પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 19, 2025 9:58 એ એમ (AM) ઓગસ્ટ 19, 2025 9:58 એ એમ (AM)

views 3

તરણેતરના મેળામાં પરંપરાગત રમતોનો ૨૦મો ગ્રામિણ ઓલિમ્પિક યોજાશે

યુવાનોને રમત ગમત પ્રત્યે વધુ પ્રોત્સાહિત કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા તરણેતરના મેળામાં ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તા.26થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાનાર 20માં ગ્રામિણ ઓલમ્પિકમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં 100 મીટર દોડ, 400 મીટર દોડ, 800...

ઓગસ્ટ 19, 2025 9:52 એ એમ (AM) ઓગસ્ટ 19, 2025 9:52 એ એમ (AM)

views 3

શહેરીજનોને 24 કલાક પાણી પુરૂ પાડનારુ ગાંધીનગર રાજ્યનુ પ્રથમ શહેર બન્યું

ગાંધીનગર મહાનગરપાલિકા રાજ્યનું પ્રથમ ૨૪ કલાક પાણી આપતું શહેર બની ગયુ છે. આજથી સેક્ટર 14થી 24માં 24 કલાક પાણી આપવાની શરૂઆત થઈ છે. જ્યારે બાકી રહેતા સેક્ટરમાં ટૂંક સમયમાં 24 કલાક પાણી અપાશે.ગાંધીનગરના મેયર મીરા પટેલે આ અંગેની જાહેરાત કરતાં કહ્યું કે મીટરના આધારે બિલ આપી પાણી વેરો વસૂલાશે

ઓગસ્ટ 19, 2025 9:50 એ એમ (AM) ઓગસ્ટ 19, 2025 9:50 એ એમ (AM)

views 4

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગની ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનાર વેપારીઓ પર કાર્યવાહી કરી દોઢ ટન જેટલા અખાદ્ય પદાર્થનો નાશ કર્યો

ધાર્મિક તહેવારો દરમિયાન રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજો મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત કાર્યરત બન્યું છે.ભેળસેળ કરીને ખાદ્ય ચીજો વેચતા વેપારીઓ સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામા આવી હતી. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને મહાનગરોના સરપ્રાઈઝ ચેકીંગમાં 2 હજારથી વધુ સેમ્પલો ચેક કરવામાં ...

ઓગસ્ટ 19, 2025 9:41 એ એમ (AM) ઓગસ્ટ 19, 2025 9:41 એ એમ (AM)

views 3

સર્વપ્રથમવાર નાગરિકોના અભિપ્રાય, પોલીસ અધિકારીઓના રીપોર્ટ કાર્ડને લઈને 115 પોલીસ અધિકારીઓની સરકારે સાગમટે બદલી કરી

રાજ્યમાં સર્વપ્રથમવાર નાગરિકોના અભિપ્રાય, પોલીસ અધિકારીઓના રીપોર્ટ કાર્ડ,અભિપ્રાયને લઈને 115 પોલીસ અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આ ઓર્ડરની ખાસ બાબત એ રહી છે કે સીધી ભરતીના વર્ષ 2019-20ના I.P.S. અધિકારીને શહેરમાં ઝોનમા, વર્ષ-2018 કે તેથી ઉપરના અધિકારીને જિલ્લાઓ અને ...

ઓગસ્ટ 18, 2025 7:12 પી એમ(PM) ઓગસ્ટ 18, 2025 7:12 પી એમ(PM)

views 4

શહેરોને જોડતા 91 માર્ગના વિકાસ માટે 822 કરોડ રૂપિયાની સરકારની મંજૂરી

રાજ્ય સરકારે શહેરોને જોડતા અને શહેરમાંથી પસાર થતાં 91 માર્ગના વિકાસ માટે 822 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત વિકાસપથ યોજના હેઠળ 233 કિલોમીટર લંબાઈના 91 માર્ગને અદ્યતન બનાવાશે. ઉપરાંત વિકાસપથ યોજના હેઠળ શહેરી વિસ્તારમાંથી પસાર થતા આવા માર્ગોની જરૂર મુજબ રસ્તાને પહોળા કરવા, ઇ...

