પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 27, 2025 3:17 પી એમ(PM)

views 8

BSNLની રજત જયંતી નિમિત્તે રાજ્યકક્ષાનો ઉદ્ઘાટન કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય સંચાર નિગમ લિમિટેડ – BSNL દ્વારા સ્થાપિત 97 હજાર પાંચથી વધુ નવા ફૉર-જી મૉબાઈલ ટાવરનો ઓડિશાથી શુભારંભ કરાવ્યો. BSNLની રજત જયંતી નિમિત્તે રાજ્યકક્ષાનો ઉદ્ઘાટન કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો. તેમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...

સપ્ટેમ્બર 27, 2025 3:14 પી એમ(PM)

views 10

નવરાત્રિના પાંચમા નોરતે આજે માઁ દુર્ગાના પાંચ-મા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા-અર્ચના…

ભક્તિ અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિના પાંચમા નોરતે આજે માઁ દુર્ગાના પાંચ-મા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા-અર્ચના કરાય છે. ધાર્મિક યાત્રાધામ સહિત રાજ્યભરમાં ગરબે ઝૂમી લોકો માતાજીની આરાધના કરી રહ્યાં છે. પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ શૌર્ય, શૂરવીરતા અને સાહસના પ્રતીક સમા મહેર મણિયારા ...

સપ્ટેમ્બર 27, 2025 3:13 પી એમ(PM)

views 55

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 126મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર...

સપ્ટેમ્બર 27, 2025 3:20 પી એમ(PM)

views 14

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરતની મુલાકાત દરમિયાન બૂલેટ ટ્રૅન પરિયોજનાનું નિરીક્ષણ કરવા સારોલી પહોંચ્યા

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરતની મુલાકાત દરમિયાન બૂલેટ ટ્રૅન પરિયોજનાનું નિરીક્ષણ કરવા સારોલી પહોંચ્યા હતા. તેમણે આજે રેલવે મથક અને ટ્રૅકનું નિરીક્ષણ કર્યું. દરમિયાન શ્રી વૈષ્ણવે કહ્યું, બુલેટ ટ્રૅનનો પહેલો ભાગ સુરતથી બિલિમોરા સુધી શરૂ થશે.

સપ્ટેમ્બર 27, 2025 9:52 એ એમ (AM)

views 6

તૂટેલા માર્ગોને ફરી બનાવવા કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કરી

તૂટેલા માર્ગોને ફરી બનાવવા કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કરી દીધી છે. નાગરિકોની સલામતી માટે ભાલેજ રોડ ઓવરબ્રિજથી ગ્રીડ ચોકડી સુધીના નુકસાન પામેલા દોઢ કિલોમીટર આઇકોનિક રોડ ઇજારેદારના સ્વખર્ચે નવેસરથી રોડ બનાવવા તાકીદ કરી છે.ભાલેજ રોડ બ્રિજ થી મહેન્દ્ર શાહ હોસ્પિટલની ચોકડી સુધીના સૌથી વધારે જર્...

સપ્ટેમ્બર 27, 2025 9:48 એ એમ (AM)

views 12

કાયદા વિભાગ દ્વારા એક હજાર 500થી વધુ નોટરીને નિમણૂંક માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર કરાયું

કાયદા વિભાગ દ્વારા એક હજાર 500થી વધુ નોટરીને નિમણૂંક માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડૉક્યુમેન્ટ વેરીફિકેશન પ્રક્રિયા બાદ નોટરીના પ્રમાણપત્ર આપવામાં આવશે.એક હજાર 660 જગ્યા માટે આપેલી જાહેરાતની સામે એક હજાર 518 નોટરી પસંદગી પામ્યા છે. કોર્ટ અને ન્યાય વ્યવસ્થાના ડીજીટલાઈઝેશન, માળખાકીય સુવ...

સપ્ટેમ્બર 27, 2025 8:54 એ એમ (AM)

views 35

નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” એનાયત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, એવોર્ડ માટે શહેરો વચ્ચે હરીફાઈ થાય તો શહેરનો સારો વિકાસ થાય

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” એનાયત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે એવોર્ડ માટે શહેરો વચ્ચે હરીફાઈ થાય તો જ શહેરોનો વધુ સારો વિકાસ થઈ શકે. તેમણે ઉમેર્યુ કે,આત્મનિર્ભર અને સ્વદેશી અભિયાનને સફળ બનાવવા રોજીંદી વપરાશની ચીજ વસ્તુઓ સ્વદેશી હોય તે જરૂરી છે.મુખ્ય...

સપ્ટેમ્બર 26, 2025 7:19 પી એમ(PM)

views 20

સ્વદેશી અંગે લોકોમાં જનચેતના જગાડવાના ઉદ્દેશથી દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ થયો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વદેશી અંગે લોકોમાં જનચેતના જાગે તેવા ઉદ્દેશથી સમગ્ર દેશમાં “આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન”નો પ્રારંભ થયો હોવાનું જણાવ્યું. ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય્ શ્રી કમલમ્ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સાથે પત્રકાર પરિષદમાં શ્રી પટેલે આગામી 28 સપ્ટેમ્બર સુધી યોજાનારા...

સપ્ટેમ્બર 26, 2025 7:17 પી એમ(PM)

views 18

બનાસકાંઠામાં સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે 283 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા

બનાસકાંઠામાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ બનાસકાંઠા હેઠળ જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે 283 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા. તેમાં માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા દ્વારા ખાનગી કંપની સાથે 210 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા છે. આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ...

સપ્ટેમ્બર 26, 2025 7:15 પી એમ(PM)

views 18

રાજ્યમાં ગયા વર્ષે એક પણ પશુમાં ખરવા-મોવાસા રોગ જોવા નથી મળ્યો

રાજ્યમાં ગયા વર્ષે એક પણ પશુમાં ખરવા મોવાસા રોગ જોવા નથી મળ્યો. સત્તાવાર યાદી મુજબ, રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ છ તબક્કામાં રાજ્યના કુલ નવ કરોડ 82 લાખથી વધુ પશુને ખરવા-મોવાસાની રસી વિનામૂલ્યે અપાઈ છે. આગામી 25 ઑક્ટોબર સુધી ચાલનારા રસીકરણના સાતમા તબક્કામાં 16 કરોડ 90 લાખ પશુઓનું રસીકરણ ક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.