પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 23, 2025 3:28 પી એમ(PM) ઓગસ્ટ 23, 2025 3:28 પી એમ(PM)

views 4

ઝિમ્બાબ્વેના ઉપ-રાષ્ટ્રપ્રમુખ ડૉક્ટર C.G.D.N. ચિવેન્ગા, તેમનાં ધર્મપત્ની, ઝિમ્બાબ્વેના પ્રતિનિધિમડળ સાથે સુરતના બે દિવસના પ્રવાસે

ઝિમ્બાબ્વેના ઉપ-રાષ્ટ્રપ્રમુખ ડૉક્ટર C.G.D.N. ચિવેન્ગા, તેમનાં ધર્મપત્ની, ઝિમ્બાબ્વેના પ્રતિનિધિમડળ સાથે સુરતના બે દિવસના પ્રવાસે આવ્યાં છે. આજે પહેલા દિવસે તેમણે હીરા અને ટેક્સટાઈલ એકમ તથા સુમૂલ ડેરીની મુલાકાત લીધી. ધી સધર્ન ગુજરાત ચૅમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના આમંત્રણથી તેઓ સુરતના મહેમાન બન્...

ઓગસ્ટ 23, 2025 3:27 પી એમ(PM) ઓગસ્ટ 23, 2025 3:27 પી એમ(PM)

views 4

ભાવનગર જિલ્લાના નિષ્કલંક મહાદેવ મંદિર, કોળિયાક ખાતે હજારો ભક્તોએ દર્શન અને સમુદ્ર સ્નાન કરી ધન્યતા અનુભવી.

આજે શ્રાવણ માસના અંતિમ દિવસે ભાવનગર જિલ્લાના નિષ્કલંક મહાદેવ મંદિર, કોળિયાક ખાતે હજારો ભક્તોએ દર્શન અને સમુદ્ર સ્નાન કરી ધન્યતા અનુભવી. ઉપરાંત સિહોરના ઐતિહાસિક બ્રહ્મકુંડ ખાતે ભવ્ય ભાતીગળ મેળો યોજાશે તેમજ તાલુકાના પાટણા (ભાલ) ખાતે આવેલા પાર્થેશ્વર મહાદેવ ખાતે મેળો ભરાશે. ગોપનાથ તીર્થમાં બે દિવસનો "ભ...

ઓગસ્ટ 23, 2025 3:32 પી એમ(PM) ઓગસ્ટ 23, 2025 3:32 પી એમ(PM)

views 7

રાજ્યમાં ફરી વરસાદનું જોર વધતા આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 153 તાલુકામાં વરસાદ થયો.

રાજ્યમાં ફરી વરસાદનું જોર વધતા આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 153 તાલુકામાં વરસાદ થયો. સૌથી વધુ સવા ચાર ઇંચ જેટલો વરસાદ વલસાડના ધરમપુર તાલુકામાં થયાના અહેવાલ છે. જ્યારે વલસાડના પારડી અને જુનાગઢના ભેસણ તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ સિવાય નવસારીના ખેરગામ, તાપીના વ્યારા સહિત આઠ તાલુકામાં બેથી ત્...

ઓગસ્ટ 23, 2025 9:59 એ એમ (AM) ઓગસ્ટ 23, 2025 9:59 એ એમ (AM)

views 2

શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન

શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે, આ મહામેળામાં લાખો માઈ ભક્તો અંબાજી પગપાળા આવતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને હંગામી ભોજનાલય શ્રી અંબિકા અન્નક્ષેત્ર બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના હસ્તે ખુલુ મૂકવામાં આવ્યુ...