ઓગસ્ટ 18, 2025 7:10 પી એમ(PM) ઓગસ્ટ 18, 2025 7:10 પી એમ(PM)

views 4

સુરત પોલીસે એક હજાર કરોડથી વધુની સાયબર છેતરપિંડીના કેસમાં અદાલતમાં આરોપનામું દાખલ કર્યું.

સુરતની ઉધના પોલીસે એક હજાર 550 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીના કેસમાં એક લાખ 50 હજાર પાનાનું આરોપનામું અદાલતમાં દાખલ કર્યું છે. ઉધના પોલીસે આ કેસમાં અત્યાર સુધી ખાનગી બૅન્કના આઠ કર્મચારી સહિત અનેક આરોપીને પકડ્યા છે. આરોપીઓએ બૅન્ક કર્મચારીઓને લાખો રૂપિયાની લાંચ આપી ખાતા ખોલાવ્યા હોવાનું જણાયું છે. તે...

ઓગસ્ટ 18, 2025 7:09 પી એમ(PM) ઓગસ્ટ 18, 2025 7:09 પી એમ(PM)

views 2

નવસારીના મેળામાં રાઈડ તૂટી પડવાની ઘટનાની તપાસ સુરત અને વલસાડની FSL ટુકડી કરશે

નવસારીમાં બિલિમોરાના સોમનાથ મેળામાં રાઈડ તૂટી પડવાની ઘટનાની તપાસ સુરત અને વલસાડની ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળા- FSL કરશે. પ્રાન્ત અધિકારી મિતેશ પટેલે કહ્યું, FSL અહેવાલના આધારે કાર્યવાહી કરાશે. ઘટનાની તપાસ માટે નવસારી મનોરંજન વિભાગ દ્વારા ટૅક્નિકલ કમિટીની પણ રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઈ...

ઓગસ્ટ 18, 2025 7:07 પી એમ(PM) ઓગસ્ટ 18, 2025 7:07 પી એમ(PM)

views 9

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવતીકાલથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 24 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આવતીકાલે અને બુધવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. માછીમારોને 21 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું. દરમિયાન રાજ્યમાં આજ...

ઓગસ્ટ 18, 2025 7:05 પી એમ(PM) ઓગસ્ટ 18, 2025 7:05 પી એમ(PM)

views 3

કેરળમાં રમાયેલી રાષ્ટ્રીય પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં વડોદરાના ત્રણ ખેલાડીએ 11 ચંદ્રક જીત્યા

વડોદરાના ત્રણ પાવરલિફ્ટિંગના ખેલાડીએ કેરળના કોઝીકોડમાં રમાયેલી નૅશનલ માસ્ટર્સ ક્લાસિક ઍન્ડ ઇક્વિપ્ડ પાવરલિફ્ટીંગ ચૅમ્પિયનશિપમાં 11 ચંદ્રક જીત્યા છે. સ્પર્ધામાં દેશભરમાંથી 600થી વધુ ખેલાડીએ ભાગ લીધો હતો. તમામ ખેલાડીઓને મ્હાત આપી વડોદરાના ખેલાડીઓએ પાંચ સુવર્ણ, 2 રજત અને ચાર કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે.

ઓગસ્ટ 18, 2025 2:59 પી એમ(PM) ઓગસ્ટ 18, 2025 2:59 પી એમ(PM)

views 3

રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે આજે અરવલ્લી જિલ્લામાં લક્ષ્યાંકિત સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.

રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે આજે અરવલ્લી જિલ્લામાં લક્ષ્યાંકિત સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાના આ વિશેષ અભિયાનમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓનું સર્વેક્ષણ કરીને, સરકારી યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.