંદિર માત્ર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણને પગલે, શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં મધ્યાહન પુજન-આરતી તેમજ સાયં આરતી સહિત નિત્ય પૂજા જેમાં ગંગાજળ અભિષે...

સપ્ટેમ્બર 5, 2025 3:21 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિન નિમિત્તે આજે અમદાવાદમાં રાજ્યના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કર્યા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિન નિમિત્તે આજે અમદાવાદમાં રાજ્યના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કર્યા. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યુ, દેશ આઝાદીના અમૃતકાળમાં વિરાટ સપના પૂરા કરવા માટે પ્રયાસરત છે ત્યારે ડૉ. રાધાકૃષ્ણને શિક્ષણના ક્ષેત્રમાં કરેલા પ્રયાસો આપણને સૌને પ્રેરણા આપે છે. તેમણે ...

સપ્ટેમ્બર 5, 2025 8:50 એ એમ (AM)

views 8

ઈસ્લામ ધર્મનાં પૈગંમ્બર હઝરત મોહમ્મદ રસૂલલાનાં જન્મદિવસ નિમિત્તે આજે ઈદે-મિલાદ ઉજવાશે

ઈસ્લામ ધર્મનાં પૈગંમ્બર હઝરત મોહમ્મદ રસૂલલાનાં જન્મદિવસ નિમિત્તે આજે ઈદે-મિલાદ ઉજવાશે. જે અંતર્ગત આજે અમદાવાદમાં ભવ્ય જુલૂસનું આયોજન કરાયું છે. આજે બપોરે જમાલપુર દરવાજા ખાતેથી જગન્નાથ મંદિરનાં મહંત, જામા મસ્જિદનાં આલમ, કોર્પોરેશનનાં પદાધિકારીઓ તથા હિન્દુ-મુસ્લિમ સમાજનાં ધાર્મિક અગ્રણીઓ આ જુલૂસને પ્ર...

સપ્ટેમ્બર 5, 2025 8:48 એ એમ (AM)

views 13

આરોગ્ય જાગૃતિ શ્રેણી અંતર્ગત ગુજકોસ્ટ દ્વારા “સ્વસ્થ આંખો: ઉજ્જવળ ભવિષ્ય” વિષય પર કાર્યક્રમ યોજાયો

ગુજકોસ્ટ દ્વારા "સ્વસ્થ આંખો: ઉજ્જવળ ભવિષ્ય - તમારી આંખોની સંભાળ રાખો" વિષય પર આરોગ્ય જાગૃતિ વાર્તાલાપનું આયોજન કરાયું હતું. GUJCOST ના RSC અને CSC ખાતે 5 હજારથી વધુ લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ સત્રમાં નેત્રરોગ ચિકિત્સા ક્ષેત્રના પ્રખ્યાત તબીબી નિષ્ણાતોએ ભાગ લીધો હતો, જેમણે આંખની સંભાળ અને ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.