પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 16, 2025 7:18 પી એમ(PM)

views 7

ડિજિટલ શાસનને પ્રોત્સાહન આપવા બદલ સુરતની પલસાણા ગ્રામ પંચાયતની રાષ્ટ્રીય ઇ-શાસન પુરસ્કાર માટે પસંદગી

પંચાયતીરાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ઇ-શાસન પુરસ્કાર 2025 માટે સુરતની પલસાણા ગ્રામ પંચાયતની પસંદગી કરવામાં આવી છે. ગ્રામ્યસ્તરે ડિજિટલ શાસનને પ્રોત્સાહન આપવા પહેલી વાર આ પુરસ્કારનું આયોજન થઈ રહ્યું છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આગામી 22 અને 23 સપ્ટેમ્બરે યોજાનારી 28-મી રાષ્ટ્રીય ઇ-શાસન પરિષદમાં ...

સપ્ટેમ્બર 16, 2025 7:16 પી એમ(PM)

views 9

પાટણનાં ડિનલ વિઠાણીએ એશિયા કપની ભારતીય મહિલા રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું

પાટણની ડિનલ વિઠાણીની એશિયા કપની ભારતીય મહિલા રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું છે. ડિનલની પસંદગી FIBA U-16 વિમેન્સ એશિયા કપ 2025 ડિવિઝન બી માટે ભારતીય મહિલા રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમમાં કરવામાં આવી છે. આ સ્પર્ધા મલેશિયાના સેરેમબાન શહેરમાં 13 થી 19 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહી છે, જેમાં ભારતે ...

સપ્ટેમ્બર 16, 2025 3:11 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં 300થી વધુ જગ્યાએ એક દિવસની મહા રક્તદાન શિબિરનું આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં 300થી વધુ જગ્યાએ એક દિવસની મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતેથી આ રાજ્યવ્યાપી શિબિરનો પ્રારંભ કરાવ્યો. રક્તદાન માટે એક લાખ 27 હજારથી વધુ લોકોએ નોંધ...

સપ્ટેમ્બર 16, 2025 3:09 પી એમ(PM)

views 39

મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાર્યરત યોગ શિબિરનો 5 લાખથી વધુ લોકોએ લાભ લીધો

મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાર્યરત યોગ શિબિરનો 5 લાખથી વધુ લોકોએ લાભ લીધો છે. બોર્ડના અધ્યક્ષ યોગ સેવક શ્રી શીશપાલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી મોદીના જન્મદિન નિમિતે આવતીકાલ થી 30 ડિસેમ્બર સુધી મેદસ્વિતા મુક્તિ અભિયાન યોજાશે. આ શિબિરમાં રાજ્યના નાગરિક...

સપ્ટેમ્બર 16, 2025 3:08 પી એમ(PM)

views 9

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુપ્રકાશ પાસવાને વસ્તુ અને સેવા કર – GSTના કર દરમાં કરાયેલા ફેરફારને મહત્વના ગણાવ્યા.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુપ્રકાશ પાસવાને વસ્તુ અને સેવા કર - GSTના કર દરમાં કરાયેલા ફેરફારને મહત્વના ગણાવ્યા. ગાંધીનગરના ભાજપ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પાસવાને કહ્યું, આ જીએસટી સુધારાથી તમામ વર્ગના લોકોને લાભ થશે. દરમિયાન ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભ...

સપ્ટેમ્બર 16, 2025 3:07 પી એમ(PM)

views 28

CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો.

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે રિટર્ન આજે રાત્રે 12 વાગ્યા સુધી ભરી શકાશે. આવકવેરા વિભાગે મોડી રાત્રે સોશિયલ મીડિયા સંદેશમાં આ માહિતી આપી હતી. અગાઉ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ...

સપ્ટેમ્બર 16, 2025 3:12 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંગે સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેર કર્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંગે સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું, પ્રધાનમંત્રીના જન્મદિવસે 'સેવા દિવસ'ની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યભરમાં “નમો કે નામ રક્તદાન” મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે.

સપ્ટેમ્બર 16, 2025 9:23 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મ દિવસે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનના રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મ દિવસે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનના રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થશે. જે અંતર્ગત રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર સુધી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન ઉજવાશે. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં અંદાજે એક લાખ 41 હજાર કરતાં વધુ હેલ્થ કેમ્પ યોજાશે. રાજ્યપાલ અને મુખ્યમંત...

સપ્ટેમ્બર 16, 2025 9:21 એ એમ (AM)

views 6

ગુજકોસ્ટ દ્વારા વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી નિમિત્તે આજે રાજ્યભરમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન

વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી નિમિત્તે આજે ગુજકોસ્ટ વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરશે. રાજ્યભરમાં ગુજકોસ્ટના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો અને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો આજે વિશ્વ ઓઝોન દિવસનાં કાર્યક્રમોનું આયોજન કરશે.ઉલ્લેખનીય છે કે વિશ્વ ઓઝોન દિવસનો હેતુ ઓઝોન સ્તરને સુરક્ષિત રાખવા અને વાતાવરણને સ્વચ્છ ...

સપ્ટેમ્બર 16, 2025 9:18 એ એમ (AM)

views 8

રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા 12 ઓક્ટોબરના રોજ સ્પેશિયલ ટેટ વન અને ટૂની પરિક્ષા યોજાશે

સ્પેશિયલ ટેટ વન તથા ટેટ ટૂની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા 12 ઓક્ટોબરના રોજ સ્પેશિયલ ટેટ વન અને ટૂની પરિક્ષા યોજાશે. સ્પેશિયલ ટેટ વનની સવારે 11થી 1 જ્યારે સ્પેશિયલ ટેટ ટૂની બપોરે 3થી 5 દરમિયાન પરીક્ષા યોજાશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરતના કેન્દ્રો ઉપર પરીક્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.