પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 14, 2025 3:46 પી એમ(PM)

views 11

મહેસાણામાં સામેત્રા ગામ નજીક એક ખાનગી કારખાનામાં લાગી આગ…

મહેસાણામાં સામેત્રા ગામ નજીક એક ખાનગી કારખાનામાં મોડી રાત્રે આગ લાગ્યાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે, આગના કારણે બે શ્રમિકના ગૂંગળાઈ જવાથી મોત થયા છે. જ્યારે અગ્નિશમન દળે મહેસાણા—બહુચરાજી માર્ગ પર આવેલા આ કારખાના ખાતે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

સપ્ટેમ્બર 14, 2025 3:44 પી એમ(PM)

views 9

વસ્તુ અને સેવા કર- GST પરિષદે કરમાળખામાં કરેલા ફેરફારને રાજ્યભરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે.

વસ્તુ અને સેવા કર- GST પરિષદે કરમાળખામાં કરેલા ફેરફારને રાજ્યભરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. સરકારે કર્કરોગ જેવા જીવલેણ રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓને વેરામાંથી મુક્તિ આપી છે. સરકારે આરોગ્ય ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા ઉપકરણો પર GSTના દરમાં પણ ઘટાડો કર્યો છે. આ અંગે આ ઉપકરણના અમદાવાદના વેપારી...

સપ્ટેમ્બર 14, 2025 3:43 પી એમ(PM)

views 12

બારડોલીથી સોમનાથ સુધી આયોજીત સરદાર સન્માન યાત્રા પંચમહાલના હાલોલ પહોંચી હતી.

બારડોલીથી સોમનાથ સુધી આયોજીત સરદાર સન્માન યાત્રા પંચમહાલના હાલોલ પહોંચી હતી. ત્યાંથી આ યાત્રા કાલોલ, દેલોલ, વેજલપુર, ટૂવા, ટિમ્બા અને સેવાલિયા માર્ગે થઈને ગોધરા પહોંચી. ગઈકાલે ગોધરા પહોંચેલી યાત્રાનું શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય સ્વાગત કરાયું. સિવિલ લાયન્સ પાસે આવેલા સરદારનગર ખંડ ખાતે સરદાર વલ્લભભ...

સપ્ટેમ્બર 14, 2025 3:42 પી એમ(PM)

views 6

રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ વિજયા રાહટેકરની અધ્યક્ષતામાં આજે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે “સંકલ્પ સે સિદ્ધિ કાર્યક્રમ યોજાયો.

રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ વિજયા રાહટેકરની અધ્યક્ષતામાં આજે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે “સંકલ્પ સે સિદ્ધિ કાર્યક્રમ યોજાયો. આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યઅતિથિ તરીકે ઉપસ્થિત સુશ્રી રહાટકરે આયુષ્યમાન આરોગ્ય મંદિરની મુલાકાત લઈ અને માહિતી મેળવી. ત્યારબાદ તેમણે ...

સપ્ટેમ્બર 14, 2025 2:19 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે સાથે હિન્દીનો વધુ ઉપયોગ કરવા હાકલ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે સાથે હિન્દીને સહયોગ આપવા હાકલ કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે હિન્દી દિવસ તેમજ પાંચમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનને ખૂલ્લું મૂકતા, તેમણે સમય સાથે હિન્દીને વધુ લચિલી બનાવવા પર અને હિન્દી અને પ્રાદેશિક ભાષાઓના સહ-અસ્તિત...

સપ્ટેમ્બર 13, 2025 8:19 પી એમ(PM)

views 19

પ્રવાસન વિભાગ દ્વારા આયોજીત વાઇબ્રન્ટ નવરાત્રી 2025નું 22 સપ્ટેમ્બરના રોજ સાંજે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થશે

પ્રવાસન વિભાગ દ્વારા આયોજીત વાઇબ્રન્ટ નવરાત્રી 2025નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે, પ્રવાસન મંત્રી મુળુ બેરાની ઉપસ્થિતિમાં 22 સપ્ટેમ્બરના રોજ સાંજે થશે... અમદાવાદમાં યોજાનારા પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિનો ભવ્ય ઉત્સવ પહેલી ઓક્ટોબર સુધી ચાલશે.. ઉદ્ઘાટનના દિવસે ‘આહવાન મા આદ્યા શક્તિ’ની થી...

સપ્ટેમ્બર 13, 2025 8:18 પી એમ(PM)

views 15

ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય ભારતીય ફોરેન્સિક ઓડોન્ટોલોજી કોન્ફરન્સનો પ્રારંભ

વ્યક્તિની ઓળખ અને ગુન્હા શોધવાની કામગીરી માટે ફોરેન્સિક સાયન્સ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું હોવાનું ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડોક્ટર જે એમ વ્યાસે કહ્યું હતું. ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય ભારતીય ફોરેન્સિક ઓડોન્ટોલોજી કોન્ફરન્સ...

સપ્ટેમ્બર 13, 2025 8:18 પી એમ(PM)

views 24

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવતીકાલે રાજ્યના 23 જીલ્લાના પરીક્ષા કેન્દ્રો ઉપર મહેસૂલી તલાટીની પરીક્ષા યોજાશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવતી કાલે મહેસુલી તલાટીની પરીક્ષા યોજાશે.0020મહેસુલી તલાટી વર્ગ 3 ની 2 હજાર 384 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરાયું છે..આ પરીક્ષા માટે 4 લાખ 25 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જે પૈકી 3 લાખ 99 હજાર ઉમેદવારોએ પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. રાજ્યના 23 જિલ્લા...

સપ્ટેમ્બર 13, 2025 8:17 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યાને આજે ભૂપેન્દ્ર પટેલને ચાર વર્ષ પૂર્ણ થયા

મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યાને આજે ભૂપેન્દ્ર પટેલને ચાર વર્ષ પૂર્ણ થયા છે.. આ ચાર વર્ષ દરમિયાન તમામ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થયો છે જેમાં ગુજરાતની 32 હજાર 200થી વધુ પ્રાથમિક શાળાઓના 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ મળી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપે...

સપ્ટેમ્બર 13, 2025 8:16 પી એમ(PM)

views 12

ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદઘાટન કરશે.

હિન્દી દિવસ-૨૦૨૫ અને પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન આવતીકાલથી બે દિવસ માટે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ સંમેલનનું ઉદઘાટન કરશે .. આ સંમેલનની માહિતી આપવા માટે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગૃહ મંત્રાલયના રાજભાષા ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.