પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 11, 2025 4:55 પી એમ(PM)

views 14

નેપાળમાં ફસાયેલા ભાવનગરના નારી ગામના 43 પ્રવાસીઓ હેમખેમ ભારત આવ્યા

નેપાળમાં ફસાયેલા ભાવનગરના નારી ગામના 43 પ્રવાસીઓ હેમખેમ ભારત આવી ગયા છે. આ તમામ પ્રવાસી સલામત હોવાનું જણાયું છે. નારી ગામથી વિનોદ લિંબાણી નામના વ્યક્તિ 43 પ્રવાસીને લઈ ગોકુળ, મથુરા, હરિદ્વાર અને નેપાળ સહિતના સ્થળોએ પ્રવાસ માટે નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ નેપાળ ગયા અને બે દિવસથી ફસાઈ ગયા હતા. જોકે, હવે...

સપ્ટેમ્બર 11, 2025 5:09 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી રાજ્ય સરકાર તરફથી પંજાબના પૂરગ્રસ્તો માટે રાહત સામગ્રી સહાયતા રવાના કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી રાજ્ય સરકાર તરફથી પંજાબના પૂરગ્રસ્તો માટે રાહત સામગ્રી સહાયતા રવાના કરી. તે અંતર્ગત 20 વેગન સામાન સાથે 700 ટન રાહત સામગ્રી પંજાબ મોકલવામાં આવી છે. 20 હજાર અસરગ્રસ્તો માટે આ રાહત કીટ તૈયાર કરાઈ હોવાનું રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું.

સપ્ટેમ્બર 11, 2025 8:27 એ એમ (AM)

views 13

રાજ્યમાં આ વર્ષે નવા 200 સ્થાયી પશુ દવાખાના સ્થાપવાની મંજૂરી અપાઈ

રાજ્યમાં પશુ સારવાર સેવાને વધુ સુદ્રઢ બનાવવા આ વર્ષમાં નવા 200 સ્થાયી પશુ દવાખાના સ્થાપવાની મંજૂરી અપાઈ છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગઈકાલે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું, ગત ત્રણ વર્ષમાં કુલ 255 નવા સ્થાયી પશુ દવાખાના સ્થાપવામાં આવ્યા છે. જ્યારે કચ્છમાં બે વર્ષમાં કુલ 12...

સપ્ટેમ્બર 11, 2025 8:26 એ એમ (AM)

views 26

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના સુઈગામમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત કરશે. જિલ્લામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- NDRF, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ – SDRF ઉપરાંત વિવિધ ટુકડીઓ દ્વારા એક હજાર 678થી વધુ લોકોને બચાવી તેમને સલામત સ્થળે ખસેડાયા હતા. સાથે જ ગામડાઓમાં ખાદ્યસામગ્...

સપ્ટેમ્બર 10, 2025 7:20 પી એમ(PM)

views 15

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર સંપન્ન- કુલ પાંચ ખરડા સર્વાનુમતે પસાર

15-મી ગુજરાત વિધાનસભાના સાતમા ચોમાસું સત્રનો આજે ત્રીજો અને અંતિમ દિવસ હતો. આજે ગૃહમાં ભારતના નિયંત્રક અને મહાલેખા પરિક્ષક-CAGનો અહેવાલ રજૂ કરાયો. ઉપરાંત આજે ત્રણ ખરડા ગૃહમાં રજૂ કરાયા. ત્રણ દિવસના સત્ર દરમિયાન સભાગૃહમાં મૌખિક જવાબ માટેના કુલ એક હાજર 225 તારાંકિત પ્રશ્નના જવાબો ગૃહમાં રજૂ થયા. તે પૈ...

સપ્ટેમ્બર 10, 2025 7:17 પી એમ(PM)

views 8

રાજ્યમાં આયુર્વેદ તથા યુનાની સ્નાતકોએ તબીબી વ્યવસાય કરવા હવે નોંધણી કરાવવી ફરજિયાત

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર્સ સુધારા ખરડો સર્વાનુમતે પસાર કરાયો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખરડો રજૂ કરતા ગૃહમાં જણાવ્યું, આ કાયદાનો મુખ્ય હેતુ આયુર્વેદિક અને યુનાની વ્યવસાયીઓની નોંધણી માટે વ્યવસ્થા કરવાનો અને રાજ્યનું આયુર્વેદ તથા યુનાની તબીબોનું નોંધણી પત્રક નિભાવવાનો છ...

સપ્ટેમ્બર 10, 2025 7:15 પી એમ(PM)

views 7

રાજ્યની મહિલા શ્રમયોગીઓ હવે રાત્રિપાળીમાં કામ કરી શકશે

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે કારખાના ધારા ગુજરાત સુધારા ખરડો 2025 સર્વાનૂમતે પસાર કરાયો. આ વિધેયક રજૂ કરતા શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું, આ સુધારાથી મહિલાઓને રાત્રિપાળીમાં તેમની સંમતિથી કાયદેસર કામ કરવાની તક મળશે. તેમણે મહિલા શ્રમયોગીઓને સમાનતા, વ્યવસાય, સ્વતંત્રતા, આર્થિક ઉપાર્જન કર...

સપ્ટેમ્બર 10, 2025 7:12 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યૂઅલ માધ્યમથી અમદાવાદના સાણંદમાં અંદાજે 80 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યૂઅલ માધ્યમથી આજે અમદાવાદના સાણંદ વિધાનસભા વિસ્તારમાં અંદાજે 80 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે ખાતરી આપી કે, વર્ષ 2029 સુધી સાણંદ વિધાનસભા વિસ્તારનું કોઈ પણ ગામ પાયાની સુવિધાથી વંચિત નહીં રહે તેવા પ્ર...

સપ્ટેમ્બર 10, 2025 7:10 પી એમ(PM)

views 16

નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને સલામત રીતે પરત લાવવા સરકાર પ્રયાસરત.

નેપાળમાં વિરોધ પ્રદર્શન વચ્ચે ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને સલામત રીતે પરત લાવવા સરકાર પ્રયાસ કરી રહી છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, રાજ્યનું વહીવટી તંત્ર વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. કોઈ પણ ગુજરાતી પ્રવાસીને મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સપ્ટેમ્બર 10, 2025 3:16 પી એમ(PM)

views 27

કૃષિ યાંત્રિકીકરણ યોજનાના લાભાર્થીને નવા જીએસટી દરનો લાભ આપવા ટ્રેક્ટર સહિતના ખેત સાધનોની ખરીદી માટેની સમયમર્યાદા લંબાવાઈ

કૃષિ યાંત્રિકીકરણ યોજનાના લાભાર્થીને નવા જીએસટી દરનો લાભ આપવા ટ્રેક્ટર સહિતના ખેત સાધનોની ખરીદી માટેની સમયમર્યાદા લંબાવાઈ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે વિધાનસભામાં જણાવ્યુ કે ખરીદીની સમયમર્યાદા નવા દરના અમલથી આગામી ૩૦ દિવસ સુધી રહેશે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે એક લાખ ખેડૂતોને મહત્તમ 35 થી 45 હજાર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.