પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 8, 2025 3:35 પી એમ(PM)

views 10

રાજ્યની પોલીસે “તેરા તુજ કો અર્પણ” પહેલ હેઠળ અત્યાર સુધીમાં 40 હજાર 811 જેટલા લાભાર્થીઓને 500 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો સામાન પરત કર્યો

રાજ્યની પોલીસે “તેરા તુજ કો અર્પણ” પહેલ હેઠળ અત્યાર સુધીમાં 40 હજાર 811 જેટલા લાભાર્થીઓને 500 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો સામાન પરત કર્યો છે. ગુજરાત વિધાનસભામાં આ પહેલ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આ પહેલ હેઠળ નવ હજાર 81 કાર્યક્રમ થકી લાભાર્થીઓને તેમનો સામાન પરત ...

સપ્ટેમ્બર 8, 2025 3:34 પી એમ(PM)

views 9

સત્ર પહેલા આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ.

સત્ર પહેલા આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ. તેમાં ધારાસભ્યોને તેમના કામ અને જવાબદારી અંગે માર્ગદર્શન અને ગૃહમાં રજૂ થનારા પાંચ ખરડા અંગે માહિતી અપાઈ.

સપ્ટેમ્બર 8, 2025 3:32 પી એમ(PM)

views 10

રાજ્યમાં ગઈકાલથી ભારે વરસાદ થતાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદનું જોર ઘટ્યું….

રાજ્યમાં ગઈકાલથી ભારે વરસાદ થતાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદનું જોર ઘટ્યું છે. છતાં કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ હોવાથી આ પ્રદેશમાં સામાન્ય જનજીવનને અસર થઈ છે. દરમિયાન આજે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાયો. ગત બે દિવસથી સતત વરસાદને લઈ બનાસકાંઠાના સુઈગામ, ભાભર, વાવ...

સપ્ટેમ્બર 8, 2025 1:49 પી એમ(PM)

views 34

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસુ સત્ર આજથી શરૂ સત્રમાં પાંચ વિધેયક રજૂ કરાશે.

ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસનો પ્રારંભ આજે પ્રશ્નોત્તરી કાળથી થયો. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, ગૃહમાં મુખ્યમંત્રી હસ્તકના મહેસૂલ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન, ગૃહ અને પંચાયત તથા રમતગમત યુવા અને સાંસ્કૃતિક બાબતો સહિતના વિભાગના પ્રશ્નો પર ચર્ચા થઈ રહી છે. એક કલાકના પ્રશ્નોત્તરી કાળ બા...

સપ્ટેમ્બર 7, 2025 7:38 પી એમ(PM)

views 10

15મી વિધાનસભાના ચોમાસું સત્રનો આવતીકાલથી પ્રારંભ થશે

15મી વિધાનસભાના ચોમાસું સત્રનો આવતીકાલથી પ્રારંભ થશે. 10 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ સત્રના પ્રથમ દિવસે પ્રશ્નોતરી થયા બાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. જ્યારે તારીખ 9 અને 10ના રોજ પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત ઓપરેશન સિંદૂરની સફળતાના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિ...

સપ્ટેમ્બર 7, 2025 7:37 પી એમ(PM)

views 15

ભક્તિ શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ શક્તિપીઠ અંબાજીના ભાદરવી પૂનમનો મહામેળો આજે સંપન્ન

ભક્તિ, શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ શક્તિપીઠ અંબાજીના ભાદરવી પૂનમનો મહામેળો આજે સંપન્ન થયો. અંદાજિત 40 લાખ માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

સપ્ટેમ્બર 7, 2025 7:36 પી એમ(PM)

views 13

આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં એક હજાર 54 લોકોને બચાવી લેવાયા છે જ્યારે 7 હજાર 177 લોકોને સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. તેમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મા નજીક સાબરમતી નદીમાં ફસાયેલા નવ લોકોને આજે વહેલી સવારે બચાવી લેવાયા. આ તરફ ગાંધીનગર નજીક સાબરમતી નદીમાં જળસ્તર વધતા જુના કોબ...

સપ્ટેમ્બર 7, 2025 7:36 પી એમ(PM)

views 9

વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં અત્યાર સુધી એક હજાર 54 લોકોને બચાવી લેવાયા

રાજ્યમાં અત્યાર સુધી પડેલા સાર્વત્રિક વરસાદનાં પગલે 125 જળાશય હાઈ એલર્ટ પર છે. જ્યારે 20 જળાશય એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રૂલ લેવલ જાળવવા વિવિધ જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. વલસાડમાં ઉપરવાસ અને સ્થાનિક વિસ્તારમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમની સપાટી 77.45 મીટર સુધી પહોંચતા ડેમના 10 દરવાજ...

સપ્ટેમ્બર 7, 2025 7:35 પી એમ(PM)

views 11

રાજ્યમાં આજે સાર્વત્રિક મેઘમહેર.. બનાસકાંઠાના સુઇગામમાં 11 ઇંચ વરસાદ

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. આજે 221 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં આજે સૌથી વધુ 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાંભળીએ એક અહેવાલ.. વલસાડના કપરાડા અને તાપીના વાલોડ અને વ્યારામાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 17 તાલુકામાં આજે ત્રણ ઈંચથી વધુ વરસાદ ...

સપ્ટેમ્બર 7, 2025 3:24 પી એમ(PM)

views 12

સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના 123 જળાશય હાઇએલર્ટ પર ..

સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના 123 જળાશય હાઇએલર્ટ પર છે, ત્યારે અનેક જળાશયમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાંથી 95 હજાર 160 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. મોરબી જિલ્લાનો મચ્છુ એક ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે મચ્છુ ૨ ડેમ ૭૦ ટકા ભરાયો છે. જીકિયાળી ગામ પાસેનો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.