પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 22, 2025 7:09 પી એમ(PM) ઓગસ્ટ 22, 2025 7:09 પી એમ(PM)

views 4

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 27 ઑગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દરમિયાન આવતીકાલે જુનાગઢ, ગીરસોમનાથ, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં અતિભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ 26 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તેમજ રાજ્યના દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું હોવાનું ...

ઓગસ્ટ 22, 2025 7:06 પી એમ(PM) ઓગસ્ટ 22, 2025 7:06 પી એમ(PM)

views 5

ભોપાલમાં યોજાયેલી તરવૈયાઓની સ્પર્ધામાં વડોદરાના બે ખેલાડીએ 10 ચંદ્રક જીત્યા

વડોદરાના બે તરવૈયા મનદીપસિંહ સંધા અને સારાહ સરોહાએ ભોપાલમાં યોજાયેલી સ્પર્ધામાં 10 ચંદ્રક જીત્યા છે. ભોપાલમાં તાજેતરમાં યોજાયેલી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બૉર્ડ - CBSE ક્લસ્ટર વૅસ્ટ ઝૉન સ્વિમિંગ સ્પર્ધામાં આ તરવૈયાઓએ ત્રણ સુવર્ણ અને સાત રજત ચંદ્રક જીત્યા છે. મનદીપસિંહ સંધાએ 19 વર્ષથી ઓછી વયની શ્રેણી...

ઓગસ્ટ 22, 2025 3:08 પી એમ(PM) ઓગસ્ટ 22, 2025 3:08 પી એમ(PM)

views 4

ગાંધીનગરમાં નગરગૃહ ખાતે આજે જોબ મેળો યોજાયો.

ગાંધીનગરમાં નગરગૃહ ખાતે આજે જોબ મેળો યોજાયો. દિનદયાળ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત યોજાયેલા મેળામાં ઉપસ્થિત કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, આ કાર્યક્રમ રોજગારલક્ષી તાલીમ લેનારા યુવાનોને વિવિધ કંપનીઓ દ્વારા રોજગારી પૂરી પાડવા માટેનો છે.

ઓગસ્ટ 22, 2025 3:07 પી એમ(PM) ઓગસ્ટ 22, 2025 3:07 પી એમ(PM)

views 3

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પંચમહાલના હાલોલમાં ગુજરાત પ્રાકૃતિક ખેતી વિજ્ઞાન વિશ્વ-વિદ્યાલય ખાતે રાજ્યસ્તરની સમીક્ષા બેઠક યોજી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે પંચમહાલના હાલોલમાં ગુજરાત પ્રાકૃતિક ખેતી વિજ્ઞાન વિશ્વ-વિદ્યાલય ખાતે રાજ્યસ્તરની સમીક્ષા બેઠક યોજી. બેઠક પહેલા રાજ્યપાલશ્રીએ વિશ્વ-વિદ્યાલયના સંશોધન ખેતર, નિદર્શન જમીન અને ગૌશાળાની મુલાકાત લીધી. દરમિયાન વિશ્વ-વિદ્યાલયના કુલપતિ ડૉક્ટર સી. કે. ટિંબડિયાએ રાજ્યપાલશ્રીને વિવિ...

ઓગસ્ટ 22, 2025 3:05 પી એમ(PM) ઓગસ્ટ 22, 2025 3:05 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઑગસ્ટે અમદાવાદના પ્રવાસે…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઑગસ્ટે અમદાવાદના પ્રવાસે છે. તેમના સ્વાગત માટે નિકોલમાં ખોડલધામ મેદાનમાં વિશાળ શમીયાણો બાંધવામાં આવ્યો છે. તેમજ શહેરના વિવિધ વિસ્તાર અને બ્રિજને શણગારવામાં આવશે. સત્તાવાર યાદી મુજબ, 25 અને 26 ઑગસ્ટે રાજ્યના પ્રવાસ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં વિવિધ વિભાગ હેઠળ ક...