ઓગસ્ટ 23, 2025 9:56 એ એમ (AM) ઓગસ્ટ 23, 2025 9:56 એ એમ (AM)

views 5

રાજયમાં છેલ્લા 22 કલાક દરમ્યાન, 225 તાલુકામાં વરસાદ સાથે મોસમનો કુલ સરેરાશ 77 ટકા જેટલો વરસાદ વરસ્યો

રાજયમાં ગઇકાલે સવારે છ વાગ્યાથી આજે સવારે ચાર વાગ્યા સુધી પૂરા થતાં 22 કલાક દરમ્યાન, 225 તાલુકામાં વરસાદનાં અહેવાલ છે.સાબરકાંઠાના વડાલી અને ખેડબ્રહ્મામાં સૌથી વધુ 7 ઈંચથી વધુ વરસાદ નોધાયો હતો. જ્યારે મહેસાણાના સતલાસણા અને સુરતના ઉમરપાડામાં 3 ઇચથી વધુ અને સાબરકાંઠાના ઇડર અને આણંદમાં 2 ઇંચથી વધુ વરસાદ...

ઓગસ્ટ 23, 2025 9:51 એ એમ (AM) ઓગસ્ટ 23, 2025 9:51 એ એમ (AM)

views 2

અમરેલીના જાફરાબાદના દરિયામાં ગુમ થયેલા ત્રણ માછીમારોના મૃતદેહ મળ્યા હતાં, હજુ 8 લાપતા

અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ગુમ થયેલ માછીમારોના ત્રણ મૃતદેહ મળ્યા હતાં.હજુ 8 લાપતા છે. મૃતદેહોને જાફરાબાદ લાવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અરબી સમુદ્રમાં 3 બોટ ડૂબી જતાં, 11 માછીમારો લાપતા છે.

ઓગસ્ટ 23, 2025 9:50 એ એમ (AM) ઓગસ્ટ 23, 2025 9:50 એ એમ (AM)

views 3

સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ૮૧ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ‘કાપડ સંશોધન અને વિસ્તરણ કેન્દ્ર’ને ખુલ્લું મૂકતા પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજનાના અનુદાનથી 81 લાખ રૂપિયાના ખર્ચે સાકારિત થયેલા ‘કાપડ સંશોધન અને વિસ્તરણ કેન્દ્ર’ને પૂર્વ કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.દર્શનાબેન જરદોશે આ કેન્દ્ર કૃષિમાં કપાસ સંશોધન માટે...

ઓગસ્ટ 22, 2025 7:14 પી એમ(PM) ઓગસ્ટ 22, 2025 7:14 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટે રાજ્યને 1400 કરોડથી વધુની રેલવે પરિયોજનાની ભેટ આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન આગામી 25 મી ઓગસ્ટે રાજયને ચૌદસો કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની ભેટ આપશે. આ પ્રોજેક્ટ્સથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામા કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળશે અને રોજગારીની નવી તકો ઊભી થશે. આ રેલ...

ઓગસ્ટ 22, 2025 7:12 પી એમ(PM) ઓગસ્ટ 22, 2025 7:12 પી એમ(PM)

views 7

રાજ્ય સરકારે એક સાથે બે હજાર 55 નવી ગ્રામ પંચાયતને નવી ઈમારત માટે 490 કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યું.

રાજ્ય સરકારે એક સાથે બે હજાર 55 નવી ગ્રામ પંચાયતને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે 490 કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યું. તેના થકી મોટા ભાગની ગ્રામ પંચાયત આ વર્ષે જ પોતાના મકાનોનું નિર્માણકાર્ય હાથ ધરી શકશે. ગ્રામ પંચાયત ઘર કમ તલાટી—મંત્રી આવાસ યોજનામાં 100 ટકા સંતૃપ્તિ લાવવા અને ત્રિસ્તરની પંચાયતીરા...

ઓગસ્ટ 22, 2025 7:10 પી એમ(PM) ઓગસ્ટ 22, 2025 7:10 પી એમ(PM)

views 4

અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે શાળાના વહીવટી તંત્ર અને આચાર્ય સામે ગુનો નોંધાયો.

અમદાવાદની સેવન્થ ડૅ / ખાનગી શાળાના વિદ્યાર્થીની હત્યા કેસની તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપાઈ છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના ACP ભરત પટેલે કહ્યું, પ્રાથમિક તપાસ બાદ શાળાના વહીવટી તંત્ર અને આચાર્ય વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ સગીર આરોપીને આજે જુવેનાઈલ બૉર્ડ સમક્ષ રજૂ કરાયો. હાલ ક્રાઈમબ્રાન્ચ પૂરાવા એ...