પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 12, 2025 10:27 એ એમ (AM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં સરકાર પૂરગ્રસ્તોની પડખે હોવાનો વિશ્વાસ અપાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં ભારે વરસાદથી પ્રભાવિત સરહદી ગામોની મુલાકાત લીધી હતી. તેમણે વાવ ખાતે રાત્રિ રોકાણ કરી ગ્રામજનો સાથે વાતચીત કરી હતી.શ્રી પટેલે ગઇકાલે સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આશ્રય સ્થાનમાં પૂરગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમને અપાતી સગવડ તેમજ પૂરથી થયેલા નુકસાનની વિગતો જાણ...

સપ્ટેમ્બર 11, 2025 7:20 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઈ રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી. તેમણે સૌથી વધુ અસરગ્રસ્ત સૂઇગામની મુલાકાત લઈ પરિસ્થિતિનું સ્થળ નિરીક્ષણ કરી રાહત-બચાવ અને સ્થિતિ પૂર્વવત કરવાના કામોની સમીક્ષા કરી. શ્રી પટેલે સુઈગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આશ્રય લઈ રહેલા ગ્રામજનોને મળી તેમને મળતી જરૂ...

સપ્ટેમ્બર 11, 2025 7:18 પી એમ(PM)

views 7

પૂરગ્રસ્ત પંજાબ માટે ગુજરાતે ખાદ્ય સામગ્રી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે મોકલાવી

પંજાબના પૂર પ્રભાવિત લોકોની સહાયતા માટે ગુજરાતે ખાદ્ય સામગ્રી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે મોકલાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 400 ટન ખાદ્ય સામગ્રી તેમજ 70 ટન જેટલી દવાઓ સાથેની વિશેષ રાહત ટ્રેનને આજે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું. આ ઉપરાંત પંજાબ અને છત્તીસગઢના પૂરગ્રસ્તોની મદ...

સપ્ટેમ્બર 11, 2025 7:17 પી એમ(PM)

views 21

રાજયમાં ગુટકા તેમજ તમાકુયુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર વધુ એક વર્ષનો પ્રતિબંધ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પર વધુ એક વર્ષનો પ્રતિબંધ લગાવાયો છે. રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા તેના રેગ્યુલેશન -2011 હેઠળ 13 સપ્ટેમ્...

સપ્ટેમ્બર 11, 2025 7:14 પી એમ(PM)

views 7

અરવલ્લી જિલ્લાના બાયડ-અમદાવાદ માર્ગ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં ત્રણના મોત

આંબલિયારા ગામ નજીક બાયડ-અમદાવાદ રોડ પર કાર અને બાઈક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં હતા. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનધિ અંકિત ચૌહાણ જણાવે છે કે કારસાથે બાઇકની ટક્કર થતાં બાઈકમાં આગ લાગતાં બાઈકચાલક પુરુષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમની પત્ની અને બાળકનાં સારવાર દરમિયા...

સપ્ટેમ્બર 11, 2025 7:13 પી એમ(PM)

views 11

ત્રણ દિવસ બાદ રાજયમાં વરસાદનું જોર વધશે

ત્રણ દિવસ બાદ રાજયમાં વરસાદનું જોર વધશે. 14 સપ્ટેમ્બરે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. એટલે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા છે.

સપ્ટેમ્બર 11, 2025 5:07 પી એમ(PM)

views 7

પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લા માટે આજે સરકાર દ્વારા 18 હજાર રાશન કીટ રવાના કરાઈ.

પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લા માટે આજે સરકાર દ્વારા 18 હજાર રાશન કીટ રવાના કરાઈ છે. 15 કિલોની એક રાશન કીટમાં 5 કિલો ઘઉં, 3 કિલો બાજરી, 2 કિલો ચોખા, એક કિલો ખાંડ, એક કિલો તુવેરદાળ, એક કિલો ચણા, એક કિલો મીઠું અને એક લીટર તેલનો સમાવેશ થાય છે. રાશન કીટ રવાના કરતાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણા...

સપ્ટેમ્બર 11, 2025 5:06 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ફાળવાયેલી 28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને આજે ગાંધીનગરથી લીલીઝંડી આપી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ફાળવાયેલી 28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને આજે ગાંધીનગરથી લીલીઝંડી આપી. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુના બનાવ કે અકસ્માત સ્થળ પરીક્ષણમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાથમિક તપાસ-પુરાવા માટે મોબાઈલ ફોરેન્સિક વાનની મહત્વની ભૂમિકા છે. જેનાથી ગુના...

સપ્ટેમ્બર 11, 2025 5:05 પી એમ(PM)

views 12

ડાંગ જિલ્લાના નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને નવી બસ ફાળવવામાં આવી

ડાંગ જિલ્લાના નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને નવી બસ ફાળવવામાં આવી રહી છે, ત્યારે વઘઇ – દિવડિયાવન બસને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા લીલી ઝંડી આપાઈ. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 1 માહિનામાં ડાંગને કુલ 10 નવી બસ ફાળવવામાં આવી છે. જીલ્લામાં વાહન વ્યવહારની સ્થિતિ સુગમ બને અને અંતરિયાળ...

સપ્ટેમ્બર 11, 2025 5:04 પી એમ(PM)

views 18

દશેરા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાને લઈ પશ્ચિમ રેલવે ઓખા—શકુર બસ્તી વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રૅન દોડાવશે.

દશેરા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાને લઈ પશ્ચિમ રેલવે ઓખા—શકુર બસ્તી વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રૅન દોડાવશે. ઓખા—શકુર બસ્તી સ્પૅશિયલ ટ્રૅન દર મંગળવારે ઓખાથી સવારે 10 વાગ્યે ઉપડશે. જ્યારે શકુર બસ્તી—ઓખા સ્પેશિયલ ટ્રૅન દર બુધવારે શકુર બસ્તીથી બપોરે સવા એક વાગ્યે ઉપડશે. ટ્રૅન 23 સપ્ટેમ્બરથી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.