ઓગસ્ટ 22, 2025 3:04 પી એમ(PM) ઓગસ્ટ 22, 2025 3:04 પી એમ(PM)

views 6

મહેસાણામાં આવેલા મોઢેરાના સૂર્યમંદિર ખાતે આવતીકાલે શ્રાવણ માસના અંતિમ દિવસે લોકમેળો યોજાશે.

મહેસાણામાં આવેલા મોઢેરાના સૂર્યમંદિર ખાતે આવતીકાલે શ્રાવણ માસના અંતિમ દિવસે લોકમેળો યોજાશે. પ્રવાસન અને પુરાતત્વ વિભાગની સાથે મોઢેરા ગ્રામ પંચાયત દ્વારા લોકમેળા માટેની તૈયારીઓ હાથ ધરાઈ છે. મેળામાં નાના બાળકો માટે મનોરંજનના સાધનો, ચકડોળ, ચકરડીએ અને નાસ્તા માટેની હાટડીઓ બનાવવાની કામગીરી શરૂ થઈ છે.

ઓગસ્ટ 22, 2025 3:09 પી એમ(PM) ઓગસ્ટ 22, 2025 3:09 પી એમ(PM)

views 6

રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની સાથે બપોરે 12 વાગ્યા સુધીમાં 98 તાલુકામાં વરસાદ થયો.

રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની સાથે બપોરે 12 વાગ્યા સુધીમાં 98 તાલુકામાં વરસાદ થયો. સૌથી વધુ સવા એક ઇંચ જેટલો વરસાદ વલસાડના કપરાડા તાલુકામાં નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 77 ટકા જેટલો વરસાદ થયો. તેમાંથી સૌથી વધુ 81 ટકા જેટલો સરેરાશ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. વરસાદને ...

ઓગસ્ટ 22, 2025 11:02 એ એમ (AM) ઓગસ્ટ 22, 2025 11:02 એ એમ (AM)

views 5

ગણેશ ઉત્સવને પગલે રાજ્યમાં ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’નું આયોજન કરાશે

ગણેશ ઉત્સવને પગલે રાજ્યમાં 'શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025'નું આયોજન કરાશે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, ઓપરેશન સિંદૂર' પર આધારિત સુશોભન અને પ્રધાનમંત્રીના 'સ્વદેશી'ના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ એમ બે થીમ આધારે પંડાલની સ્પર્ધા યોજાશે.તમામ શહેરો અને જિલ્લાઓમાં શ્રેષ્ઠ ગ...

ઓગસ્ટ 22, 2025 11:00 એ એમ (AM) ઓગસ્ટ 22, 2025 11:00 એ એમ (AM)

views 4

ભાવનગરથી ધોલેરા સુધી અંદાજે 65 કિલોમીટર લાંબી નવી રેલવે લાઈનના નિર્માણને મંજૂરી

ભાવનગરથી ધોલેરા સુધી અંદાજે 65 કિલોમીટર લાંબી નવી રેલવે લાઈનના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ સોશિયલ મીડિયાના સંદેશમાં આ અંગેની જાણકારી આપી હતી. આ રેલવે લાઈનના નિર્માણથી ભાવનગર–ધોલેરા વિસ્તાર વચ્ચેનું ઔદ્યોગિક, આર્થિક અને પ્રવાસન જોડાણ વધુ મજબૂત બનશે. સ્થાનિ...

ઓગસ્ટ 22, 2025 10:59 એ એમ (AM) ઓગસ્ટ 22, 2025 10:59 એ એમ (AM)

views 4

ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રમાં ફંડ વર્ષ 2030 સુધી 100 અબજ ડોલરને પાર થશે

ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર I.F.S.C.માં ફંડ વર્ષ 2030 સુધીમાં 100 અબજ ડોલરને પાર થશે. અગ્રણી વૈકલ્પિક રોકાણ મંચ દ્વારા આ અંદાજ વ્યક્ત કરાયો છે.I.F.S.C.ના જણાવ્યા મુજબ જૂન 2025 સુધીમાં કુલ એસેટ મેનેજમેન્ટ કમિટમેન્ટ્સ અને A.U.M. 23.5 અબજ U.S. ડોલરે રહી હતી. જે 35 ટકાના અંદાજિત વૃદ્ધિ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.