પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 6, 2025 7:21 પી એમ(PM)

views 9

રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મેળવનારા શિક્ષકો S.T.ની બસમાં આજીવન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે

રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મેળવનારા શિક્ષકો S.T. નિગમની તમામ પ્રકારની બસમાં આજીવન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. ગુજરાત રાજ્ય ઍવોર્ડી ટીચર ફૅડરેશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગે રજૂઆત કરાતા સરકારે આ નિર્ણય કર્યો છે. અત્યાર સુધીના 957 જેટલા રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કા...

સપ્ટેમ્બર 6, 2025 7:20 પી એમ(PM)

views 31

ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસે પ્રશ્નોત્તરી અને શોકદર્શક ઠરાવ રજૂ કરાશે

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર પહેલા આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, બેઠકમાં વિધાનસભા ગૃહ માટેના કામકાજની ચર્ચા થઈ. સત્રના પહેલા દિવસે પ્રશ્નોત્તરી અને શોકદર્શક ઠરાવ કરાશે અને પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અપાશે. બીજા દિવસે “ઑપર...

સપ્ટેમ્બર 6, 2025 4:49 પી એમ(PM)

views 7

રાજ્યભરમાં 10 દિવસના ગણેશ ચતુર્થીનો ઉત્સવ આજે ભગવાન ગણેશજીની મૂર્તિઓના વિસર્જન સાથે સંપન્ન થયો

રાજ્યભરમાં 10 દિવસના ગણેશ ચતુર્થીનો ઉત્સવ આજે ભગવાન ગણેશજીની મૂર્તિઓના વિસર્જન સાથે સંપન્ન થયો. તમામ જિલ્લામાં ભક્તો ભક્તિભાવપૂર્વક દૂંદાળા દેવને વિદાય આપી રહ્યા છે. તાપી જિલ્લામાં ભક્તો દ્વારા તૈયાર કરાયેલી 700થી વધુ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડ...

સપ્ટેમ્બર 6, 2025 9:30 એ એમ (AM)

views 19

અંબાજી ખાતે અત્યાર સુધીમાં 30 લાખ જેટલા ભક્તોએ માતાના ચરણોમાં શિશ ઝુકાવ્યું, સફાઇકર્મીઓ ઉપર પુષ્પ વર્ષા કરાઇ

ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ અંબાજીના દર્શન કરી રહ્યા છે, ગઇકાલે મેળાના પાચમાં દિવસે 30 લાખથી વધુ ભક્તોએ માંના દર્શન કર્યા હતા.અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો. જેમાં અંબાજી માતાજીની આકૃતિ, ત્રિશૂળ અને શક્તિના પ્રતીકો જેવી અદ્દભુત રચનાઓ બની હતી. ડ્રોનના દૃશ્ય...

સપ્ટેમ્બર 6, 2025 8:43 એ એમ (AM)

views 13

તાપીના ઉકાઇ ડેમના 12 દરવાજા ખોલાતા 27 ગામોને એલર્ટ કરાયા, પાણીની આવક ઘટતાં નર્મદા બંધના આઠ દરવાજા બંધ કરાશે

રાજ્યના અનેક વિસ્તારોમાં ગઇકાલે મોડી સાંજથી રાત સુધી ધોધમાર વરસાદ વરસવાના અહેવાલ છે.ગાંધીનગર ખાતેથી જાહેર થયેલા અહેવાલ અનુસાર ગઇકાલે સવારના છ વાગ્યાથી પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 198 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં તાપીના ડોલવણમાં સાડા છ ઇંચ કરતાં વધુ જ્યારે સુરતના બારડોલીમાં પાંચ ઇંચ કરતાં ...

સપ્ટેમ્બર 6, 2025 8:41 એ એમ (AM)

views 25

આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજ્યમાં ગણેશ વિસર્જન, સમયસર વિસર્જન માટે નિકળી સહકાર આપવા પોલીસની લોકોને અપીલ

આજે અનંત ચતુરદશી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ગણેશ વિસર્જન કરાશે. રાજયભરમાં ભક્તો આજે અબીલ ગુલાલની છોળો અને ડીજેના તાલે દુંદાળા દેવને વિદાય આપશે.અમદાવાદમા ગણેશ વિસર્જન માટે 40 જગ્યાએ 49 કુંડ બનાવવામાં આવ્યા છે. આ કુંડ પર 50 ક્રેન, 50 જેસીબી, 50 ટ્રક મુકાયા છે આ સાથે ફૂલ માળા, શણગાર તથા પૂજાપાન...

સપ્ટેમ્બર 5, 2025 7:20 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, નવા GST સુધારાથી શૈક્ષણિક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, નવા GST સુધારાથી શૈક્ષણિક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે. અમદાવાદમાં રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહમાં શિક્ષકોને સંબોધન કરતાં તેમણે આ મુજબ જણાવ્યુ. શ્રી પટેલે કહ્યું, આ ઐતિહાસિક સુધારામાં શિક્ષણ ક્ષેત્રનું વિશેષ ધ્યાન રખાયું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ર...

સપ્ટેમ્બર 5, 2025 7:18 પી એમ(PM)

views 12

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દિવના બે સહિત 66 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર એનાયત કર્યા.

શિક્ષક દિવસ નિમિતે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ એ 66 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનીત કર્યા. ત્યારે ખેડા જિલ્લાની વાવડી પ્રાથમિક શાળાના સહાયક શિક્ષક હિરેન શર્માને પણ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા.દરમિયાન કેન્દ્રસાશિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવની ભેંસ...

સપ્ટેમ્બર 5, 2025 7:15 પી એમ(PM)

views 11

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 2300 કરોડથી વધુ રૂપિયાના માધુપુરા ક્રિકેટ સટ્ટા કેસના મુખ્ય આરોપી હર્ષિત જૈનને દુબઈથી ઝડપ્યો

સ્ટેટ મોનિટરિંગ સેલ-SMCની ટીમે 2300 કરોડથી વધુ રૂપિયાના માધુપુરા ક્રિકેટ સટ્ટા કેસના મુખ્ય આરોપી હર્ષિત જૈનને દુબઈથી ઝડપી લીધો છે. SMCના DIG નિર્લિપ્ત રાયે વધુ માહિતી આપતા જણાવ્યુ કે આ કેસમાં તપાસ શરૂ થતાં આ આરોપી દુબઈ જતો રહ્યો હતો ત્યારે તેની સામે લુકઆઉટ સર્ક્યુલર અને રેડ કોર્નર નોટિસ પણ કાઢવામાં ...

સપ્ટેમ્બર 5, 2025 7:14 પી એમ(PM)

views 31

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક SVPI પર અત્યાધુનિક સંકલિત કાર્ગો ટર્મિનલનો પ્રારંભ

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક SVPI પર પર અત્યાધુનિક સંકલિત કાર્ગો ટર્મિનલ- ICT નો પ્રારંભ થયો છે. તેમાં 20 હજાર ચોરસ મીટરથી વધુ વિસ્તાર અને વાર્ષિક બે લાખ મેટ્રિક ટન સુધીના કાર્ગોનું સંચાલન કરી શકાશે. જેનાથી હાલના સેટ-અપની ક્ષમતામાં વધારો થઈ 50 હજાર મેટ્રિક ટન પ્રતિ વર્ષ થશ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.