પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 25, 2025 9:13 એ એમ (AM)

views 7

ગાંધીનગરમાં “સ્ટાર્ટઅપ કોન્કલેવ-2025”નું સમાપન- 84 સમજૂતી કરાર સાથે નવા ઉદ્યમીઓને 232 કરોડ રૂપિયાનું રોકાણ પ્રાપ્ત

ગાંધીનગરમાં યોજાયેલા બે દિવસીય “સ્ટાર્ટઅપ કોન્કલેવ- એક્ઝિબિશન-2025”નું ગઇકાલે સમાપન થયું. દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં 84 સમજૂતી કરાર MOU અને નવા ઉદ્યમીઓને 232 કરોડ રૂપિયાનું રોકાણ પ્રાપ્ત થયું.આ અંગે માહિતી આપતા રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, નવીનતાના નવા વિચાર દ્વારા આજ...

સપ્ટેમ્બર 25, 2025 9:12 એ એમ (AM)

views 22

બનાસકાંઠામાંથી નવા વાવ-થરાદ જિલ્લા સહિત રાજ્યમાં નવા 17 તાલુકાની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી

રાજ્યમાં નવા 17 તાલુકાઓની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં તાલુકાઓની સંખ્યા...

સપ્ટેમ્બર 24, 2025 6:55 પી એમ(PM)

views 14

રાજ્યમાં નવા 17 તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી.

રાજ્યમાં નવા 17 તાલુકાઓની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના ૨૧ તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં તાલુકાઓની સંખ્યા હવે 26...

સપ્ટેમ્બર 24, 2025 6:54 પી એમ(PM)

views 18

ભારતે અમદાવાદમાં 2030 રાષ્ટ્રમંડળ રમતોત્સવના આયોજન માટે પ્રસ્તાવ રજૂ કર્યો.

ભારતે રાષ્ટ્રમંડળ રમતોની મૂલ્યાંકન સમિતિ સમક્ષ અમદાવાદમાં 2030 રાષ્ટ્રમંડળ રમતોત્સવનું આયોજન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના સભ્યો અને રાજ્ય તથા કેન્દ્ર સરકારના અધિકારીઓનો સમાવેશ કરતી અધિકારીઓની ભારતીય ટીમ દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરાયો. જેનું નેતૃત્વ રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સં...

સપ્ટેમ્બર 24, 2025 6:52 પી એમ(PM)

views 16

રાજ્યમાં 10 લાખ કિશોરીઓને પૂર્ણા યોજનાનો લાભ અપાયો

રાજ્યમાં 10 લાખ કિશોરીઓને કુપોષણ નિવારણ અને પોષણયુક્ત એનિમિયામાં ઘટાડા અંગેની ‘પૂર્ણા યોજનાનો લાભ અપાયો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ દર મહિનાના ચોથા મંગળવારે"પૂર્ણા દિવસ" હેઠળ કિશોરીઓને ટેક હોમ રાશનના ચાર પેકેટ, આયર્ન ફોલિક એસિડ, કૃમિનાશકની ગોળીઓ અપાય છે. દર ત્રણ મહિને હિમોગ્લોબીનના સ્તરની ચકાસ...

સપ્ટેમ્બર 24, 2025 3:05 પી એમ(PM)

views 10

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ.

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મેહતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તાર, ઉત્તર ગુજરાતમાં વરસાદ બાદ નુકસાન અંગે, તહેવારના સમયે સુરક્ષા સહિતની બાબત, તહેવારોમાં પૂરવઠા વિભાગ દ્વારા અનાજ વિતરણ તે...

સપ્ટેમ્બર 24, 2025 3:03 પી એમ(PM)

views 6

નવરાત્રીના પર્વને લઈને પોલીસની શી ટીમ દ્વારા ખાનગી પોશાકમાં પેટ્રોલિંગ…

અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નવરાત્રીના પર્વને લઈને પોલીસની શી ટીમ દ્વારા ખાનગી પોશાકમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારને ઝડપી પાડવા માટેપણ શી ટીમને તૈનાત કરવામાં આવી છે. અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે જિલ્લામાં નાના મોટા 300 થી વધુ ગરબા મહોત્...

સપ્ટેમ્બર 24, 2025 3:02 પી એમ(PM)

views 12

નવરાત્રિ મહોત્સવ નિમિત્તે અમદાવાદમાં મેટ્રૉ ટ્રૅનનું રાત્રે બે વાગ્યા સુધી સંચાલન કરાશે.

નવરાત્રિ મહોત્સવ નિમિત્તે અમદાવાદમાં મેટ્રૉ ટ્રૅનનું રાત્રે બે વાગ્યા સુધી સંચાલન કરાશે. સત્તાવાર યાદી મુજબ, વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને કૉટેશ્વર રોડથી APMC સુધીના માર્ગ પર દરેક ટર્મિનલ મથકથી દર 30 મિનિટે મેટ્રો ટ્રૅન મળી રહેશે. જ્યારે મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર એક સુધીના માર્ગ પર પણ બે વાગ્...

સપ્ટેમ્બર 24, 2025 3:01 પી એમ(PM)

views 31

રાજ્યમાં વરસાદનું જોર ઘટતાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર ચાર તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ

રાજ્યમાં વરસાદનું જોર ઘટતાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર ચાર તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. જોકે, અત્યાર સુધી રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 111 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. બીજી તરફ, રાજ્યમાં ગત 24 કલાકમાં આઠ જિલ્લાના 21 તાલુકામાં વરસાદ થયો હતો. ડાંગમાં પણ સૌથી વધારે સાડા ચાર ઇંચ જેટલો વરસ...

સપ્ટેમ્બર 24, 2025 3:04 પી એમ(PM)

views 9

શારદીય નવરાત્રિના ત્રીજા દિવસે માઁ દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા-અર્ચના…

ભક્તિ અને આરાધનાના પાવન પર્વ શારદીય નવરાત્રિના ત્રીજા દિવસે માઁ દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા-અર્ચના કરાય છે. નવરાત્રિ નિમિત્તે રાજ્યભરના ધાર્મિક સ્થાનોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. સાથે જ ભક્તો પણ ગરબે ઝૂમીને માતાજીની આરાધનામાં મગ્ન બન્યાં છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.